Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
સારભૂત રહસ્યો
www આજે ભાગ્યે જ કઈક માને, છતાં આજની હિલચાલેની પાછળના
સમ્યગ્દષ્ટિ આત્માઓએ સમજવા ગ્ય કેટલાંક સત્ય. ૧. કઈ પ્રજાપતિ, કે બાવા આદમ વગેરેએ રચના કરી અને જૈન શાસ્ત્રકારો ઋષભદેવ ભગવાને ચાર પુરુષાર્થના આધાર ઉપર સંસ્કૃતિની રચના કરી. એમ સમજાવે છે. જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એટલે કે આર્થિક, સામાજિક, રાજ્યકીય વગેરેના વ્યવહારોની વ્યવસ્થા છ સ્થાનકના આધ્યામિક આદર્શો ઉપર રચાયેલી છે. જેમાં માનવજીવનની તમામે તમામ એગ્ય બાબતોને સમાવેશ થઈ જાય છે. જે દુનિયાના કેઈપણ ધમ માનનાર લોકોના જીવનમાં એક યા બીજારૂપે વણાઈ ગયેલી છે. માનને સન્માર્ગે લઈ જવા માટે આ સિવાય બીજો કોઈપણ ઉપાય નથી,ને હોઈ શકે જ નહિં. ત્યાર પછીના તીર્થકર ભગવંતે, બીજા મહાસંત, સંતો વગેરે એને જ મજબૂત કરતા આવ્યા છે. તેની જ ખાતર જીવન સર્વસ્વના ભોગે આપ્યા છે, અને તેથી જ અશાતિમિશ્રિત જગતમાં શકય શાન્તિ રહેતી આવે છે. ધર્મ અને તેની સંસ્થાઓઃ ધર્મો તથા ધર્મગુરુઓઃ સંસ્કૃતિના જવાબદાર અને ખમદાર રક્ષકે છે. આમ છતાં–
૨. સુવ્યવસ્થા માટે પોલીસ, લશ્કર, શિક્ષણ, પ્રચારક સાધનો, વ્યવસ્થાતંત્ર, મોટા ઉદ્યોગ વગેરે વિશાળ પાયા ઉપર વધવા છતાં શાન્તિને બદલે અશાન્તિના પ્રવાહે જાહેરમાં અને ગુપ્ત રીતે આજે વહેતા હોવાનું દરેક બુદ્ધિવાનને કબુલ કરવું પડે જ છે.
૩. આ અશાન્તિથી બચવા માટે “કદમ મિલાકે ચલે,” એમ કહીને વેત પ્રજાની પાછળ જવાનો સચોટ ઉપદેશ આજે આપવામાં આવે છે. સાથે એમ પણ કહેવામાં આવે છે, કે “ જે સાથે નહીં ચાલીએ, તે આપણે પાછળ પડી જઈશું. અને અને આપણે નાશ થશે” તેથી નાશની શંકા તે તેના મનમાં ઉભી જ છે.
હિસ્તીઓને આ ઉપદેશ સ્વતંત્ર બુદ્ધિમાંથી જન્મવા કરતાં “ પાછળ આવવાનું ” ઈચછનારાઓ તરફના પ્રચારના પરિણામમાંથી જન્મેલ છે ? યા નહીં? તેને વિવેકપૂર્વક વિચાર કર્યા પછી જ તેને સ્વીકાર થઈ શકે.
૪. એ વાત નક્કી છે, કે-સર્વની હિતકારી એવી સંસ્કૃતિનું નેતૃત્વ અને માર્ગદર્શકપણું ભારતની આર્યપ્રજાનું જ વિશ્વમાં ચાલ્યું આવે છે. આ મુખ્ય કારણે ભારતીય આર્યપ્રજાને ભારતીય આન્તરરાષ્ટ્રીય સંબંધ દરેક દેશની પ્રજાઓ સાથે પ્રાચીનકાળથી ચાલ્યો આવતો હોય, એ સ્વાભાવિક છે.
૫. આપણે એ પણ કબુલ કરવું જોઇએ કે “ આજે સમગ્ર માનવી દુનિયા ઉપર એક યા બીજરૂપે
વેત પ્રજાના આર્થિક, સામાજિક, રાજ્યકીય, ધાર્મિક, નૈતિક, વૈજ્ઞાનિક, કળા-કૌશલ્ય, બૌદ્ધિક, Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org