________________
ગૌરવગાથા
[ ૧૭ ] સમજુ આત્માઓ કર્મરાજના નાચ જોઈ દુઃખ ન ધરે, સમતાથી એ તમાસા જોતા રહે અને તટસ્થવૃત્તિ કેળવે. ”
ગુરુદેવના કથન પછી કુમારદેવીના માતપિતાએ આ વાત પર પડદો પાડી દીધે.
કેટલાક સમય પર્યત ગુર્જરભૂમિ આ યુગલ કયાં ગયું અને શું કરે છે અગર તો કેવી રીતે સંસાર–શકટ ચલાવે છે એ સર્વ સમાચારથી વંચિત રહી.
લુણિગ, વસ્તુપાળ અને તેજપાળ જેવા પુત્રરત્નોની કીર્તિ જેમ જેમ વિસ્તરતી ગઈ, તેમ તેમ જનતાના મ્હોંએ એ વધુ ને વધુ રમવા લાગ્યા. ત્યારે જ એ સંતાને તો કુમારદેવી અને આસરાજના છે એ પ્રગટ થયું. શૌર્ય, સાહસ અને પ્રતિભાના મેળ વિના જગતમાં નામ કાઢે એવા વીર સંતાનો સંભવ ક્યાંથી હોય ?
કીર્તિની લાલસા. આ એક સાધુ પોતાના શિષ્ય સાથે ધનની અને કીર્તિની જ લાલસા વિષે વાત કરતા હતા. તેણે કહ્યું: “ધનની લાલસા
કરતાં કીર્તિની લાલસા પર વિજય મેળવવો મુશ્કેલ છે. નિવૃત્ત થયેલા સાધુઓ અને વિદ્વાને સુદ્ધાં પિતાના પરિચિતમાં જ નામના અને પ્રતિષ્ઠા મેળવવા વછે છે. તેમને મોટી મોટી
સભાઓ સમક્ષ પ્રવચન કરવાનું મન થાય છે, પરંતુ અત્યારે હું આ તારી સમક્ષ કરી રહ્યો છું તેમ નાના મઠમાં રહી પિતાના છે એક માત્ર શિષ્ય પાસે પ્રવચન કરવાનું ગમતું નથી. ” છે. શિષ્ય જવાબ આપે–ખરેખર ગુરુજી, કીર્તિની લાલસા
મેળવ્યો હોય એવા એક આપ જ દુનિયામાં છે. ” ને સાધુના મુખ પર મંદ મંદ સ્મિત ફરકી રહ્યું. !