Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[ ૨૪૪] કરવામાં આવેલ છે. છતાં ય એકાએક તે અમલમાં આવી શકે જ નહીં, તે તે ક્રમશઃ અમલમાં આવે. તેથી પ્રથમ સંસ્થા શરૂ કરી લોકપ્રિય બનાવી અને હવે તેને એ દિશામાં પ્રબળ બનાવવાને કાર્યક્રમ ખુલી રીતે હાથ ધરાય છે. આ રહસ્ય છે.
(૨) આ રીતે રંગીન પ્રજાના જગત્ ઉપર તે તે યુરોપીય રાષ્ટ્રનું અધિષ્ઠાતાપણું પણ આજે ય સ્થાપિત છે જ. સાંસ્થાનિક નીતિનાં પ્રાગતિક તંત્રે સિદ્ધાં જ ગોઠવાયેલાં તો છે જ. ને યુનોનું વિશ્વસામ્રાજ્ય સભ્ય બનાવવાધારા ગોઠવાતું જ જાય છે. તેની યુનસ્ક વગેરે સંસ્થાઓ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં તદનુકૂળ વિશ્વવ્યાપક પરિવર્તન ચલાવી રહેલી છે.
(૩) અને એ સર્વ સાધનોથી કતપ્રજા એશિયા આફ્રિકા ઉપર પાટુંગાલની માલિકી તથા બીજા પ્રદેશો ઉપર સ્પેનની માલિકીદ્વારા પોતાની વિશ્વવ્યાપક વિશ્વમાલિકી ઝપાટાબંધ વિકસાવી રહેલી છે. જે ૧૫ બતાવેલા પરિણામે તરફ ગતિ કરી રહેલ છે.
() રાષ્ટ્રવાદ, સમાજવાદ, સામ્યવાદ, સર્વોદયવાદ અને કૃત્રિમ વિશ્વશાન્તિવાદ. આ પ્રાગતિકવાદા છે. સાંસ્કૃતિક નથી, કે જે વેતપ્રજાએ પોતાના ભાવિ હિતોને માટે જ વિચારપૂર્વક સજર્યા છે. બહારથી પરસ્પર વિરોધી દેખાવ કરવા છતાં વેતપ્રજાના એક જ દયેયના જુદા જુદા વખતે અમલમાં લાવવાના ક્રમિક કાર્યક્રમ છે. અને તે સર્વની સહાનુભૂતિથી શ્વેતપ્રજાના જ જુદા જુદા રાષ્ટ્રના પ્રેરક બળદ્વારા વ્યવસ્થિત રીતે ક્રમે ક્રમે ફેલાવાયા છે. જે ક્રમે ક્રમે સંસ્કૃતિને અને તેના પ્રતિકને નષ્ટ કરે છે.
અ. પરંપરાગત રાજ્યનીતિ દૂર કરી જીવનમાં પ્રાગતિક રાજ્યનીતિ વગેરેને પાયો નાંખવા માટે ઈંગ્લાંડે નેશનલ ઇંડિયન કોંગ્રેસ વગેરે દ્વારા ભારતમાં રાષ્ટ્રવાદ મુખ્યપણે ફેલાવ્યું છે. અને બીજા દેશમાં પણ એવી જ પોતે આપેલી શિક્ષાથી શિક્ષિતે તૈયાર કરી તેઓ દ્વારા રાષ્ટ્રીય સંસ્થાઓ સ્થપાવી તે સંસ્થાઓને સ્વરાજ્ય આપવા દ્વારા ફેલાવ્યો છે.
જ. દરેક દેશના સ્વતઃ ચાલ્યા આવતા પરંપરાગત આર્થિક તંત્રો દૂર કરી, તેને સ્થાને શ્વેતઆંતરરાષ્ટ્રીય અર્થતંત્રના એકઠાં લાગુ કરવા માટે સમાજવાદ ફેલાવવવામાં આવ્યો છે. તેનું પ્રેરક પ્રાયઃ જર્મની હતું. જે નીતિ સ્થાપવાના ઉદ્દેશથી ભારતમાં પણ અઢળક સંપત્તિનો પ્રવાહ વહેવડાવવામાં આવે છે. અહીંનું સ્વરાજ્યતંત્ર તેના રક્ષણ અને પ્રચાર માટે વ્યવસ્થિત કામ કરી રહેલ છે.
૪ આ બે વાદની સહાયથી પણ પરંપરાગત સાંસ્કૃતિક જીવનતના મૂળ ઘણાં ઉંડાં હોવાથી ઉખડી ગયા શિવાયના જે કાંઈ અવશેષો ટક્યા હોય, તેને બળજબરીથી પણ ઉખેડીને ફેંકી દેવાને કાર્યક્રમ સફળ કરવા સામ્યવાદ રશિયા તરફથી ફેલાવાયેલ છે. તેમાં દરેક વેતપ્રજાના રાષ્ટ્રોને સક્રિય ગુપ્ત ટકે છે જ. એ ઉંડા અભ્યાસથી સમજી શકાય તેમ છે. પરસ્પરનું વૈમનસ્ય દેખાવમાત્ર જ છે.
હું દુનિયાની રંગીન પ્રજાઓ મોટે ભાગે પ્રગતિવાદમાં ગુંથાતી જતી હોવાથી, તેને બરાબર પૂરે આકાર આપવા માટે સર્વોદયવાદ અમેરિકા દ્વારા ફેલાવાયેલ છે. સંસ્કૃતિ લગભગ રંગીન પ્રજાઓમાંથી નષ્ટ થઈ ચૂકી હશે. ( ૩ ત્યાં સુધીમાં કતપ્રજા દુનિયાના સવદેશમાં એટલી પરાકાષ્ટાએ પહોંચેલી હોય, અને બીજી પ્રજા તેના નિયંત્રણ નીચે એટલી હદ સુધી આવી ગયેલી હોય, કે-જે કદી સામનો કરી શકે જ નહીં. જેથી એ કૃત્રિમ વિશ્વશાન્તિ વ્યાપકરૂપે સ્થપાય. જેના પ્રચાર માટેના શબ્દોચ્ચારે એકી અવાજે બધા રાષ્ટ્રો આજે કરી રહ્યાં છે.
ભવિષ્યની ઉછરતી પ્રજાને પાછલા બનાવને ખાસ ખ્યાલ ન રહે, તેથી આગળ આગળના વાદમાં શિક્ષણ, વર્તમાનપત્ર આદિના પ્રચાર અને આર્થિક સહાયથી ઉત્તરોતર વધતી જતી ઉચ્છરતી પ્રજાની Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org