Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 215
________________ [ ૨૫] સંખ્યાને તે તે સંસ્થા દ્વારા પિતાના માં ઉપયોગ કરવાની શરૂઆત તે પ્રજાએ મેટા પાયા ઉપર કરી દીધેલી છે. ત્રીજી પેઢીએ સામ્યવાદ પુષ્કળ-પૂરા રૂપમાં ફેલાઈ ગયો હશે. એમ બીજા વાદે માટે પણ સમજી લેવું. દરેક વાદની પ્રચારક સંસ્થાઓના આગેવાને પણ તેઓ તે જ દેશમાંથી શેધી કાઢી, તેને વ્યવસ્થિત ઉપયોગ કરતા હોય છે. ૨. અર્થનીતિ. ઈ. સ. ૧૪૯૨-૯૩ માં શ્વેત આન્તરરાષ્ટ્રીય વ્યાપારનીતિનો પાયો નંખાયાની હકીકત બંગાલના હાઈસ્કુલના મેટીકના કેસમાં ચાલતાં એક પાઠયપુસ્તકમાં જોવામાં આવી છે. ત આન્તરરાષ્ટ્રીય વ્યાપાર ખીલવવા માટેની નીતિ સમગ્ર દુનિયાને પોતાની માલિકીની માનીને તેઓએ ગુપ્તપણે ઘણા વખતથી ઘડેલી તો છે જ. તે દૃષ્ટિથી જ વ્યાપારના પદાર્થોની શોધ, આયાત, નિકાસ, જકાત વગેરે દ્વારા તેને ખીલવવામાં આવે છે. તેમાં ભારતના કુશળ વ્યાપારીઓને દેશદેશાવરમાં બોલાવીને ખાસ ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે એ નીતિ બદલાઈ છે. જેમ બને તેમ દેશી વ્યાપારીઓને એ ક્ષેત્રમાંથી ઓછા કરી નાંખવા માટે “જેને લાઇસન્સ (પરવાના) આપવામાં આવ્યા હોય, તે જ વ્યાપારી વ્યાપાર કરી શકે, બીજા ન કરી શકે.” તેમ કરવાથી દેશી વ્યાપારીઓની સંખ્યા લાખોમાંથી હજારો આવી જાય. વળી લાઈસન્સની પોલીસીમાં ફેરફાર કરવાથી હજારોમાંથી દશકાઓમાં આવી જાય. સાથે સાથે સ્ટેઈટ કોર્પોરેશન જેવી સંસ્થાઓ તરફથી વ્યાપાર મેટા પાયા ઉપર ચાલતા હોવાથી વ્યાપારક્ષેત્રમાં દેશી વ્યાપારી જુજ જ ટકી શકે. તે પણ ભવિષ્યમાં વિશાળ મૂડી ધરાવતી વિદેશી કંપનીઓ એક પછી એક એ ક્ષેત્રમાં પ્રબળ શક્તિઓથી પ્રવેશી વિશાળ પાયા ઉપર વિશ્વવ્યાપક ધંધાઓ કરે. એ રીતે વિશ્વ બેન્કનું નાણાંકીય સામ્રાજ્ય એટલું બધું વ્યાપક થઈ જાય, કે જેથી દેશી વ્યાપારનીતિનું પરંપરાગત નાનું કે મોટું કોઈપણ તત્ત્વ ટકી રહેવા પામે જ નહીં, વચલ કાળ દરમ્યાન દેશી વ્યાપારીઓએ મેળવેલ કડોની સંપત્તિનું જ્યારે રાષ્ટ્રીયકરણ કરવામાં આવશે ત્યારે તેમાંથી જુજ સંપત્તિને જ ઉપગ તે કરી શકે, એવી સ્થિતિમાં મૂકાવાની સંભાવના શરૂ તો થઈ જ . ઈ. સ. ૧૪૯૨ પછીના વેત વિશ્વઅર્થતંત્રના પ્રસારના જુદા જુદા બનવાના બનાવોના જુદા જુદા ચિત્રો જે કઈ પડદા ઉપર અંકિત કરે, તો તેની રૂપરેખા લગભગ નીચે પ્રમાણે જોવામાં આવે (૧) માલાના પ્રવાસ પછી ઈ. સ. ૧૪૯૨-૯૩ મત આંતરરાષ્ટ્રીય વ્યાપારની નીતિ ઘડાતી દેખાય. (૨) ઈ. સ. ૧૪૯૮ માં વાસ્કાઠીગામા કાલીકટ બંદરે વ્યાપારને બહાને ઉતરતા દેખાય. (૩) ભારતના ખાસ ખાસ બંદરોમાં તે તે દેશી રાજ્યની લાગવગથી યુરોપીય રાષ્ટ્રોના વ્યાપારની કેડીઓ નખાતી દેખાય. (૪) આમા, લાહોર વગેરે કેટલાંક શહેરમાં કલેવેન્ટ કંપની વ્યાપાર કરતી દેખાય. (૫) ઈ. સ. ૧૬૦૦ માં ઇસ્ટ ઇન્ડિયા કંપની એશીયાભરના દેશોમાં પણ વ્યાપાર કરતી દેખાય, ને તે તે દેશોમાંના દેશી એજન્ટો ખૂબ સમૃદ્ધ થતા હોય. Jain Education International www.jainelibrary.org For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223