________________
-
? 13 તા તા
'
:
1, :
કાર ?
૭. ગદા મંત્રી
આહમદશાહે અમદાવાદ વસાવ્યાની વાત સુપ્રસિદ્ધ છે. એ વેળા કર્ણાવતીથી જે ગુર્જર વણિકે આવી ત્યાં વસ્યા એમાં ગદાશાના પૂર્વજે પણ હતા. આ વણિકે વ્યાપાર-વણજમાં એક્કા ગણાતા. તેમના કરીયાણુથી લદાયેલા વહાણે, સફરી જહાજો દૂર દેશાવર સુધી સફર ખેડતાં, લાખો નૈયાને કયવિક્રય કરતા. ભારતવર્ષની વિવિધ ચીજો વેચી તેઓ સેનિયા લાવતા એ કારણે આ ભૂમિ “સુવર્ણ ધરતી'ની ઉપમા પામેલી. વહાણવટું ધંધામાં અગ્રપદે હેવાથી, ખરૂં નામ “વહાણીઆ” હતું. કાળાંતરે “વાણિઆ’ નામ અપભ્રંશમાં આવ્યું. આવા એક ગુર્જર આગેવાનને પુત્ર નામે ગદાશા.
પોતાની આવડત, સાહસિકતા અને કાર્યદક્ષતાને જેરે ટૂંક સમયમાં ગદાશ રાજનગરના સુલતાન મહમદ બેગડાના પ્રીતિપાત્ર થઈ પડયા; અને મંત્રીપદના અધિકાર સુધી પહોં. ચા. અહિંસા ધર્મના ચુસ્ત ઉપાસક છતાં, શ્રાવક ધર્મની મર્યાદા બરાબર સમજતા અને રાષ્ટ્રના કાર્યમાં પરાક્રમ બતાવવાના સમયે કદી પણ પાછી પાની કરતા નહીં. પ્રત્યેક માસની પર્વણુએ પૌષધોપવાસ કરતા અને બીજા દિવસે પારણું કરવા રસવતી-ગૃહમાં પ્રવેશતા ત્યારે સાથમાં પાંચ-પચાશ નહિ પણ લગભગ બસો-ત્રણસો સ્વયમી બંધુઓ તેડી જતાં. તેમની ભકિત કરી સ્વામીવાત્સલ્ય જેવા ભગવંતકથિત અપૂર્વ ને પવિત્ર