Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 191
________________ [ રર૧ ] કેમકે બધી વસ્તુ બધાને સમકાળે ચતી નથી હોતી “ યુવાનના દિલને આકર્ષતી રમણીય યુવતિ ધૂળમાં રમનારા બાળકોના દિલને આકર્ષી શકતી જ નથી.” એમ કવિઓ પણ કહે છે. ભવભૂતિ કવિએ પણ કહ્યું છે, કે – उत्पत्स्यते च मम कोऽपि समान-धर्मा कालो ह्ययं निरवधिर्विपुला च पृथ्वी ।। “કાળને અવધિ નથી, અને પૃથ્વી વિશાળ છે, માટે કંઈક તો કયાંક મારા જેવો ઉત્પન્ન થઈ આવશે” [ કેઈકને પસંદ પડશે, ને તે આકર્ષાઈ સદુપયોગ કરશે. ] ભારવિ કવિએ પણ કહ્યું છે, કે – હિત મનો-દારિ જ વI હિતકારી અને મનહરઃ એ બન્નેય ગુણોવાળું વચન તે દુર્લભ છે. (બેમાંથી એક ગુણ તે કદાચ મળી આવે.) તેમ છતાં–કે એ પણ પ્રસંગ આવી જાય, કે બીજા કોઈને લાભ ન પણ થાય, તો પણ હિતબુદ્ધિથી કહેવામાં દોષ નથી. એમાં શ્રી ઉમાસ્વાતિ વાચક મહારાજા પણ પૂરી રીતે સમ્મત છે. (સંબંધકારિકા ૨૯-૭૦) તેથી આશદેષના અભાવની ખાત્રી કરી ચૂકેલા સજજનેની કુપાવૃષ્ટિ વગર માગ્યે જ સહજ રીતે જ વર્ષવાની અમારી આશા અસ્થાને નથી. ૧૫ ઉપસંહાર ૧ આજે માનની સામે બે પ્રશ્નો છે. આધ્યાત્મિક વિકાસરૂપ ધર્મને આશ્રયે ચાલતી ચાર પુરુષાર્થની જીવન સંસ્કૃતિથી એકંદર માનવને લાભ છે? કે ન્યાય, નીતિ, સદાચાર અને આધ્યાત્મિક વિકાસરૂપ ધમથી અનિયંત્રિત (પુરુષાર્થતા રહિત) અર્થ અને કામઃ માત્રથી જ જનતાને એકંદર લાભ છે ? ૨ એક તરફ જગતભરના સર્વ ધર્મો છે. બીજી તરફ આધુનિક વિજ્ઞાનના આધાર ઉપરના પ્રગતિશીલ ગણાતા લે છે. આમ સંસ્કૃતિ અને પ્રગતિની લડાઈ ચાલુ છે. ૩ જે ધર્મ કરતાં આધુનિક પ્રગતિથી જનતાને પરિણામે એકંદર લાભ જ હોય, તે સર્વ ધર્મગુરુઓએ મળીને “હવે ધમની જરૂર નથી.” એમ જગતમાં જાહેર કરી દેવું જોઈએ અને પોતે ધર્મગુપણાના સ્થાનને છોડીને કઈ પણ બીજા કાર્યોમાં લાગી જવું જોઈએ. અને “આધુનિક અનાત્મવાદી ભૌતિક જીવન ધોરણથી જનતાને લાભ છે.” એમ જાહેરમાં એકરાર કરી, જાહેર કરી દેવું જોઈએ. જ નહીંતર, દરેકે મળીને સવેતામુખી પ્રયત્નથી ધર્મનું બળ વધારે મજબૂત કરી, જનતાને તેમાં વધારે મક્કમ બનાવી ધીભાવની ગુંગળામણથી છોડાવી દેવી જોઈએ. એક જ નિર્ણય લેવો જોઈએ, કે “ધમ એ જ શરણ છે.” “રક્ષિત ધમ જ રક્ષણ કરનાર છે. શિવાય, પરિણામે નાશ છે.” ખ્રીસ્તી ધર્મ પણ આત્મવાદી ધર્મ અને ધર્મપ્રધાન સંસ્કૃતિને પક્ષપાતી છતાં તેના ધર્મગુરુઓ પૂર્વના મહાસંતોની વ્યવસ્થાથી જુદા પડી જઈ આધુનિક વિજ્ઞાનના-ધર્મથી અનિયંત્રિત ભૌતિક જીવન રણને માત્ર પિતાના ધર્મના પ્રચાર માટે અને તેને સર્વવ્યાપક વિશ્વધર્મ બનાવવાની લાલચે સહાયક થઇ રહ્યા છે. એ એક વિશ્વના ધાર્મિક ક્ષેત્રમાં મેક અનિષ્ટ ઉત્પન્ન થયું છે. અને બહારથી તેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223