________________
નાગાથા
[૩૩ ] આપની એમાં સંમતિ હોય તે જ એ ખરો રાજ્યના દફતરે ઉધરાવું નહિં તે એ રકમ ભરપાઈ કરવાનું મારા શીરે છે.
મંત્રી સજજન ! આ રમણિય સ્થાનમાં આ પ્રકારની દીર્ધદશિતા વાપરી માત્ર એક વેડફાઈ જતાં વારસાને તેં બચાવ્યો છે એટલું જ નહીં પણ સાથે સાથે મારી કીર્તિને દિગંત વ્યાપી બનાવી છે.
(૨) શાતુ મહેતા સિદ્ધરાજના આ અમાત્ય શાન્ત મહેતા ઉપરાંત શાસ્તુક કે સંપન્કર નામથી ઓળખાયેલા દષ્ટિાચાર થાય છે. “વિકમાંકદેવ ચરિત, ચૌરપંચાશિકાના કર્તા તેમજ રાજવીના પિતા કર્ણદેવના સમકાલીન પ્રસિદ્ધ કાશ્મીરી કવિ બિહણ પોતાની નાટિકા “કર્ણસુન્દરી ”માં જણાવે છે કે-કર્ણદેવના વખતમાં શાનું મહાઅમાત્યપદે હતા. મહામાત્ય સંપન્કરે પાટણમાં વર્તાવેલા શ્રી આદિનાથની યાત્રા-મહત્સવ વેળા એ નાટિકા ભજવાવેલી એ ઉલ્લેખ એની પ્રસ્તાવનામાં છે.
બિહણે “કર્ણસુન્દરી”માં શાસ્તુને “વાસવદત્તા” માં વર્ણવેલા વત્સરાજના મહામાત્ય યૌગંધરાયણ સાથે સરખાવ્યું છે. તેની ચતુરાઈ, ધર્મપ્રેમ અને શૈર્ય અંગેની અનેક વાતે પ્રબન્ધચિંતામણિ કારે નેંધી છે. કવિ બિહણ બ્રાહ્મણ હેવા છતાં આ નાટિકાના મંગળાચરણમાં જિનેશ્વરની સ્તુતિ કરે છે તે વિચારતાં એ કાળે સાંપ્રદાયિક્તાનું ઝેર નહતું પ્રસર્યું અને પરસ્પરને સદ્દભાવ સંગીનતાસૂચક હતું એમ અનુમાની શકાય છે. આ ઉપરાંત અન્ય સંખ્યાબંધ એતિહાસિક તેમજ અર્ધએતિહાસિક પ્રબન્ધાત્મક ગ્રન્થોમાં શાંતુ મંત્રી વિષેના જે