Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૩૦] ભૂમિકા પૃષ્ઠ ૧૫૭ વાધારે “ને ભારતને પણ” એ પછી વાંચે.
૧. ડો. પરેરાએ પોર્ટુગીઝના તાબાના દેશનું જુદાપણું બતાવેલ છે. આફ્રીકાના અંગોલાના લુડામાં તેઓએ ભયંકર દમનના પગલા લીધા, જેનો હેવાલ લંડનથી અંગેલા મુક્તિ આંદોલનના પ્રતિનિધિ તરફથી ૨૬-૧૧-૬૦ બહાર મૂકાયો છે. બેવડા દંડ તથા અનેક જાતના દમનને હેવાલ તેમાં છે. “ પોર્ટુગીઝ તરફથી અંગોલામાં સર્જાયેલું ત્રાસનું સામ્રાજ્ય ” તા. ૨૭-૧૧-૬૦ ‘મુંબઈ સમાચાર' નું મથાળું.
સ્વતંત્રતા આપતા પહેલાં આ જાતનું આકરું દમન ફેલાવવાની પદ્ધતિ છે. જે હવે વાચકને જાણીતી વાત છે,
૨. પરંતુ મુંબઈ ચેપાટી ઉપર પિતાના ભાષણમાં શ્રી વી. કે. કૃષ્ણમેનને જાણુવ્યું હતું કે– “ભારતમાંના પોર્ટુગીઝ સ્થાનો નાબુદ થશે જ તેમણે જણાવ્યું હતું કે-“પહેલાં યુનોમાં આફ્રિકાના ૪ દેશે લીબિયા, ઈપીયિા, મીસર અને દક્ષિણ આફ્રીકાના પ્રતિનિધિઓ બેસતા. પરંતુ સંસ્થાનવાદને ક્રમશઃ નાશ થતાં આજે આફીકાના ૨૭ દેશોના પ્રતિનિધિઓ બેસે છે.”
યુનાના સભ્ય બનનાર દેશોને શ્રી મેનન સ્વતંત્ર માને છે. વાસ્તવમાં તેઓ વધુ પરતંત્ર બને છે. તે તેઓ સમજી શકતા નથી.
“એકવાર આક્રીકાના તેના સામ્રાજ્યનો અંત આવશે કે તેના પ્રત્યાઘાતરૂપે ગોવાની ફીરંગી સત્તાનો પણ અંત આવશે.” બહારથી આ જાતનો અંત પિટુગીઝ વગેરે તપ્રજાના રાષ્ટ્રોને લાવવો જ છે. તમાં પુરુષાર્થ શું છે ? એક બેડી બદલીને કતપ્રજા યુનો મારફત નવી બેડી સજે છે. લેખંડની બેડી હળવી છે તેને દમનદ્વારા આકરી બનાવીને પાલીસથી ચમકતી યુનોની ગજવેલની બેડી પહેરાવે છે. વધારે મજબુત અને ટકાવ બેડી પહેરાવાય છે. તેને શ્રી મેનન સ્વતંત્રતા સમજે છે.
૩. તા. ૨૭-૧૧-૬, યુનાઇટેટ નેશન્સ “ યુનેની મહાસમિતિમાં આજે રજુ થનાર સંસ્થાનવાદ સામેને ઠરાવ” (પણ ઠરાવ બે છે. મથાળું ભ્રમણમાં પાડનાર છે.)
આક્રીકા અને એશિયાના દેશોએ યુનાની મહાસમિતિ સોમવારે મળેલી બેઠકમાં સંયુક્ત રીતે રજુ કરવા માટે સંસ્થાનવાદ અંગેના ઠરાવના મુત્સદ્દાને અંતિમરૂપ આપ્યાનું સમજાય છે. લોબીના મંડળના મત મુજબ આ ઠરાવમાં ભારતીય પ્રતિનિધિમંડળે સૂચવેલા ઘણું મુદ્દાઓનો સમાવેશ થાય છે, અને આક્રીકા તથા એશિયાના દેશના જુથના બધાય ભાગોને માન્ય થાય તેવું માનવામાં આવે છે.
ઠરાવ સંસ્થાનવાદના તેના બધા રૂપમાં ઝડપી અને બિનશરતી અંત લાવવાની જરૂરીઆતની જાહેરાત કરે છે, ને જાહેર કરે છે, કે-વિદેશોએ બીજા દેશના લેક પર આધિપત્ય જમાવવું, શાપણું કરવું એ પ્રાથમિક હકકોનો ઇન્કાર છે, જે યુનેના ચાર્ટરથી વિરુદ્ધ છે, અને વિશ્વશાંતિ તથા સહકાર સ્થાપવા અંગે નડતર રૂપ છે.
ઠરાવમાં બધા લોકોના આત્મનિર્ણયના અધિકારની હિમાયત કરવામાં આવી છે, ને રાજ્યકીય, આર્થિક, સામાજિક અથવા શિક્ષણક્ષેત્રે ઓછી પ્રગતિનું બહાનું સ્વતંત્રતા આપવા અંગે આગળ નહિ કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.
આફ્રીકામાંના પોર્ટુગીઝ વિસ્તારો તથા ગોવા જેવા વિસ્તારે-જેમને હજુ સુધી સ્વતંત્રતા અપાઈ નથી, તેમને રંગભેદ રાખ્યા વિના સંપૂર્ણ સ્વતંત્રતા આપી દેવા હિમાયત કરતો બીજે ઠરાવ તૈયાર કરાયો છે, તાબાના દેશો સામેના લશ્કરી પગલાં તથા દમનના પગલાં પાછાં ખેંચી લેવાને પણ આગ્રહ તે ઠરાવમાં કરાયો છે.”
મુંબઈ સમાચાર” તા. ૨૮-૧૧-૬૦ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org