Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 188
________________ [ ૧૮ ] રાંખીને તેની રક્ષાની સૂચના કરી છે. તે પોતાની નિવૃતિ-પ્રિયતા વ્યક્ત કરવા સાથે નિવૃત્તિપ્રિય લોકોના ઠપકાથી બચવા માટે શબ્દછળથી યુક્તિ કરી છે. એ જ પ્રમાણે પ્રવૃત્તિ વિષે પણ અર્થાન્તરલક્ષી શબ્દછળ કરવામાં આવેલો છે. પોતે ધારેલી પ્રવૃત્તિને સમુચિત પ્રવૃત્તિ તરીકે સમજને-સમુચિત શબ્દ વાપરી આધ્યાત્મિક વિકાસમાં હાનિકારક હોય તેવી પ્રવૃત્તિને વિરોધ કરનારા તરફના ઠપકાથી બચવા અદ્દભૂત રીતે શબ્દછળાને આશ્રય લેવાયો છે. - ઈત્યાદિ સ્પષ્ટ કે ગર્ભિત શુદ્ધ ધમ ઉપર સીધા આક્ષેપ છે. “ધમ જેવી ચીજ નથી. અથવા તેની જરૂર નથી એટલું જ નહીં, પરંતુ તે એક હાનિકારક તત્વ જગતમાં છે.” એવો વનિ ઉક્તપત્રમાં ખુબીથી વણી લેવામાં આવ્યું છે. તેનું પ્રમાણ “માનવતાન્ય વગેરે” ઉપર જણાવેલી પહેલી બે લીટીમાં જ આવતા શબદથી મળી રહે છે. (૬) ધર્મને સર્વસ્વ માનનારાઓની ફરજ થઈ પડે છે, કે ધર્મની રક્ષામાં તેવા બાધક વિચારે– વિચારકો અને તેના પ્રચારની ઉપેક્ષા અતિચાર કે અનાચારરૂપ બની જતા હોય તે તેનું ઘટતું પ્રાયશ્ચિત આવ્યા વિના ન રહે. (૭) પ્રત્યેક લખાણમાં અજ્ઞાન અને અર્ધદગ્ધ લોકોને આંજી નાંખવા માટે બનતાં સુધી જૈનઃ વૈદિકઃ બૌદ્ધ-દશને કે ધર્મોના ને શાસ્ત્રોના નામો આગળ કરવાની ફેશન થઈ પડી હોવાનું જોઈ શકાશે. (૮) વચ્ચે એક વાકયમાં “સમયના દંડની અસર ને બિરદાવી છે. પરંતુ આજે જગતમાં પ્રગતિના નામથી ચાલી રહેલી ઉત્થલ-પાથલઃ માનવકૃત છે. સમયકૃત-કાળકૃત નથી. છતાં તેને સમયકૃત-કાળકૃત મનાવવાને પ્રપંચ શરૂ થયો છે. તેને પંડિતજી પણ સાચી વસ્તુસ્થિતિ માને છે, ત્યાં જ તેઓ ગંભીર થાપ ખાય છે. બીજી પ્રજાને સ્પષ્ટ રીતે એકંદર હાનિ કરનાર વર્તમાનમાં કરાતી પ્રગતિ હોવાથી જનતા તેને ચલાવી લઈ ન શકે, અને જનતાના રોષથી બચવા દોષને ટોપલે સમય-કાળ ઉપર નાંખવાની યુક્તિ કરવામાં આવી છે. તેને સમયકૃત મનાવવામાં આવે છે. જે અસત્ય છે. સમયમાં કાળમાં થાય છે. પરંતુ સમયકૃત-કાળકૃત નથી. પરંતુ માનવકૃત છે. આ બાબત બીજે સ્થળે વિચારેલી છે. ત્યાં જેવું. પરપક્ષની છાવણીમાં કેવી ખુબીથી પંડિતજ પિતાનું સ્થાન જમાવે છે? (૯) જ્યારે આજની ભૌતિક ભભક ગમે તેટલી આકર્ષક જણાતી હોવા છતાં સમગ્ર માનવો માટે એકંદર આત્મવાદી આધ્યાત્મિક આદર્શોના પાયા ઉપરની જીવન-વ્યવસ્થા જ પરિણામે વધારે સુખકર ને હિતકર છે. તેમાં સર્વ બાજુઓનું સમતોલપણું જળવાયેલું છે. તેના સંશોધકેઃ પ્રચારકેઃ માગ દર્શકા વગેરે મૂળ પુરુષો જેમ બને તેમ દુન્યવી સ્વાર્થોથી પર તથા કેટલાક તે સંપૂર્ણ વીતરાગદશાના પુરુ હોય છે. તેઓના મતે ચાર પુરુષાર્થની જીવન-વ્યવસ્થા જ મુખ્યપણે વ્યાવહારિક અહિંસા છે. તે વિનાની અહિંસા માત્ર શાદિક અહિંસા જ નથી, પરંતુ મહાહિંસારૂપ છે. આ સાચી વસ્તુસ્થિતિ છે. એ ભૂમિકારૂપ અહિંસાથી જ અનેક પ્રકારની પારમાર્થિક અહિંસા ફલિત થઇ શકે છે. બીજી કોઈપણ નહીં જ. (૧૦) માટે જ “ગીતાર્થ મહાત્માઓને હાથે ઝેરને યાલો પી જવો સારે, પરંતુ અગીતાર્થને હાથે અમૃતને ઘૂંટડે પણ સારે નહીં.” શાસ્ત્રકાર મહાત્માઓની આ સૂચના ઘણું જ મહત્ત્વથી પરિપૂર્ણ છે. (૧૧) છતાં–ગુણગ્રાહકપણાની દૃષ્ટિએ જોઈએ તે પંડિતજીનું ભાષાસૌષ્ઠવઃ તેના ઉપર ઉંચા પ્રકારને કાબુ: આધુનિક પદ્ધતિના અનેક દષ્ટિબિંદુઓપૂર્વકની વિષયોની વિવિધલક્ષી છણાવટઃ સંશોધનીય મુદ્દાઓની પ્રચુર છણાવટઃ વ્યવસ્થિત આધુનિક સંપાદન શક્તિઃ ઘણુ શાસ્ત્રો અને ગ્રંથનું વિશાળ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223