________________
T!
' [ ૩૦ ]
ઐતિહાસિક પૂર્વજોની જેસલમેર જેવા એકલવાયા નગરમાં, ગાદી પર જ્યારે લક્ષમણસિંહ રાજા વિરાજતા હતા ત્યારે વાતનાયક મેહસિંહ સૌકેઈની નજરે ચઢે છે. રાંકા શેત્રની અટકવાળા શેઠ કુટુંબમાં એ થયા. સાહસના બળે લક્ષ્મી સંપાદન કરી અને પરિવારમાં ધન્નાશા અને અજયસિંહ જેવા પુત્રરત્નનો વેગ સાંપડ્યો.
પુન્યવંતને ત્યાં ભૂત રળે” એ ઉક્તિ અનુસાર પરિવાર–વૃદ્ધિ થતી ચાલી અને લક્ષમી દેવીની લીલા પણ વિસ્તરી.
પોતાના નગરમાં આવે આગેવાન વેપારી અને જરૂર પડયે ધનના ઢગલા કરી નાંખે એવો શ્રીમંત છે એ સાંભળીને લક્ષમસિંહ મહારાજે એને તેડાવી, આદરસત્કાર કરી, રાજ્યમાન્ય બનાવ્યા. ઉભય વચ્ચે સ્નેહ ગાંઠે મજબૂત બનતી ચાલી. ધન-ધાન્યના સદ્દભાવવાળા એ સમયમાં ત્યાં વિચરતા ખરતરગચ્છીય શ્રી જિનવર્ધનસૂરિ પધાર્યા. પ્રાપ્ત થયેલ લક્ષમીનો વ્યય કરી ધર્મપ્રભાવના કરવાના હેતુથી મેહસિંહે રાજવી પાસેથી સુંદર સ્થળ પસંદ કરી જગ્યા મેળવી, એ ઉપર રમણિય દેવાલય બંધાવ્યું અને પધારેલ સૂરિજીના વરદ હસ્તે એમાં ધામધૂમપૂર્વક કરુણાનિધાન શ્રી તીર્થકર પ્રભુ શાંતિનાથના મનહર બિંબની પ્રતિષ્ઠા કરાવી. સારાયે નગરમાં જય જયકાર થયે. જેના ધર્મની પ્રભાવના વિસ્તરી સંઘના અન્ય ભાઈઓમાં આ પ્રસંગ નિરખી એવી તીવ્ર ભાવના ઉદ્દભવી કે તેઓએ ફાળા કરી બીજું એક જિનમંદિર બંધાવ્યું. સૂરિમહારાજ વિહાર કરી ગયા હોવાથી પ્રતિષ્ઠા ટાણે ખરતરગચ્છીય શ્રી સાગરચંદ્રસૂરિજીને આમંત્રણ કર્યું. વિધિ-વિધાન અને આડંબર સહિત એ નવીન પ્રાસાદમાં પુરુષાદાની શ્રી પાર્શ્વનાથની મૂર્તિ પધરાવી. આ રીતે રાજપુતાનાના એકાંતભાગમાં પડેલા નગરમાં રાજા અને પ્રજાના સુમેળથી આનંદના પૂર વહી રહ્યા. આજે પણ એ મંદિરે પૂર્વકાળની કીર્તિગાથા ઉચારતા ઊભા છે. અણીના સમયે ધનના ઢગલા કરી રાજ્યની વટ રાખનાર એ કુટુંબનું નામ પ્રજાના હદયમાં રમે છે.