________________
[ ૨૮ ]
ઐતિહાસિક પૂવ જોની
શરીકેાને આવી સુંદર શિક્ષા આપે છે એ માટે મારા જેવા તરફનું કંઈ કામ હાય તા સુખેથી કહેજો.
આ જાતના પરાક્રમશાળીપણાથી મંત્રી ગઢાશાએ રાષ્ટ્રની સેવા તેા કરી, પણ સાથેાસાથ જૈન ધર્મની પ્રભાવના વિસ્તારી.
એમણે પરિકર યુકત એકસે ને આઠ મણુ વજનવાળી પિત્તળની એક રમણિય શ્રી આદિનાથ પ્રભુની મૂર્તિ તૈયાર કરાવી અમદાવાદથી હજારો માણસાના સધ સહિત મંગળ ચાઘડીયે વાજતેગાજતે શ્રી આખુ ગિરિરાજ પ્રતિ પ્રયાણ કર્યું. મુકામ કરતા અને સંઘ ભિકિત સાચવતા મંત્રીશ્રી પવિત્ર તીર્થ પર આવી પહોંચ્યા. ભીમશીશાહે કરાવેલા મનેાહર દેવાલયમાં પેલી મૂર્તિની સંવત ૧૫૨૫ ફાગણુ શુટ્ઠ ૭ ને શનિવારે તપાગચ્છીય શ્રી લક્ષ્મીસાગરસૂરિજીના વરદ હસ્તે પ્રતિષ્ઠા કરાવી. મહમદ બેગડાના આ મંત્રીની ચાતરફ એવી સુંદર પ્રતિષ્ઠા જામી હતી કે તેઓ સ ંઘ સહિત આવી રહ્યા છે એવા સમાચાર મળતાં મિપના પ્રદેશના ભાનુ અને લક્ષ નામના રાજવીઓ, સન્માન અર્થ કેટલાક મુકામ પૂર્વે સામે આવેલા અને સંઘને કાઇ પણ જાતની તકલીફ ન પડે એની કાળજી રખાવેલી.
મંત્રી ગદાશાએ પણ્ છૂટા હાથે લક્ષ્મી ખરચી હતી. હાથનુ ભૂષણુ જે દાન કહેવાય છે, એ દેવામાં કચાશ નહેાતી રાખી. એક લાખ સેાનામહારા એ પ્રસંગે વપરાણી હતી એવી નોંધ પ્રાપ્ત થાય છે. ઉપરાંત જાણવા મળે છે કે ત્રીશ હજાર દુશ્મ ખરચીને ચાતરમાં આવેલા સેાજિત્રામાં નવું જિનમ ંદિર અંધાવ્યું હતું.
જનની જણ કાં ભક્તજન, કાં દાતા, કાં શૂર; નહીં તે રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર. ગદાશાનુ જીવન જોતાં આ કવિવચન અક્ષરશ: સાચુ જણાય છે.