Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[ ૨૦૬ ] છે, તે કાર્યો પ્રથમ યુને સંસ્થા લોકમત કેળવીને એક સામાન્ય ઠરારૂપે પ્રચાર કરતી હોય છે. તેને માટે યોગ્ય લેકમત કેળવાઈ ગયા બાદ પાકા કાયદા કરવાના થશે. અસ્પૃશ્યતાને કાયદાનુસાર નાશ જ થયો હોય તો હજી ઘણું કુટુંબમાં રજસ્વલાઓને ન સ્પર્શવાનો નિયમ પળાય છે. છતાં ગુન્હ ગણાતા નથી. એટલે કે વૈજ્ઞાનિક વ્યવસ્થાને વિરોધ કરી શકાય જ નહીં.
સમાનતાને સિદ્ધાંત યુકેમાં ઘડ્યો છે, પરંતુ તે તો એકપક્ષીય છે. અને પ્રજાના હિતના આંતરરાષ્ટ્રીય હેતુઓ માટે ઘડેલ છે. જે સમાનતા ન્યાયી અને પ્રામાણિક છે, તેનો કોઈથી વિરોધ કરી શકાય તેમ નથી. અને એ જ પ્રમાણે વિશેષતા વિષે ય સમજવાનું છે. પરંતુ સ્વાર્થી સમાનતા અને વિશેષતાનાં નિયમોમાં ન્યાય અને પ્રામાણિકતા સંતેષકારક રીતે નથી હોતા. અને એમ રાખવાના કારણોમાં આંતરરાષ્ટ્રીય રાજ્યકારી વાતાવરણ મુખ્ય હોય છે. તેને માટે સત્યાસત્ય મિશ્ર પ્રકારની પરિભાષાઓ અને ભાષા ઉભી કરવામાં આવી હોય છે. તેના ઊંડાણમાં સાચો ન્યાયઃ પ્રામાણિકતા અને નિષ્પક્ષપાતી માનવ કલ્યાણની નિર્મળ ભાવના નથી હોતી. ઉપરથી માનવ કલ્યાણ જણાય. એટલું જ.
ધમની જરૂર માનવજાતને હશે તે જ્ઞાતિઃ જાતિઃ કુળઃ ગોત્ર: નીતિઃ સ્પર્શાસ્પર્શ વગેરેની જરૂર રહેશે જ. અને જો ધર્મની જરૂર નહીં હોય, તે તેની આવશ્યકતા નથી. ભૌતિકવાદી પ્રચારકે મુખ્યપણે તેની બીજા જરૂરીયાતોને પ્રચાર કરતાં હોય છે. તેની દૃષ્ટિથી તે વ્યાજબી પણ હોય, છતાં ઘણું આત્મવાદીઓના મનમાં પણ એ પ્રચારની ગંભીર અસર થઈ હોય છે. જે માનવ કલયાણમાં ઘાતક છે.
આ રીતે સામાજિક જાતિ-જ્ઞાતિ સંસ્થાઓના સંચાલનમાં પણ મહાશાસનનું નિયંત્રણ હોય છે. તે પણ મહાશાસનના મૌલિક નિયમથી જુદી પડી શકતી નથી. છતાં આજે તે સંસ્થાઓ નાબુદ કરવાના આક્રમણે ચાલી રહ્યા છે. જૈનશાસ્ત્રમાં ઉચ્ચ-નીચગોત્ર કર્મની વ્યવસ્થા એવી મજબૂત છે કે-“ જૈનશાસ્ત્ર જાતિ-જ્ઞાતિ ભેદ માનતા નથી.” એમ કહી શકાય તેમ નથી. બીજા પણ પુષ્કળ પ્રમાણે છે.
[૭] શાસનને મુખ્યપણે નજર સામે રાખીએ. ૧ મહાશાસન શ્રી શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘમાં અને બીજા ધર્મના ગુરુ આદિ સંચાલકોમાં ધાર્મિક વ્યવસ્થાતંત્રરૂપે ગોઠવાયેલું છે. જ્ઞાતિઓ: જાતિઓ અને કુટુંબોના સંચાલનના આગેવાનોમાં સામાજિક વ્યવસ્થાતંત્રરૂપે, ચક્રવતિ અને રાજાઓમાં રાજ્યકીય વ્યવસ્થાતંત્રરૂપે, ધંધાથિઓના આગેવાનમાં આર્થિક વ્યવસ્થાતંત્રરૂપે સાંસ્કૃતિક સર્વ તંત્રના રક્ષક ધર્મગુરુ મહાજન અને તેના પ્રતિનિધિ સ્થાનિક આગેવાન મહાજમાં વ્યવસ્થાતંત્રરૂપે દેશ-વિદેશમાં વ્યાપક છે.
તે સર્વને આધુનિક પ્રાગતિક આંતરરાષ્ટ્રીય કાયદા અને તદનુસારના સ્વરાજ્યના બંધારણ તથા નવી નવી સંસ્થાઓ ઉથલાવી નાંખવા માટે આજે અસાધારણ પ્રયાસો કરડે માણસની તે કામે રોકાવટ અને અબજોના ખર્ચે તથા યુક્તિ-પ્રયુક્તિથી મેળવેલી લાગવગેથી કરી રહેલ છે. આ ભયંકર વિશ્વવ્યાપક મહાશાસનના અહિંસક વ્યવસ્થાતંત્ર સામે છે. તેથી સર્વથી તેનું રક્ષણ કરવાની સૌ માનવાની, પરંપરાગત સર્વ ધર્મગુરુઓની, રાજ્યકીય-સામાજિક-આર્થિક આગેવાની ફરજ છે. તેમાંયે સૌથી વિશેષ કરજ જૈન ધર્મગુરુઓની અને તેમાં પણ મૂળ પરંપરાના રક્ષક જવાબદાર અને જોખમદાર ધર્મગુરુઓની છે. તેઓની ઉપેક્ષા કે દુર્લક્ષ્ય વિશ્વના હિતોનું અસાધારણ ઘાતક બની જાય તેવી સ્થિતિ સર્જાતી જાય છે.
વર્તમાન પ્રગતિના પાછળના પ્રેરકાએ વર્તમાન પ્રાગતિક સાધનો એટલા બધા વિસ્તાર્યા છે, કે ધર્મગુરુઓ તેના પ્રભાવથી એટલા બધા વિશ્વાસમાં રહી ગયા છે, કે ધર્મના મૂળમાં ગોઠવાતી ભયંકર Jain Educatio nalsta સરગ તરફ પણ લક્ષ્ય જઈ શકતું જ નથી. એટલું જ નહિ, પરંતુ ધમની ઉન્નતિ થતી ભાસે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org