Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[ ૭૪ ] આવ્યા હતા. તેઓને ગાદીએ બેસાડવાની સહાનુભૂતિઓ ખૂબ નમ્રતાપૂર્વક અપાતી હતી. બ્રી. અમલદારો રાજાઓને જુકી જુકીને સલામ કરતા હતા. તેનો અર્થ એ ઘટાવવામાં આવતો કે “ રાજામહારાજાઓની સત્તા અને પ્રતિષ્ઠાને મિત્રદાવે રક્ષણ આપવામાં આવે છે.” પરંતુ વાસ્તવિક રીતે તેઓની સર્વ સત્તાઓ આડકતરી રીતે લઈ લેવામાં આવતી હતી. જેને આધારે પાછળથી તેઓને ખસેડી શકયા છે. જો કે તેને તાત્કાલીન યશ શ્રી વલ્લભભાઈને ખાતે તેઓએ જમા કર્યો છે. ખસેડવા સાથે જ સાંસ્કૃતિક રાજ્યનીતિ પણ દૂર કરી શકાઈ હોવાથી પ્રાગતિક રચનાને વેગ મળવા માટેનો સીધો માર્ગ ખુલે કરવામાં આવ્યો છે.
રાજકોટ, ગોંડલ, જામનગર વગેરે રાજ્યના તેલવાના વજનો ઉપર “સંસ્થાન રાજકોટ, સંસ્થાન ગોંડલ, કયાંક સ્વસ્થાન ” એવા શબ્દો વાંચી બાળપણમાં અનેક કલ્પનાઓ ઉઠતી હતી. પરંતુ તેનું સમાધાન ત્યારે થતું ન હતું. પાછળથી સમજાયું કે-“એએને પણ કામચલાઉ રીતે સંસ્થાને માની લેવામાં અને ખુશી કરવામાં આવ્યા હતા.”
સંસ્થાનવાદમાંથી વર્તમાન પ્રગતિનો મોટા પાયા ઉપર જન્મ કરાવી લેવામાં આવ્યો છે. એ સંસ્થાનવાદને નષ્ટ કરવાની ભાવના ઉભી કરી પ્રગતિના વરા અને સ્વતંત્રતાઓના બીબાં ગુપ્ત રીતે તૈયાર કરી સર્વત્ર ફેલાવવામાં આવે છે. તે પહેલાં સ્થાનિક શિક્ષિત લેકની સંસ્થાઓને મજબૂત અને લોકપ્રિય બનાવરાવી તેની મારફત જેરથી સ્વતંત્રતાની માંગણી કરાવવામાં આવતી હોય છે. તેને પ્રબળ વિરોધ કરી, કડવો ઘૂંટડે ઉતારતાં હોય તે રીતે વાટાઘાટો બાદ સમાધાન કરી સ્વરાજ્ય આપી દેવામાં આવતા હોય છે. પ્રજાનું જ સર્વવ્યાપક મહાવિશ્વસામ્રાજ્યનું સર્જન કરવા માટે ગોઠવાયેલી યુનોના સભ્ય સ્વરાજ્ય ભોગવતા દેશોને બનાવી લેવામાં આવતા હોય છે. સાથે સાથે શેષણથી વિશાળ પાયા ઉપર એકત્ર કરેલી આર્થિક સંપત્તિમાંથી ક્રમબદ્ધ ગોઠવી રાખેલા આયોજન દ્વારા આર્થિક સહાય પણ તેના વિકાસ માટે કરવામાં આવતી હોય છે. તેમજ વિશાળ યંત્રસૃષ્ટિ અને કેવળ ભૌતિક વિજ્ઞાનમાં મુગ્ધ કરી તે દ્વારા પ્રગતિને આગળ વધારવામાં આવે છે.
આ રીતે મ (માલિકી ) માંથી જન્મેલ ૩ (સંસ્થાનનીતિ) અને તેમાંથી જન્મેલ થ (પ્રગતિ) માંથી અને ને કાયમ કરી ક નો નાશ કરવાનો દેખાવ કરી “શ્વેતપ્રજાને દરેક ઠેકાણેથી ભગાડી દીધી છે, એવો ભાસ ઉભો કરવામાં આવે છે. અને ગુપ્ત રાખવામાં આવે છે. ને માં લલચાવવામાં આવે છે.
યુને અને તેની સંસ્થાઓના સર્જનનાં મૂળો તે ઈંગ્લાંડમાંથી નંખાયા હેય છે. છતાં તે સર્વના પ્રચારનું કેન્દ્ર અમેરિકામાં રાખવામાં આવેલું છે. તેને હેતુ એ પણ છે કે-“સંસ્થાનોમાંથી યુરોપીય ખસી ગયા પછીની તમામ ભાવિ રચનાઓ મુખ્યપણે રશિયાના બાહ્ય વિરોધ સાથે અમેરિકા કરી શકે ” તેવી તેઓની પૂર્વયોજિત યોજનાઓ છે.
૧૫. ભૂતકાળની પરિસ્થિતિમાંથી જન્મેલી વર્તમાન પરિસ્થિતિ શી છે? તે આપતાં પહેલાં ભાવિ શા શા પરિણામો તેઓએ લાવવાના ધારેલાં છે? તેનું લગભગ વાસ્તવિક ચિત્ર વાચકોની કલ્પનામાં કાંઈક ઉપસાવવાથી વર્તમાન પરિસ્થિત તેની પૂર્વ ભૂમિકારૂપ કેવી રીતે છે? તે વધારે સ્પષ્ટતાથી સમજાશે. જેથી તેનાં ઉંડા રહસ્યો સમજવામાં મુશ્કેલી નહીં રહે.
૧૬. આખી દુનિયાના સર્વ દેશોમાં વેત પ્રજા જ ત્યાંની વતની તરીકે ભવિષ્યમાં વસીને ફેલાઈ ગયેલી હોય, અને તે દરેક ઠેકાણે એક સરખી રીતે પૂરી સ્વતંત્રતા સાથે સુખચેનથી તેજ પ્રજા રહી શકે, તેમજ ધર્મ, અર્થ, કામ અને મોક્ષને યોગ્ય સાંસ્કૃતિક જીવન જીવતી હેય. પોપ ધર્મગુરુની સત્તા ને ઈગ્લાન્ડની રાજસત્તા આજના કરતાં ખૂબ ખૂબ વિકસિત હોય. જગતભરની સ્થાવર અને
For Private & Personal Use Only Jain Education International
www.jainelibrary.org