Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૧૪]
[ રર ] બચવાના ઉપાય ? છતાં ગમે ત્યારે પણ બચવાના ઉપાય તે એક જ છે, કે “જેમ બને તેમ મહાપુરુષોના બતાવેલા જીવનમાર્ગમાં ટકી કહેવું જેમ બને તેમ પ્રાગતિક જીવનથી દૂર રહી સાંસ્કૃતિક જીવન જીવવું ને એમ વતરવું: એમ બુલંદ અવાજે બોલવું સમજવું ને સમજાવવું” એજ આત્મવાદી સર્વ–ધર્મ-નિષ્ઠ– પુરુષોનું તેની મૂળભૂત સંસ્થાઓનું અને તેમાં સહાયક સર્વ બળોનું મુખ્ય કર્તવ્ય છે.
સાંસ્કૃતિક અને પ્રાગતિક આ આદર્શ ભેદેને જુનવાણું જીવન અને નવજીવન: એવા બે જુદા જુદા નામો આપવામાં આવ્યા છે. જે સનાતનઃ અને હિતકર છે, તેને જુનવાણ: નામ તેની નિંદા સૂચવવા માટે અપાયેલું છે, અને જે કામચલાઉ અને હાનિકારક છે, તેની શ્રેષ્ઠતા સૂચવવા માટે પ્રચારમાં પ્રેરણા આપનાર તરીકે નવજીવન: નામ આપવામાં આવેલું છે. વાસ્તવિક રીતે કોઈ મૂળ પાયે જ નથી. માત્ર પાશ્ચાત્યાની ઈચ્છાઃ એ જ તેને મૂળ પાયે. ત્યારે સાંસ્કૃતિક જીવન તે વિશ્વવ્યવસ્થા અને તત્વજ્ઞાનઃ સાથે સંગત અને પાયાદાર વ્યવસ્થિત જીવનધોરણ છે.
“ધર્મપુરુષાર્થનું પ્રામાણિકપણે અવલંબન જેમ બને તેમ ટકાવી રાખવું” એ જ વિશ્વનું શરણું છે. મહાન વિશ્વવત્સલ આત્માઓએ ધર્મવ્યવસ્થાને જગતમાં મહાઉપકારબુદ્ધિથી સ્થિર કરી છે. તેને ટકાવવામાં જ સમગ્ર માનવજાતિનું ને પ્રાણીમાત્રનું હિત છે. તે સિવાય દરેક વસ્તુ હાનિકારક છે. આત્મવાદીઓને ઘેરતા રહેવાને ઉપાય સામેથી પણ એક જ છે, કે-“ પ્રગતિશિલ બને, પ્રાગતિક જમાનાને અનુસરે.” એમ દરેક બાબતમાં કહેવું. બસ, બેમાંથી કયું પરિણામ હિતકાર છે? અને શું પસંદ કરવું? તેને સ્વતંત્રપણે વિચાર કરીને હિતકારીને અનુસરવાની સૌની ફરજ છે.
ર જૈનધર્મ જૈનશાસનઃ [૧] સમન્વયપૂર્વક વ્યાપકઠષ્ટિથી જૈનધર્મના અભ્યાસની આવશ્યકતા * ૧ જૈનધર્મના અભ્યાસની આવશ્યકતા “માત્ર તેના મંતવ્યો જાણવા પૂરતી જ છે.” એમ નથી.
જગતતા સર્વ માન અને પ્રાણીમાત્રના કલ્યાણ હિતઃ શાંતિઃ સુવ્યવસ્થા વગેરે માટે પણ તેના અભ્યાસની જરૂર છે. “કેમકે-તે એક જ વિશ્વના પ્રાણીમાત્રના મનવાંછિત પૂર્ણ કરનાર અદ્ભુત કલ્પવૃક્ષ છે. બીજા બધા તેના જ ડાળાં-પાંખડાં છે.” આ સત્ય વસ્તુસ્થિતિ છે.
૨ “આજે વર્તમાન સર્વ ધર્મોમાં પ્રાચીનમાં પ્રાચીન જૈન અને વૈદિક ધર્મો છે.” એમ નિર્વિ વાદ નક્કી થઈ ચૂકયું છે. માત્ર “તે બેમાં કેણુ વધારે પ્રાચીન છે?” તે વિષે કેટલાકના મનમાં શંકા રહે છે, કારણ કે-વર્તમાનકાળે મળતા સર્વ ગ્રંથમાં વૈદિક ધર્મને માન્ય ટ્વેદ પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ ગણાય છે. તેથી આજે ઘણુની મનોવૃત્તિ વૈદિક ધર્મને પ્રાચીન ધર્મ માનવા તરફ વાળે એ સ્વાભાવિક છે.
૩ પરંતુ સાદ માંના અને બીજા બહારના કેટલાક પ્રમાણે ઉપરથી ઘણા જૈનેતર વિદ્વાનોને પણ મત હવે ચેકસ થતું જાય છે, કે-“તેના કરતાં જૈનધર્મ પ્રાચીનતમ છે.”
૪ આ સ્થળે ઐતિહાસિક ચર્ચા કરવાને અને તેને લગતા વિગતવાર વિસ્તૃત પ્રમાણે આપવાને અવકાશ નથી, તેને માટે સ્વતંત્ર ગ્રંથની અપેક્ષા રહે છે. છતાં, વાંચકેએ એટલું સમજી રાખવું જોઈએ કે “જૈનધર્મ મૂળધર્મ છે. પ્રાચીનતમ છે. ધર્મને લાયકના સર્વ ગુણેથી યુક્ત છે. ઇતર સવ ધર્મો તેની શાખા-પ્રશાખાઓ રૂપે સહજ રીતે બની રહે છે. અને તેની સ્યાદ્દવારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org