Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 217
________________ [ ૨૪૭ ] (૧૭) સ્વદેશમાં દેશી અને પરદેશી કારખાનાઓ મોટા પાયા પર સ્થપાયા જવા છતાં તેના માલની નિકાસની નીતિ પહેલેથી જ લાગુ કરવાની રાખેલી હોવાથી, સ્વદેશી પ્રજાને માલ સસ્તું મળી શકવાને શકયતા રહેતી નથી. કારણ કે—બીજા દેશમાં તેની જરૂરીઆત મોટા પાયા ઉપર ઉભી કરવામાં આવેલી હોય છે. જેથી માલનો ઉપાડ મોટા પાયા ઉપર થવા લાગતા હોય છે. ' (૧૯) પ્રથમ આયાત અને નિકાસ દેશી વ્યાપારીઓ સીધેસીધી કરી શકતા હતા, તેને બદલે તે તે દેશની સરકારે મારફત જ હાલમાં કરી શકાય છે. જેનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર વિશ્વબેંક બની રહી છે, કે જે સ્થાને ભૂતપૂવે ભારતવર્ષ અને તેની મોટા પાયા ઉપરની શરાફી હતી. અને શરાફી દ્વારા તેનું કામકાજ મોટા પાયા ઉપર ચાલતું હતું. દા. ત. મુર્શીદાબાદના જગતશેઠની ૨૮ પેઢીઓમાં એકી સાથે એક કરોડની હુંડી સ્વીકારાતી હોય છે. ત્યારે આજે બેંકોરીઝર્વ બેંક અને વિશ્વબેંકથી વિશ્વ અર્થતંત્ર ચાલે છે. જેની મૂળભૂત નીતિ ઘડવામાં ઈંગ્લાંડનું નાણાખાતું સદા સક્રિય હોય છે. (૧૯) પરંપરાગત સાંસ્કૃતિક અર્થતંત્ર અનુસાર દુનિયામાં જે કાંઈ જીવનવ્યવહાર ચાલે છે, તે સદંતર બંધ પડી જતા હોય છે, અને તે આંતરરાષ્ટ્રીય અર્થતંત્રની મર્યાદામાં રહીને જ દરેક પ્રાણમાત્ર જીવી શકે, તેવી પરિસ્થિતિ સર્જવા માટે ગુપ્ત રીતે કાયદાઓ તૈયાર થયેલા જ છે. પણ ભવિષ્યમાં તેને અમલી બનાવવા માટે લોકમત કેળવવા કોલંબો પરિષદ વગેરે જેવી પરિષદ, સમેલનો વગેરે ભરાતા રહેલ હોય છે. દુનિયાના જુદા જુદા દેશના સરકારી નાણાપ્રધાન વગેરે ભાગ લેતા હોય છે. ભાગ લેવરાવા હોય છે. ' (૨૦) આ કાર્યક્રમને સવિશેષ સફળ કરવાના ઉદ્દેશથી જ ભારતના નાણાપ્રધાનને વિશ્વબેંકના ઉપપ્રમુખની પદવી આપવા સુધીની ગોઠવણ કરવામાં આવી છે. જેથી શ્વેત આંતરરાષ્ટ્રીય અર્થનીતિન : પ્રચારમાં ખૂબ સહકાર મળે ને ભારતે તે આપ પડે. (૨૧) આ રીતે વિશ્વનું અર્થતંત્ર મત પ્રજાના નિયંત્રણ નીચે લવાતું જવાથી પરિણામે કોઈ પણ દેશને યા માનવને વ્યાપાર-ધ છે તેનાથી સ્વતંત્ર હોઈ શકે જ નહીં. અને તે લેકે જે કોઈપણ આપે તેટલાથી જ ઠરેલા ધોરણે પોતાના ગુજરાન ચલાવવાના રહે. તે સ્થિતિ મેટા પાયા પર સજાઇ રહી છે. (૨૨) આવી ભાવી આર્થિક વિષમતાથી રંગીન પ્રજાની કેટલી અવનતિ અને શ્વેત પ્રજાની કેટલી ઉન્નતિ થાય? તે હેજે સમજી શકાય તેવી બાબત છે. (૨૩) આજે સ્ત્રીસ્વાતંત્ર્યના બહાના નીચે સ્ત્રીઓના આર્થિક સ્વાતંત્ર્ય વિકસાવવાના ભ્રામક પ્રયત્નો થાય છે. તેનું મૂળ રહસ્ય તે એ છે, કે “થત આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર વિકસાવવામાં પુરુષ અને તેની બુદ્ધિ, મહેનત વગેરે કામે લગાડાય છે, તે ઉપરાંત સ્ત્રીઓની પણ બુદ્ધિ, મહેનત કામે લગાડવા એ રીતે મળે તેમ છે. કે જેથી તેને માર, કારીગર તથા કારકુન વર્ગો વધારે પ્રમાણમાં બેવડી સંખ્યામાં મળી શકે છે. બીજું કાંઈ પરિણામ નથી. સ્ત્રીઓના નીતિ, સંયમ, ચારિત્રનાં મૂળાને તે કચ્ચરધાણ જ નીકળી જાય છે. કે (૨૪) પ્રાચીન અર્થતંત્રની ખામીઓ બતાવવામાં આવે છે, કે “જંગલ, પહાડે, આફ્રિકા વગેરે દેશમાં રહેનારા લેકોની પેસાની દૃષ્ટિથી આર્થિક સ્થિતિ સ્વાર્થિઓ તરફથી નહીં જેવી રાખવામાં આવી હતી.” આ આક્ષેપ તદન અસ્થાને છે. તેઓ પોતાની રીતે સ્વતંત્ર જીવન જીવતા હતા અને સુખી હતા. જો કે શિક્ષણ વગેરે આપીને ત્યાંના લોકોને, ત્યાંની સંપત્તિઓને અને તે પ્રદેશને વિકસાવવાના પ્રયત્ન આજે મોટા પાયા ઉપર સારી રીતે થાય છે, એ વાત ખરી છે, પરંતુ તે સર્વને www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223