Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 198
________________ [ રર૮ ] જીવનની વિવિધ કક્ષા પણ આ દોઢ લાખ ગ્રહોમાંથી બુદ્ધિશાળી જીવો કેટલા ગ્રહ પર વસતા હશે? ડે. યુરી રાતના મત પ્રમાણે બહુ થોડા ગ્રહો ઉપર. જીવન આપણી પૃથ્વીને જ ઈજારે છે, એમ કેમ માની શકાય ? આકાશગંગામાં સંખ્યાબંધ એવા ગ્રહ હોવા જોઈએ કે જેઓ વિકાસની વિવિધ કક્ષાઓમાંથી પસાર થઈ રહ્યા હોય. ત્યાં સનાતન ઉત્ક્રાંતિના ક્રમમાં જીવનનું સર્જન અને વિસર્જન થતું હશે અને તે નવાં નવાં સ્વરૂપ પ્રાપ્ત કરતું હશે. તા. ૨૬-૬-૬૦ જન્મભૂમિ અને પ્રવાસી જૈન શાસ્ત્રોમાં અસંખ્ય દ્વીપ-સમુદ્રોનું વર્ણન છે ત્યારે શું હાલના વૈજ્ઞાનિકે ધર્મોમાં પ્રવેશવા ધામિકેને રાજી કરવા તે આવા હેવાલે બહાર પાડતા તો નહીં હેય ને? નમ્ર વિજ્ઞપ્તિઓ જૈનધર્મને રચનાત્મક ઉો સંપક માનવને સાચું વિશ્વદર્શન કરાવી યોગ્ય કર્તવ્યમાર્ગ ઉપર સ્થિર કરે છે. માટે તે વિશ્વ ઉપરનું અમૃત છે. અથવા તેથી પણ શબ્દને અગોચર એવું કાંઈક વિશેષ તે છે. જૈનધર્મ જૈનશાસન તથા તેના અંગ-પ્રત્યંગના જિજ્ઞાસુ સાધમિક બંધુઓ અને બહેનની જિજ્ઞાસા સંતોષાય તથા શ્રી જિનેપદિષ્ટ શાશ્વત ધર્મ: વિશ્વ-વ્યવસ્થા તત્ત્વજ્ઞાન અને તેના રહસ્યો: અને જે કારણે સર્વોપરિ જૈનશાસનનું વિશ્વમાં વિશિષ્ટ પ્રકારનું મહત્ત્વ અને અસ્તિત્વ છે, તે સર્વને વિશિષ્ટ વાચકોને સામાન્ય પણ ખ્યાલ આવે, તે સર્વને ધ્યાનમાં રાખીને, શ્રી તત્ત્વાર્થાધિગમ-સૂત્રને કેન્દ્ર બનાવી, જે કાંઈ લખાયું, તે આ ગ્રંથરૂપે આપ સૌની સામે છે. હુ તથા પ્રકારને લેખક નથી તેમજ તથા પ્રકારનો વક્તા નથી એ સુવિદિત છે, છતાં શાંતવિચારણુઓ અને ચિંતામાંથી તરી આવેલા કાંઈક સારની આ ગ્રંથમાં ઝાંખી થશે. અતિપરિમિત સાધના અને લગભગ એકલે હાથે પ્રયાસ: તેથી ગ્રંથના સર્જનમાં ઘણી ઘણી ખામીઓ રહી જવા પામી છે, તે નિવારી શકાઈ નથી, તે મનમાં ખટકેલ છે. - ભાષા અને વાકયરચનાઓની ખામીઓ તે ઘણું જ છે, શુદ્ધિપત્રકમાં છાપકામનું ઘણું પરિમાજન કરવા છતાં વાચક મહાશયને ગ્રંથ ઘણું સંભાળપૂર્વક વાંચવાને ને રહી ગયેલ ખલનાઓ સુધારવાને બેજે રહેશે. વિષયના સંદર્ભમાં વાક્યરચનાની કે જરૂરી શબ્દોની ખામીઓ જણાશે, તે વિષયના સંબધથી પૂરી લેવી પડશે. વિષયોના તુટક-તુટક સંબંધે સંપૂર્ણ વાચન બાદ ગ્યસંબંધે વિદ્વાન વાચકાએ જાતે જ જોડી લેવા પડશે. ખ્યાલફેરથીઃ મળેલી હકીકત બરાબર ન હોવાથી સમાજના કે સ્મૃતિના દોષથી શાસ્ત્રોક્ત બાબતોમાં વસ્તુસ્થિતિથી વિરુદ્ધ લખાયું હોય, તે બાબત મિચ્છા મિ દુક્કડે દઈ હાલમાં તે ક્ષમા માગવા શિવાય બીજો ઉપાય નથી, છતાં જે જે સુચનો મળ્યાં છે, તે બન્નેય ભાગમાં પાછળ ફેંક્યા છે. મારા પિતાના ખ્યાલમાં આવ્યા તેને પણ સુધારવાનું શક્ય પ્રયત્ન કરેલ છે, છતાં વિસ્તૃત લખાણમાં ઘણી ઘણી ખામીઓ અને ભૂલે લેવાને ઇન્કાર કરી શકાય જ નહીં, તે સર્વ દરગુજર કરી સુધારી વાંચવા વિપ્તિ છે. જનશાસનના અદ્દભુત ગ્રંથ શ્રી તવાર્થાધિગમ સૂત્રને આ રીતે પ્રસિદ્ધિમાં લાવીને શ્રી થશેવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને શ્રી જૈન શ્રેયસકર મંડળ-મહેસાણા સંસ્થાએ એક સાહસિક કર્તવ્ય પાર પાડયું છે. તેના ઇતિહાસમાં કદાચ આવડો મોટો ગ્રંથ પ્રસિદ્ધ કરવાનો આ પહેલો જ પ્રસંગ હોય. આશા છે, કે-જૈનધર્મ અને શાસનને સમજવામાં સંસ્થાના આ પ્રયાસ ઘણો સહાયક થશે. Jain Education International “ વિ વિન-કવન નિર્વાદ મવતિ ” સંબંધકારિકા ૨૭ ભા. ૧ ૫૦ . www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223