Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૧૬] છે, તે જ સંકેતને પરિણામે ધર્મગુરુ લામાનું ભારતમાં બૌદ્ધધર્મના પ્રચાર માટે આગમન થયું છે. વગેરે સૂમ રહસ્યો છે.
૩. આમ આજના તબક્કે સંસ્કૃતિ અને પ્રગતિના મિશ્રણને પ્રચાર કરનારા અજાણતાં પણ ભારતના સંસ્કૃતિ, ધર્મો અને પ્રજાના મૂળભૂત હિતને દૂર-દૂરના દોરીસંચારોને બળે પારાવાર નુકશાને પહોંચાડી રહ્યા હોય છે. તેમ કરવામાં તેઓને આશયદોષ નથી હોતો, પરંતુ વિદેશીયોની હથિયાર બનાવી લેવાની કુશળતાના ભોગ બની જવાનું હોય છે.
- આવી રીતે ઉપયોગમાં આવતી વ્યક્તિઓની પણ નાની-સુની સંખ્યા ભારતમાં નથી. સર સર્વપલીઓને નિર્દેશ તો અહીં ઉપલક્ષણમાત્રરૂપે કરવામાં આવે છે.
૧૩ પંડિત સુખલાલજીના સાહિત્યની મહાઘાતકતા
[ 1 ] તેમના સાહિત્યની આત્મઘાતક્તા: ૧ પંડિત સુખલાલજીનાં સાહિત્યને ઊંડાણથી અભ્યાસ કરી જોતાં સ્પષ્ટ રીતે માલુમ પડી આવે છે કે તે જેન–શાસનઃ સંધઃ ધર્મ અને એકંદર આત્મવાદનાં સર્વ ધર્મો માટે ભારતમાંયે એક અસાધારણ ફટકારૂપ છે. માટે જ વર્તમાન પ્રગતિમાં તેમને યશ કલગી મળવાની સંભાવના ગણી શકાય. તેનું સર્જન અનાત્મવાદી ભૌતિકવાદના અંતિમ આદર્શોને સામે રાખીને જ કેમ જાણે લખાતું હોય તે રીતનું સર્જન ભારતના મુખ્ય પ્રાચીન આત્મવાદી ધર્મોને તે તરફ ઘસડી જવાના સંગીન પ્રયાસ રૂપે જ જણાઈ આવે તેમ છે. સર્વમુખી તુલના ઘણું એાછા લોકે કરતા હોય છે. તેથી આ સત્ય એકાએક ભલભલા વિદ્વાને નામે ધ્યાનમાં આવી શકતું નથી; તેમાં કેઈવાર સ્પષ્ટ રીતે, અને કોઈવાર ગૂઢ રીતે સૂચિત કર્યાનું જોઈ શકાય છે, કે– અનાત્મવાદ અને તેના આધાર ઉપરનું વતન માન પ્રાગતિક જીવન જ માનો માટેનું હિતકર અને આદર્શ જીવન છે” આ સૂર તેમના પ્રત્યેક લખાણમાં એક યા બીજી રીતે લખાયેલું હોય છે.
૨ તેમના લખાણમાંથી આત્મવાદી જીવનધેરણના સિદ્ધાંત અને મંતવ્યોના શાસ્ત્રોનું ખાસ કરીને સીધે-સીધું અને સ્પષ્ટ ખંડને મળશે નહિં, પરંતુ “તે શાસ્ત્રોના વિધાને જ અનાત્મવાદી-ભૌતિક
આદર્શોના પ્રતિપાદનનું સમર્થન કરતા હોય છે.” એમ વાચકેના મગજમાં યુક્તિઓ લડાવીને કસાવવા પ્રયત્ન હોય છે. એ રીતે તેના ખંડન કરતાં વધારે જોરદાર ઉપાય તરીકે તેને ઉથલાવી નાંખીને તેને જુદા જ સ્વરૂપમાં રજુ કરી જુદી જ વસ્તુસ્થિતિ અને આશય સ્થાપિત કરી દેવાતો હોય છે.
૩ તેરાપંથ (૦ ) સંપ્રદાયને લગતી ચર્ચાની એક પુસ્તિકામાં તેમના પુત્રને છેડે ભાગ શરૂઆતમાં છપાયેલો છે. જેમાં તેમણે પરંપરાગત પ્રાચીન ધર્મ માત્ર ઉપર–માનોને અવળે રસ્તે દોરવવાને શબ્દાન્તરથી સખ્ત આક્ષેપ કર્યો છે. અને તેવા ધર્મોથી છૂટા પડવાના વિચારને વાસ્તવિક ગ્રંથિભેદ તરીકે ખુબીથી એાળખાવેલ છે. ભયંકર અજ્ઞાન અને ભ્રમણુઓની ગાઢ ગાંઠના નાશ પછી જ ગ્રંથિભેદ થાય, ને પછી સમ્યગદર્શનની પ્રાપ્તિ થવાનું શાસ્ત્રોમાં વર્ણન છે, તેને તેઓ “કેઈપણ ધર્મને માને એ જ મિથ્યાત્વની ગાંઠ છે.” અને તેનાથી છૂટવું તેને ગ્રંથિભેદ તરીકે ઓળખાવવાને ઘણે ઠેકાણે પ્રયાસ કર્યો છે. તે પુસ્તિકામાંના પત્રની કેટલીક લીટીઓ નીચે પ્રમાણે છે.
___“ बहत पहिले से निवृत्ति मार्गकी एकांगी मानववाशून्य नींव इस देश में धर्मरूप में पडी । कइ शाखाएं इस में से निकली। सांख्य शाखा अन्तमें वेदाम्त संन्यासरूप में "आइ। शंकराचार्य जैसोंने नैष्कर्म्य फलित किया । पर उसका प्रन्थिभेद शुरु हुआ। उधर बौद्ध और
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org