________________
ગૌરવગાથા
[ ૨૭ ]
કાર્ય ના આનંદ માણતા. ચુસ્ત શ્રાવકને શાલે તેવી આ કાર્યવાહી નિરખી કાઇક વાર પાદશાહને વિસ્મય થતું. એકાદ વાર તેા એ ખેાલી પણ ચૂકેલા કે
>
ન
સત્રીશ્રીએ નમ્રતાથી એ વેળા જવાબ વાળેલા કે
• એક તરફ નાનામાં નાના જીવની ક્રયા ચિંતવવાના દાવા કરવા, અને બીજી તરફ્ સમરાંગણમાં સંખ્યાબંધ આદમીએના માથા વાઢી નાંખવા? એના મેળ શી રીતે મળવાના ? એવું કરવા કરતાં એવી ઝીણી દૃયાના દંભ ન કરવા એ વધુ સારું' લેખાય. સ’સારસ્થ માનવ ત્યાગી શ્રમણ જેવી દયા ન પાળી શકે છતાં વિના કારણે એણે હિંસામાં હાથ એળ્યા જ કરવા એ શું વ્યાજખી છે? શકિત અનુસાર, નાનામાં નાના અને નિરપરાધી જીવની યા પાળવી એમાં દંભ જેવુ છે શુ? એક જૈન ધર્મના અનુયાયી તરીકે મારે મારા શ્રાવક ધર્મની આવશ્યક કરણી પ્રતિદિવસ કરવી જોઇએ. એ જ ધેારણે ગુજરભૂમિના સંતાન તરીકે, આપશ્રીના વફાદાર સેવક તરીકે, જો મારા દેશ પર સંકટ આવ્યું હાય અથવા તેા મારા રાજવીની આખરૂના પ્રશ્ન ખડા થયા હાય, તે મારામાં જે કંઈ શકિત હાય એ દાખવીને પણ એમાંથી સંરક્ષણ કરવું જોઇએ. એમ કરવા જતાં જરૂર હિં'સા લાગવાની છતાં એના બંધ પાતળા પડવાના. અંતરમાં ક્રજના ખ્યાલ સિવાય અન્ય કલુષિત વૃત્તિ ન હેાવાથી ચીકણા કર્મ નહિં. ખ ધાવાના કેમકે બંધના આધાર તેા અંતરના પરિણામ પર અવલંબે છે. મારા ધમ આત્મિક શ્રેયને અગ્રપદ આપતા હાવા છતાં રાષ્ટ્ર પ્રત્યેની કે સમાજ પ્રત્યેની ફરજ અદા કરવામાં જરા પણ આડી લીંટી દારતા નથી.
..
મહમદશાહ માઁત્રીશ્રીની વાણી સાંભળી ખુશ થયેા અને કહેવા લાગ્યા કે—ગદાશા, તમારા સરખા દેશભકતા માજીદ છે ત્યાં સુધી ગુરભૂમિ વિજયવંતી છે. જે ધર્મ પાતાના હમ