Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 189
________________ 1 ૨૧] વાંચનઃ તેમાંથી તારવવામાં આવતી અનેક જ્ઞાતવ્ય બાબતેથી તેમનું સાહિત્ય જરુર એક જાતનું આકપૈણુ ઉત્પન્ન કરે છે. તેમાં શંકા નથી. પરંતુ ખડી સાકર નાંખીને કહેલું સો મણ દૂધ તેમાં પડી ગયેલા કાળક્ટ વિષને કારણે કેઈના પણ ખપને લાયક રહેતું નથી. પરંતુ તેને એવી રીતે ઢાળી દેવું પડે છે, કે જેથી બીજા જંતુઓનું મરણ ન નિપજે. તે પ્રમાણે તેમનું સાહિત્ય અનામવાદી ભૌતિક જીવન વ્યવસ્થાનું અને કૃત્રિમ વિશ્વશાંતિનું સમર્થક હોવાથી આત્મવાદી આધ્યાત્મિકતાપ્રિય ધાર્મિક આત્માઓ માટે તે સવથા ત્યાજ્ય બની જાય છે. નહિંતર, આત્મગુણોને ઘાતરૂપ ભાવમરણનું તે કારણભૂત બની જાય તેમ છે. ફરજની રૂઇએ આ સત્ય અમારે ઉચ્ચારવું પડે છે. [ 2 ] અનાત્મવાદી ભૌતિક વિજ્ઞાનના પ્રચારને મુખ્ય હેતુ ૧ જગતમાં પ્રગતિશીલ ગણાતી એક પ્રજાએ અનાત્મવાદી ભૌતિક વિજ્ઞાનને આશ્રય એટલા માટે લીધો છે, કે—“તેના બળથી બીજી પ્રજાઓને હત–પ્રહત કરી શકાય. અને તેઓની ભૂમિ વગેરે કુદરતી અને માનવોત્પાદિત સંપત્તિઓ પોતાના ભાવિ સંતાનો માટે ક્રમે ક્રમે દૂરના પણ ભવિષ્યમાં હાથ કરી શકાય, અને તે સર્વને તેઓની જ ભાવિ સગવડ માટે વિકસિત કરી શકાય, એટલે હાથ કર્યા પછી પણ તેના વિકાસ માટે સીધી કે આડકતરા અનેક પ્રયત્નો તેઓ તરફથી ચલાવરાવાય છે.' આ સ્થિતિમાં પ્રજાનું રક્ષણ ધર્મ અને તદનુકૂળ સાંસ્કૃતિક જીવન થોડેઘણે અંશે પણ કરી રહેલ છે. તે ધર્મ અને તદનુકૂળ સાંસ્કૃતિક જીવનને પ્રજાના જીવનમાંથી ક્રમે ક્રમે લુપ્ત કરવાની ગણત્રી સાથે વિજ્ઞાન અને તદનુકૂળ જીવનધોરણોને ઉપયોગ કરવાનો હોય છે. - ૨ ધર્મપ્રધાન સાંસ્કૃતિક જીવનધોરણોને લુપ્ત કરવાનું પ્રધાનશસ્ત્ર તે તે જીવન-ધારણમાં અપ્રામાણિક્તાઃ હાનિકારક્તા: રૂઢિપણું અંધશ્રદ્ધાપણું અનુપાદેયતાઃ હેયતા વગેરેને આરેપ કરવો તે છે. તે કાર્યમાં પંડિતજીનું સાહિત્ય તેઓને ઘણું જ ઉપયોગી થાય તેમ છે. અને ભવિષ્યમાં તે સાહિત્યની સહાય પડે. ધર્મ અને સ્વત્વમાં શિથિલ બનતી જતી પેઢીઓના સંતાનને સર્વથા સન્માગ ચૂત કરવામાં આધુનિકતાની આંતરરાષ્ટ્રીયતાના મુત્સદ્દીઓને ખૂબ ફાવટ આવે તેમ છે. માટે તે સાહિત્યની પ્રાગતિક વિચારોમાં મહત્તા અને પ્રતિષ્ઠા સ્થાપિત કરવામાં આવતી હોય છે. ! આ દૃષ્ટિબિંદુઓથી વિચારી જોતાં તેમનું સાહિત્ય મહાઉન્મા–પ્રવતકરૂપે મહાહિંસાપ્રવર્તકરૂપે જગતમાં અસ્તિત્વ ધરાવતું થયું છે. એમ કેઈપણ સજજન સ્વીકાર્યા વિના રહેશે નહીં. તે સાહિત્યના સંપર્કથી બચાવવાને હેતુ અંશે પણ જળવાય તે આશયથી આટલી સ્પષ્ટતા કરવામાં આવી છે. આજનું મોટામાં મેટું કર્તવ્ય એ મથાળા નીચે અપાયેલા પાંચ વર્ગો કરતાં આ જુદા જ છઠ્ઠા વગરનું સાહિત્ય છે. એમ સમજવું જોઈએ. ૪ તેમનું સઘળું સાહિત્ય પ્રમાણભૂત અને યોગ્ય પૂરાવાઓથી રચાયેલું જ હોય છે, એવું પણ નથી હોતું. તેમાં સેંકડો હેત્વાભાસો ભર્યા હોય છે. તથા વિષયના તલને સ્પર્શવાને બદલે પોતે જ માનેલા આદર્શને પુષ્ટ કરવામાં અનુચિત પ્રયાસો પણ મોટા પ્રમાણમાં દૃોચર થાય છે, પરંતુ તત્વના અજ્ઞાન કેટલાક જૈન કે જૈનેતર વાચકને તેમાંની ગંભીર ભૂલ “ કયાં? અને કેવી રીતે છે.” તે ધ્યાનમાં આવી શકતી નથી દેતી ને કેટલાક તે એકબીજાની પાછળ અંધશ્રદ્ધાથી દેરવાતા હોય છે. ૫ જૈનધર્મ જેવી જગતની મહામૂલી વિશ્વસંપત્તિને ફટકો મારનારે તેના જ અનુયાયીઓમાંથી મળી આવે, તેનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય આજના ગૌરાંગ સ્વાર્થી મુત્સદીઓ ખૂબ સારી રીતે જાણતા હોય છે. અને તેથી જ તેની ખ્યાતિને સર્વત્ર ફેલાવવાના આડકતરા પ્રયત્નો તેઓ અને તેઓના એતદેશીય અનુયાયિઓ કરતા હોય છે. આ લખાણને કેાઈ સજન પુરુષે ઇ-ભાવમાં ન ઘઢાવે એટલી સ્પષ્ટ વિજ્ઞપ્તિ છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223