________________
ગૌરવગાથા
[૩૫] અને ગ્રન્થ ઉપરથી જાણી શકાય છે કે “એમ” એ સિદ્ધરાજને મંત્રી હતા, તેની સ્ત્રીનું નામ સીતા હતું.
ગુજરાતના મહામંત્રી વસ્તુપાલના પૂર્વજોની વંશાવલિમાં જણાવેલ છે કે
પ્રાગુવાટ વણિક ચંડપને પુત્ર ચંડપ્રસાદ, તેને પુત્ર સમ, તેને આશરાજ અને તેના પુત્ર વસ્તુપાલ-તેજપાલ હતા. આમ એ વસ્તુપાલ-તેજપાલને પિતામહ હતે.
(૪) મહામંત્રી મુંજાલ મંત્રીશ્વર મુંજાલ એ કેવલ સિદ્ધરાજના સમયને ન કહી શકાય. કર્ણદેવના રાજ્યકાળમાં એ દાખલ થયેલ. પોતાની બુદ્ધિમત્તાના જોરે આગળ વધેલ અને સિદ્ધરાજ બાળઅવસ્થામાં હતે ને રાજકારભાર રાણી મીનલદેવી ચલાવતા હતા ત્યારે એ પિતાની કુશાગ્રબુદ્ધિના બળે, રાણીના જમણા હાથરૂપ બની ગયો એટલું જ નહીં પણ અણહિલપુર રાજ્યની પ્રતિભા વિસ્તારવામાં આગળ પડતો ભાગ એણે લીધા. મહાઅમાત્યના ગૌરવ સંપન્ન પદે વિરાજ્યો અને ગુજરાતના ચાણકયની ઉપમા મેળવી. સં. ૧૧૪૬માં “કર્ણદેવ’ના રાજ્યમાં મહામાત્ય મુંજાલની વસતિમાં રહી પાટણમાં તાડપત્ર ઉપર હરિભદ્રસૂરિકૃત યોગદષ્ટિસમુચ્ચય સટીકની પ્રત લખાઈ. સમરક્ષેત્રમાં વિજય પ્રાપ્તિના અને રાજ્યમાં સુંદર વહીવટના જે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે એ જોતાં મહામાત્ય મુંજાલની પ્રતિભા અદ્વિતીય હતી. એનું જૈનત્વ સંકુચિત દશામાં નહોતું. એની પ્રમાણિક્તા માટે બે મત પણ નહોતા.