________________
-
ગૌરવગાથા
[ ૧૮ ] કરતા ભાવનામાં લીન બન્યા હતા, ત્યાં પૂર્વભવની કે શત્રુત્વ ધારણ કરનારી સિંધવા નામની વ્યંતરીએ ધ્યાન ચુકાવી છળ્યા અને આ રીતે વ્યંતરીના પ્રવેશથી, તે ભાન ભૂલી ગમે તેમ બકવા લાગ્યા.
આ સમાચાર ઉપાશ્રયસ્થિત સૂરિપુંગવ હેમચંદ્રસૂરિને પહોંચતાં જ તેઓએ પોતાના પટ્ટ શિષ્ય યશશ્ચંદ્ર ગણિને બોલાવી કેટલીક સૂચના આપી પિતે કાયોત્સર્ગમાં લીન બન્યા. ગણિ મહારાજ મંદિરમાં આવી પહોંચ્યા. આમૃભટ તેમની સામે પણ ચાળા કરવા લાગ્યા અને મુનિશ્રીને ડરાવવા માંડ્યા. ગણિ મહારાજે શ્રાવકના ઘરમાંથી મુશળ મંગાવ્યું અને મંત્રોચારપૂર્વક જ્યાં એના પ્રહાર ઉંબર ઉપર આરંભ્યા ત્યાં તો આબડના શરીરમાં પ્રવેશ પામેલી સેંધવી વ્યંતરી ભયથી ઘજી ઊઠી. દેહ છોડી બહાર આવતાં જ સેનાપતિ તો ઢીલાઢપ બની બેસી ગયા અને આ બધું જોઈ વિસ્મય પામ્યા.
ગણિ મહારાજની મુદ્રા જોઈ વ્યંતરી ધ્રુજવા લાગી અને પગે પડવા જ્યાં નજીકમાં આવે છે ત્યાં તે કરડે સ્વર સંભળાયો.
“પ્રભુ ભક્ત આત્માને છળ કરી પીડવાનું કાર્ય કરનાર દુષ્ટા તને તો સખત નિશિયત કરવાની જરૂર છે.”
મહારાજ માફ કરે. પુનઃ આવું આચરણ નહીં કરું.” એમ કરગરતી સંધવી બોલવા લાગી.
ગણિજી-જે આ પશ્ચાત્તાપ સાચા હૃદયને હોય તો સત્વર આચાર્યશ્રી પાસે પહોંચી જા અને તેઓશ્રીની માફી માગ.
આદ્મભટની શુદ્ધિ ઠેકાણે આવી ગઈ અને પૂર્વવત પિતાના વ્યવસાયમાં રક્ત બન્યા.