Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ મગધ–કુશાગ્રપુર-નું વર્ણન છે. થતું નથી. ઉત્તમ રાજ્ય, આરોગ્યતા, સિભાગ્ય, નિર્ભયતા અને નિરીતત્વ–એ સર્વ સુખના કારણો, ઉસુક સ્ત્રી જેમ સુભાગ, જનને ભજે ( ઈચ્છે ) તેમ, નિરતર એ દેશને ભજતા હતા. પિતાપિતાના ફળને આપનારી સવે ( ) અતુઓ, સંધિ આદિ ગુણે જેમ ઉત્તમ મહિપતિને ભજે છે તેમ યથાકાળ એને (મગધદેશને) ભજતી હતી. " એ દેશમાં, આકાશને વિષે સૂર્ય અને સરવરને વિષે કમળની જેવું ( ભી રહેલું ) જગવિખ્યાત કુશાગ્રપુર નામનું નગર હતું. ત્યાં સંયમ, પગુપ્તિ, સમિતિ અને 1 (1) અતિવૃષ્ટિ (બહુજ વર્ષાદ) (2) અનાવૃષ્ટિ (બીલકુલ વર્ષાદ નહિંદુષ્કાળ) (3) તીડને ભય () ઉંદરને ભય (5) પિપટનો ભય અને (6) પરરાજ્યને ભય એ છ ઈતિ' કહેવાય છે. (તિનાવૃષ્ટિ રામા: મૂપણ રાઃ | પ્રત્યાનાહ્ય જ્ઞાનઃ તા ઈંતઃ તાઃ ) એ ન હોવાપણું એ 'નિરીતત્વ.” 2 એટલે કે એ પાંચેવાનાં એ દેશમાં હતાં. * - 3 સંધિ આદિ () ગુણો: (1) સંધિ (મંત્રી), (2) વિગ્રહ યુદ્ધ), (3) યાન (લડવા માટે કુચ કરવી તે), (4) આસન (પડાવ નાખીને રહેવું તે), (5) ધીભાવ (શત્રને બહારથી મિત્રીભાવ દર્શાવવા તે છેતરપીંડી) અને (6) આશ્રય, (શક્તિ ન હોય તે બળવંત ધાર્મિક નૃપને આશ્રય લે તે –આ છ રાજાના ગુણો કહ્યા છે. એ છ એ ગુણોથી શોભતા રાજાની પેઠે મગધ દેશ પણ છ થે ઋતુના અનુકુળપણાથી દીપી રહ્યો હતો. 4 સંયમ (1) સંજમ-દીક્ષા, એ મુનિઓનેજ હતી; (2) બંધન–એ કેદન હતું. 5 ગુપ્તિ (1) નિગ્રહ, દાબ. (એ ત્રણ પ્રકારે છે–મનગુપ્તિ વચનગુપ્તિ, અને કાયમુર્સિ)-એ મુનિઓને જ હતો; (2) કારાગ્રહ, કારાગ્રહ એટલે બધીખાનામાં કેઈને જવું પડતું નહિં (ગુન્હાઈત કૃત્યો કોઈ કરતું ન હતું તેથી). * * - 6 સમિતિ=સમ્યક્ પ્રવૃત્તિ moderation. એના પાંચ પ્રકાર છેઃ (1) ઈસમિતિ એટલે ચાલવામાં સમ્યફ પ્રકારે જોઈને ચાલવું (2) ભાષાસમિતિ એટલે . વિચારીને બેસવું; (3) એષણા સમિતિ એટલે આહારાદિ શુદ્ધ ગ્રહણ કરવો; (4) આદાનનિક્ષેપસમિતિ એટલે વસ્તુઓ લેતાં મૂકતાં જીવજંતુની વિરાધના ન થાય તેમ વર્તવું; (5) પરિષ્ઠોપનિકાસમિતિ એટલે શરીરનાં અનુપકારી મળમૂત્રાદિ જીવરહિત ભૂમિકાએ પરઠવવા–સ્થાપવાં. એ સમિતિ સાધુઓને જ હતી. સમિતિ શબ્દનો બીજો અર્થ “વેરભાવ.” એ (પ્રજામાં) કયાંય પણ નહતો, - - - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust