Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[ ૧] ૧૧. માટે જેમ બને તેમ માર્ગમાં રહી શાસન ઉપરના મહા આક્રમણ રોકવામાં સૌએ તત્પર રહેવાની પૂરતી જરૂર છે. લંબાણભયથી શાસનના બંધારણીય નિયમોને વધારે ખ્યાલ આપી શકાતે નથી. તેને માટે બીજા લેખે વગેરે જોવા તથા શાસ્ત્રો જેવા.
૧૨. અમારી તે નમ્ર વિજ્ઞપ્તિ એ પણ છે, કે તિથિ વિષયક જાહેરમાં ઉભો થયેલે ભેદ પણ જેમ બને તેમ જલ્દી દૂર કરીને શાસનનું તેજ વધારવા અને સ્થિર કરવાના કામમાં સોએ લાગી જવાની પૂરતી જરૂર છે. નહિંતર પ્રાચીન કાળથી ચાલ્યા આવતા શાસનને ઉથલાવી પાડવા માટેનું વર્તમાન શાસન તેની શી દશા કરશે ? તેની કલ્પના પણ ધ્રુજાવી દેનારી છે અને તેથી વિનાકારણે સામાન્ય જનતાના મનમાં અનેક પ્રકારના બુદ્ધિભેદના ભૂતોને પ્રવેશવાને અવકાશ પ્રાપ્ત થાય છે. અને પછી તેને નિવારવા માટેના અનેક પ્રયાસો સફળ થાય છે, કે નથી પણ થતા. અને તેની પરંપરા વધવાથી ભવિષ્યમાં શાસનના હિતને કેટલું નુકશાન થાય. અને ભવિષ્યમાં જેમતેમ ઉંધા-અવળા બંધારણીય નિયમો રૂઢ થઈ જાય અને તેને વિષે લેકેને આગ્રહ બંધાઈ જાય, તેના કેવા કેવા ભયંકર પરિણામ આવે? માટે બહુ જ સવેળા ચેતવાની જરૂર છે.
૧૩. આવી બીજી ઘણી ઘણી બાબતે છે. માટે નવા નવા ફણગા ઉભા ન થાય તેની શાસનના અગ્રગય પુએ બહુ જ સાવચેતી રાખવાની છે. તે સ્થિતિમાં તેઓ તરફથી તો ફણગા ન જ ઉભા થાય, એવી આશા રાખવી વધારે પડતી નથી. કેમકે સામે પક્ષે પહોંચી વળવાનું તત્વ ઘણું પ્રબળ અને વિરમૃત થતું જાય છે. અને તેને ખૂબ વેગ આપવાના ગુપ્ત પ્રયાસો અસાધારણ ગતિથી આગળ વધારાઇ રહ્યા છે. તે સ્થિતિમાં આપણે કેટલા સાવચેત થવાની જરૂર છે? તેને બદલે જે આપણે એટલામાં જ ગૂંચવાઈને ઉભા રહીએ તે પછી પરમાત્માના શાસન તરફની આપણું વફાદારી શી?
૧૪. બીજું એક સૂચન અત્રે કરવું જરૂરી હોવાનું અંગત રીતે જણાયાથી સૂચન કરવું ઉચિત સમજું છું. પંચાંગની બાબતમાં શ્રી સંઘે વિચાર કરવાની જરૂર તે હતી. પરંતુ સૌની સમ્મતિથી ચંડાશુગંડુને બદલે જન્મભૂમિનું પંચાંગ સ્વીકારાયું છે. જે જ્યોતિષના ચાર સાથે મળતું હોવાનું માનવામાં આવે છે. તે શ્રી શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘે સ્વીકાર્યું છે. એટલે ખાસ કરીને શ્રી તપાગચ્છની શાસનપરંપરાએ સ્વીકાર્યું. માટે તે સંબંધમાં કાંઈપણ કહેવું યોગ્ય નથી. છતાં એક બાબતમાં લક્ષ્ય દોરવું જરૂરી ગણું છું -એ પંચાંગ બહારની પદ્ધતિને અનુસરતું હોય, અને માત્ર લોકપ્રિયતા ખાતર જ ફલાદેશને સ્થાન આપતું હોય, તો તે માર્ગાનુસારી ન ગણાય. કેમકે આપણી સંસ્કૃતિમાં પ્રમાણભૂત ગણિત અને તદનુસારી શાસ્ત્રોક્ત ફલાદેશને પ્રમાણુ માનીને વતતું હોય, ભલે કદાચ તેમાં અનાભોગથી ભૂલ રહેતી હોય તે પણ તે માર્ગાનુસારી ગણાય. તે સિવાયનું પંચાંગ ઉન્માર્ગનુસારી ગણાય. શ્રી જૈનશાસન તેને ઉત્તેજન ન આપી શકે. કારણ કે જમાનાને અનુસરતું એટલે કે ખરી રીતે આધનિક પ્રાણતિક હોય, તે ઉન્માર્ગીનસારી હોવાથી ધમ, અર્થ અને કામ પુરુષાર્થના કોઈપણ કાર્યમાં તેની વસ્તુઓ, પદ્ધતિઓ, રીતરિવાજો વગેરે કોઈને ય ઉપયોગ ન કરી શકીએ, કેમકે તે મારા વતમાન પ્રગતિને એવી રીતે ટેકે મળે છે કે જેથી ધર્મપ્રધાન સંસ્કૃતિને ઉચ્છેદ થાય, જેથી શાસનને ટકવાને મુખ્ય પાયે જ તુટી પડતો જાય. આ જાતની સાવચેતી રાખવાને આપણે સિદ્ધાંત હોવાથી તેને જાળવો પડે તેમ છે. પરંતુ આ બાબત ઉંડી અને પાકી તપાસ કરતાં તે માર્ગનુસારી લેવાની ખાત્રી થાય, તે તે વિષે અમારે કાંઈપણ કહેવાનું રહેતું નથી. એ પ્રમાણે માર્ગાનુસારી પંચાંગ પસંદ કરવું એ અમારું મુખ્ય સૂચન છે. પછી તે ગમે તે હોય. જૈન કે જૈનેતર. જૈન પંચાંગ તરીકે જે કે શ્રી સાથે તેને સ્વીકાર કર્યો નથી. કેમકે તેનાં સંપૂર્ણ લક્ષણો તેમાં નથી હોતા. માત્ર તિથિ જેવા માટે તેને ઉપયોગ કરવાનો રાખેલ છે. સિવાય સંસ્કાર તો દરેક પિતતાની માન્યતા પ્રમાણે કરી લે છે. તે પણ જો દૂર કરી શકાય તે સોનું અને સુગંધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org