________________
.
૪. આઝભટ ઊ
આંબડ
મહારાજા સિદ્ધરાજ જયસિંહના પ્રસિદ્ધ મંત્રીશ્વર ઉદાયનના પુત્ર, વાડ્મટના ભાઈ અને ખુદ રાજવીના સેનાપતિ આદ્મભટના નામથી ભાગ્યે જ કોઈ અજ્ઞાત હોય. ગુજરાતના ઇતિહાસમાં મહામંત્રી ઉદાયન તેમજ તેમના શૂરવીર સંતાને વાડ્મટ, આમૃભટ આદિને સમય પરાક્રમ અને યશગાથાથી પૂર્ણ છે.
ઘણાખરા ઉલેમાં આમ્રભટને સ્થાને આંબડ નામ જેવામાં આવે છે. જાતે વણિકપુત્ર હોવા છતાં સેનાપતિ તરીકે ગૌરવસંપન્ન અધિકાર ભેગવવામાં એમણે જરા પણ ઊણપ દાખવી નથી. બુદ્ધિશાળી પિતાની વારસાગત પ્રજ્ઞા ઉપરાંત શસ્ત્રાસ્ત્રો વાપરવાની જે તાલીમ બાળવયમાં પ્રાપ્ત કરી હતી અને એમાં દક્ષતા મેળવી હતી અને જે તે જોતજોતામાં આગળ આવી ગયા અને જૂદા જૂદા યુદ્ધમાં મહારાજા સિદ્ધરાજની પડખે રહી, અરિદળને પરાજય કરવામાં હરકેઈ ક્ષત્રિયને ૌરવ લેવા જેવું પરાક્રમ બતાવી આપ્યું. સ્વશક્તિના આ પ્રકારના આવિષ્કારથી અણહિલપુર જેવા મહાન રાજ્યનું સેનાપતિ પદ તેમના પગમાં આવી પડ્યું.
સેનાપતિ તરીકેની કારકિદ પણ પ્રશંસાપાત્ર છે. કપરા અને બળવાન એવા શત્રુ મલિકાર્જુનની સામે જઈ, યુદ્ધમાં