________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૧૩
ગ્રહણ કર્યો છે હૃદયનો સદ્ભાવ જેણે એવા મારી આગળ કુમાર પણ આ રીતે જે કહે છે આમાં= કુમારના કથનમાં, મહાપ્રસાદ કારણ છે=મારા પ્રત્યે મહાકૃપા કારણ છે. હિ=જે કારણથી, તે=કુમારનો મહાપ્રસાદ, હર્ષના ઉત્કર્ષને કારણે જ્ઞાતઅર્થવાળા પણ વાક્યને બલાત્કારથી બોલાવે છે. તે કારણથી આવા વડે શું ?=કુમારની આટલી પ્રીતિ વડે શું ? હું કુમારના અક્ષય પ્રાણોને કરું=કુમાર ક્યારે પણ મને છોડીને એકલો ન રહે તેવા અક્ષયપ્રાણવાળો કરું, આ જ મારો તદ્નિયોગ છે=કુમાર મારાથી ક્યારે વિખૂટા ન થાય એ પ્રકારનો આ જ મારો એની સાથેનો સંબંધ છે. મારા વડે કહેવાયું=નંદિવર્ધન વડે કહેવાયું – કેવી રીતે તું મારા પ્રાણોને અક્ષય કરે ? તેના વડે કહેવાયું=વૈશ્વાનર વડે કહેવાયું – હું કંઈક રસાયન જાણું છે. મારા વડે કહેવાયું – વરમિત્રને કરો=મારા પ્રાણ અક્ષય કરો, તેના વડે કહેવાયું=વૈશ્વાનર વડે કહેવાયું – કુમાર જે આજ્ઞા કરે. ત્યારપછી=વૈશ્વાનરે કુમારને આ પ્રમાણે કહ્યું ત્યારપછી, તેના વડે=વૈશ્વાનર વડે, ક્રૂરચિત્ત નામનાં વડાં કરાયા, એકાંતમાં રહેતા એવા મને=નંદિવર્ધનને, આપ્યાં. અને હું કહેવાયો. હે કુમાર ! મારા સામર્થ્યથી ઉત્પન્ન થયેલાં આ વડાં વર્તે છે અને ઉપભોગ કરાતાં વડાં પુરુષના વીર્યના ઉત્કર્ષના સંપાદન દ્વારા સર્વ યથેષ્ટ દીર્ઘતર આયુષ્યને કરે છે=જેઓ ક્રૂરચિત્ત ઉત્પન્ન કરે તેવા વડાંનો ઉપભોગ કરે છે તેઓમાં ક્રોધને અનુકૂળ વીર્યનો ઉત્કર્ષ થાય છે, જેના કારણે ક્રોધીને તેને અનુરૂપ એવું દીર્ઘતર નરકનું આયુષ્ય મળે છે. તે કારણથી=આ વડાં વીર્યનો ઉત્કર્ષ સંપાદન કરે છે અને દીર્ઘઆયુષ્યને પ્રાપ્ત કરાવે છે તે કારણથી, તું આને ગ્રહણ કર, અત્રાંતરમાં=વૈશ્વાનર કુમારને વડાં ગ્રહણ કરવાનું કહે છે તે કાળમાં, લઘુઘ્ધતિથી કક્ષાંતરમાં રહેલા કોઈકના વડે કહેવાયું, તારા અભિમત સ્થાનમાં=વૈશ્વાનરના અભિમત સ્થાનમાં, કુમાર થશે એમાં શું સંદેહ છે ? અર્થાત્ સંદેહ નથી. મારા વડે તે સંભળાયું નહીં=નંદિવર્ધન વડે સંભળાયું નહીં, વૈશ્વાનર વડે સંભળાયું, તેથી મારું સમીહિત થશે=મારા શત્રુ એવા નંદિવર્ધનને નરકમાં લઈ જવું એ રૂપ મારું સમીહિત થશે. વટકના ઉપયોગ દ્વારા આ=નંદિવર્ધન, મહાનરકમાં જશે. ત્યાં ગયેલા આને=તરકમાં ગયેલા એવા આને, દીર્ઘતર આયુષ્ય થશે. અન્યથા કેવી રીતે=મારાં વડાંના ઉપયોગથી આ નરકમાં ન જાય તો કેવી રીતે, આવા પ્રકારના શબ્દો સંભળાય ? મહાનરક જ સ્થાન મને અભિહિત છે. એ ભાવનાથી આ=વૈશ્વાનર, ચિત્તથી તુષ્ટ થયો. મારા વડે કહેવાયું=નંદિવર્ધન વડે કહેવાયું, તારા જેવા સુંદર મિત્ર અનુકૂલ હોતે છતે મને શું પ્રાપ્ત થશે નહીં ?=મને વીર્યનો ઉત્કર્ષ અને દીર્ઘ આયુષ્ય અવશ્ય પ્રાપ્ત થશે, તે સાંભળીને આ=વૈશ્વાનર, દ્વિગુણતર પરિતુષ્ટ થયો. વડાં સમર્પિત કરાયાં, મારા વડે ગ્રહણ કરાયાં. તેના વડે=વૈશ્વાનર વડે, કહેવાયું. હે કુમાર ! આ બીજો મારા ઉપર કુમાર વડે પ્રસાદ કરાવો જોઈએ. જે પ્રસાદ ‘યદ્યુત'થી બતાવે છે. અવસરમાં મારા વડે સંજ્ઞા કરાયેલા એવા કુમાર વડે=નંદિવર્ધન વડે, આ વડાંમાંથી એક વડું વિકલ્પ કર્યા વગર ભક્ષણ કરવું જોઈએ, મારા વડે કહેવાયું અહીં=આ વિષયમાં, પ્રાર્થનાથી શું ? આ આત્મા વરમિત્રને સમર્પિત કરાયો જ છે, વૈશ્વાનર વડે કહેવાયું – મહાપ્રસાદવાળો હું કુમાર વડે અનુગૃહીત કરાયો.