Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[ ૨૪] જે સંસ્કૃતિના જીવન જીવવાથી વહેલો નાશ થવાને હૈય, તે કેટલાક શ્વેત વિદ્વાને ભારતની સાંસ્કૃતિક પ્રણાલીગત જીવનની તરફેણ શા માટે કરે છે? તે જીવન વધારે સુંદર છે અને ભારતવાસીઓએ તે જ જીવવું જોઈએ. એમ અમેરિકન પ્રોફેસરે ચરોતર પ્રદેશની સરદાર વલ્લભભાઈ કોલેજમાં એ મતલબનું ભાષણ આપ્યું હતું. શાકાહારને પ્રચાર શા માટે કરવામાં આવે છે? તથા ભારત સરકાર ભારતના પ્રાચીન સાહિત્ય, ઇતિહાસ અને સંશોધનો માટે પ્રાચીન હસ્તલિખિત પુસ્તકેને સંગ્રહ શા માટે કરે છે? પુરાણું બૌદ્ધધર્મને શા માટે વેગ આપવામાં આવે છે? એવી અનેક પ્રવૃત્તિઓ ચાલે છે. વિદેશમાં ભારતના તત્ત્વજ્ઞાનનો અભ્યાસ શા માટે કરાવવામાં આવે છે? અહીં તેના સ્તુતિ-સ્તોત્રો શા માટે ગાવામાં આવે છે? પરંતુ એ બધી દંભી પ્રક્રિયા છે. વાસ્તવિક રીતે તેને રંગીન પ્રજાઓમાંથી નાશ કરવાનું છે. તે પહેલાં તેના ઉપર સાંસ્કૃતિક પ્રજાઓને રાજી કરીને કબજો મેળવવાની ધણાં વર્ષો પહેલા ગોઠવાએલી ગૂઢ ગોઠવણના જુદા જુદા કાર્યક્રમો છે. તેથી તેવી પ્રવૃત્તિઓ ઉપર આપણી સંસ્કૃતિ, કળા, જીવનરહસ્યોને ઉત્તેજન મળવાની બુદ્ધિથી વિશ્વાસ રાખો કેટલો બધે જોખમકારક છે? તે હવે સમજાય તે પણ સારું.
અર્થાત -એ બધું પણ વિનાશક કાર્યક્રમોની અંતર્ગત સમાવેશ પામતા મહત્વના કાર્યક્રમો છે. એ વાત ધ્યાનમાં રાખવાની જ રહી.
“જુના વિચારવાળાઓએ પોતાના વિચાર છોડવા જોઈએ.” એ ભલામણ સૂચવે છે, કે “પ્રગતિનીજ પાછળ દોડવું” પરંતુ તેની પાછળ દોડ્યા પછી નાશ નહીં થાય, તેની ખાત્રી કેશુ આપે છે? જે એ ખાત્રી મળે તો તેની પાછળ દેડવામાં વિલંબ કરવાની જરૂર નથી જ.
પરંતુ તેની પાછળ દેડવાનો પ્રચાર જ શ્વેત પ્રજાને છે અને તે જલદી નાશ તરફ દરવી જવા માટે છે. જો તેમ ન હોય, તો તેવા ઉપદેશની જરૂર રહેતી નથી. કેમકે-“હેલો નાશ તે જ્યારે ઇષ્ટ જ છે. તો પ્રગતિવાદીઓ માટે તો ના વિચારના લોકો રહે. તે વધારે આશીર્વાદ સમાન પ્રગતિમાં દરવવાથી તે આડખીલી થાય તેમ છે. પરંતુ વાસ્તવિક સત્ય એ નથી. વાસ્તવિક સત્ય એ છે કે-સંસ્કૃતિ શ્વેત પ્રજાના પ્રગતિ મારફતના મહાસ્વાર્થોમાં રોધક થાય છે તેથી તેને જ ખસેડવા માટે એ પ્રચાર છે.
પ્રશ્ન તે એ જ છે, કે–આજસુધી જગત ઉપરથી રંગીન પ્રજાઓ નષ્ટ ન થઈ, અને પ્રગતિ શરૂ થયા પછી એ ભય ઉભો થયો છે ને? તે જગતની નાશક પ્રગતિ જ શા માટે ઉત્પન્ન કરવામાં આવી છે? અને મહાહિંસક પ્રગતિને શા માટે ઉત્તેજન આપવું? શ્રીમાન વડાપ્રધાનનું માનસ એ રીતે જોડાયેલું છે. તેથી પ્રગતિ તેમને મંગળકારી લાગે છે. પરંતુ રંગીન પ્રજા માટે તે મંગળકારી નથી. રંગીન પ્રજાઓ માટે તો ધમપ્રધાન સંસ્કૃતિ જ મંગળકારી છે. તેને ઉખેડીને ફેંકી દેવાના અસાધારણ પ્રયાસો છતાં પણ મહામંગળકારી મહાત્માઓના પ્રયાસો તે જેમ બને તેમ ટકી રહે, તેમ કરવામાં જ હિત છે, તેમાં જરાપણ શંકા રાખવાનું કારણ નથી. પ્રગતિથી ક્ષણિક લાભો છે. પરિણામે ભયંકર હાની છે. સંસ્કૃતિથી ક્ષણિક નુકશાને છે, પરિણામે મંગળમાલા છે. માટે સંસ્કૃતિ, ધર્મ, પરંપરાગત જુના કેઈપણ વારસામાં મળેલા ધમને વળગી રહેવામાં પ્રગતિથી અને વિનાશથી રક્ષણ છે, તેમાં જરાપણું શંકા રાખવા કારણ નથી. આ સત્ય અફર છે. તેથી ચૂત થવામાં આવશે, તો તે શ્રુતિના પરિણામો ભગવ્યા વિના બીજો કેઈ ઉપાય જ નથી.
આજે દેશમાં જે નવસર્જન થઈ રહ્યું છે, તે હજુ વચલી કક્ષાનું છે. ભવિષ્યમાં હજુ વધુ મોટા પ્રમાણમાં બાંધકામો અને રચનાઓ થશે. હાલમાં થતી રચનાઓ તેની પ્રાથમિક ભૂમિકા છે.
અને આજની સ્થિતિની પ્રાથમિક ભૂમિકા વેત પ્રજાજનોને ભારતમાં પણ જે મોટા મોટા Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org