Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[ ૧૯૬ ]
શાસન કૅમ ચલાવી શકે? તેમ કરવામાં અનંત તીર્થંકરાની આશાતના થાય છે. કારણ કે તીથ કરીએ સ્થાપેલા મહા વિશ્વશાસનના ઉદ્દેશ અને કાર્યોને તાડનારી પ્રક્રિયા નવીન સંસ્થાએના ઉદ્દેશ અને કાર્ય - ક્રમમાં ગુથાયેલ છે. આ રહસ્ય વ્હેલી તકે સમજી લઇ ભ્રામક પ્રગતિ પાછળ ઢાડવામાં જોખમ છે.
પ્રલય કર પ્રગતિના પ્રભાવમાં અંજાયા સિવાય, સ્વપર-કલ્યાણકારી આધ્યાત્મિક સંસ્કૃતિની આરાધનામાં છે ચરિતાતા મહાદુલભ માનવજીવનની.
પ્રગતિનું સ્વરૂપ
તેનું ઉદ્ભવસ્થાન છે. યુરાપ. જન્મ સમય છે. સ. ૧૫૦૦ આસપાસ. હેતુ જગતની રંગીન પ્રજાઆને સવનાશ. આધાર કેવળ ભૌતિક વિજ્ઞાન.
પ્રગતિ=પ્રગતિ. આગળ વધવુ' તે. આજની ભૌતિક–વિજ્ઞાનજન્ય પ્રગતિ આપણને કઇ દિશામાં આગળ લઇ જઈ શકે તેમ છે ? સકલ્યાણકર સંસ્કૃતિની વાત્સલ્યપૂર્ણ ગાદમાંથી ઐહિક સુખસાથખીના ક્ષણિક ઝાકઝમાળ પાછળ ભટકવુ' તેનુ નામ છે આજની પ્રગતિ.
સસ્કૃતિ અને પ્રગતિ એક સમયે એક સ્થળમાં સાથે રહી શકે તેમ નથી, કારણ કે બંને પરસ્પર વિરોધી ગુણધર્મો ધરાવે છે, એકની આરાધનામાં છે સ્વ અને પરતું પરમ કલ્યાણુ. ખીજીને ભજવામાં છે સ્વ અને પરના સવનાશ.
જગતની ગારી પ્રજાના પ્રથમ કક્ષાના મુત્સદ્દીઓએ ભારત સહિતની જગતભરની ર્ગીન પ્રજાઆના સવનાશ કાજે બિછાવેલી આકષ ક મનેાહર જાળનું ખીજું, નામ જ વર્તમાન પ્રગતિ ' છે. તેના બાહ્ય આકર્ષક સ્વરૂપની નીચે વહી રહ્યું છે ઝરણું આત્મભાનના સર્વનાશનું, સંગીતલુબ્ધ હરણું જેમ પારખી નથી શકતુ. તેના ગાયકના આશયને તેમ, ચેામેર છવાયેલા પ્રાગતિક વાતાવરણ વચ્ચે સતત લૂંટાતી આત્મશ્રીને ખ્યાલ સુદ્ધાં આવતા નથી આપણને. આજ્ઞાપ્રધાન વિશ્વતંત્ર સામે બહુમતપ્રધાન પ્રાગતિક કેવળ ભૌતિકતાપેાષક તત્રને જૈન-શાસન શી રીતે ચલાવી શકે?
ફ્રાન્ફરન્સ વગેરે સસ્થાઓ સામે જૈન–શાસનના જવાબદાર અને જોખમદાર આચાર્ય મહારાજાએ આદિના મુખ્ય આ મેટામાં મેાટા વાંધા છે. વ્યક્તિ તરફ દ્વેષ કે ગેરસમજ વાંધામાં ગ્રહણુભૂત નથી. અને સામે સાધક કે ખાધક જે કાંઇ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આવે તેને વિવેક વિના પડકારવાથી કેટલા અનથ થાય? તે વિચારીને વિરાધ કરવામાં આવે છે. પ્રાગતિક સ્વાર્થી વિદેશીયે। પેાતાના હિતના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પકડવાનું આપણને કહે છે. તેને ભિત અર્થ એ છે કે જમાનાને નામે અમે જે ઇંદ્રજાળ પાથરી છે તેને આશ્રય લે. અને તેમ કરવાથી વર્તમાન ધન અને સુખ-સગવડ મળે તેમ છે, તેમાં શ*કા નથી. પરંતુ પરિણામે આખી પ્રજાઓના નાશ તેમાં છૂપાયેલા છે. માટે તેના દૂરથી ત્યાગ હિતાવહ છે, મૂળેાચ્છેદ છે. માટે તેનાથી દૂર થવામાં અશ્વેત પ્રજાઓનુ હિત છે.
99
આજની સસ્થા પેાતાના પ્રચારક પત્રામાં ઐતિહાસિક બાબતેનું નિરૂપણ કરે છે. મંદિ વગેરેના શિપેાના ફોટા, ચિત્રા અને રચક વહુને આપે છે. તે તે માત્ર શ્રદ્ધાળુ છતાં અસમજના સક્ષિપ્તમતિ લેાકાના માનસમાં ભ્રમણા ઉત્પન્ન કરવા માટે જ હોય છે, ક્રે—“ આ સંસ્થા આપણા ધર્મની પ્રાચીન ખાખતાને માન આપે છે. તેવા ખાટા ભાસ ઉત્પન્ન કરવા માટે હાય છે. કેમ કે વર્તમાન પ્રાગતિક તંત્ર લેાકેાને ભ્રમણામાં પાડવા તથા વધુ ભ્રમણા ફેલાવવા પ્રાચીન શોધખેાળા કરે છે. તેનું અનુસરણ માત્ર છે. તેને શોધખેાળ સાથે સંબંધ છે. પરંતુ ધર્મતત્ત્વ સાથે સંબંધ નથી. પ્રાચીન વ્યવસ્થામાં કળાએ ધમ સાથે વણાયેલી છે. દા. ત. નૃત્યકળા, સંગીતકળા, શિલ્પકળા
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International