Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 177
________________ [ ૨૦૭ ] સીધી રીતે પ્રથમ ઉન્નતિ દેખાતી પણ હોય છે, ધર્મ કરવાની અનુકૂળતાઓ વધતી જતી દેખાતી હોય છે. પરંતુ પ્રસંગે પ્રસંગે એવા કાયદા થવાની ગોઠવણ ગોઠવાયેલી છે, કે જેથી ધર્મ અને સંસ્કૃતિ દબાતા જ જાય. અને પ્રજાનું આંતરિક બળ અને સર્વ હતપ્રહત થતા ચાલે છે. આ રહસ્ય ધર્મગુરુઓ વિના કોણ સમજી શકે ? અને કે તેને રોકી શકે? ૨ તેથી આજે એ સ્થિતિ ઉપસ્થિત થઈ છે કે જેમ બને તેમ મહાશાસનની વફાદારી ટકાવી - તેને મજબૂત બનાવવામાં સૌએ લાગી જવું જોઈએ. તેને આધુનિક કાયદા, બંધારણીય તો, બહુમત, સ્વતંત્ર મત વગેરે તોથી અલિપ્ત રાખવું જોઈએ. નહીંતર બારીમાંથી બારણું પડી જશે. આજે ધર્માચરણ વધ્યું છે, પરંતુ તે ક્ષણિક છે, તે ધ્યાનમાં રહેતું નથી. તે સાથે જ શાસન તરફની અસાધારણ ઉપેક્ષા વધી છે, એટલું જ નહીં, પરંતુ તેનું જગતમાં અસ્તિત્વ જ ભૂલાતું જાય છે. જેના ઉપર ધર્મને પૂરો આધાર છે. તે પાત્રભૂત છે, આધારરતંભરૂપ છે. જે પાયારૂપ છે. શાસન વિના ધર્મની વ્યાવહારિકતા અને પ્રાપ્તિ જ અસંભવિત બની જાય છે. એ રીતે શ્રી સંધની મર્યાદાઓ, શિરત, શાસ્ત્ર-આજ્ઞાઓ તરફ આદર અને પાલનની કટ્ટરતા ઘટતી જાય છે, અર્થાત્ ઉપેક્ષિત થતા જાય છે. ધાર્મિક સંપત્તિઓના રક્ષણ માટે કેટલાક તરફથી ધર્મક્ષેત્રમાં દરમ્યાનગિરી કરનાર કાયદા આવકારાય છે. તેનું મુખ્ય રહસ્ય તો એ છે, કે–“ ધાર્મિક સંપત્તિઓ ઉપર કાયદાને કબજે સ્થાપિત થાય છે. એ સંપત્તિઓનો ઉપયોગ બીજા અધાર્મિક અને પ્રાગતિક કામમાં કરવાની સગવડ વહેલીતકે પ્રાપ્ત થાય, તથા તેમાં ધર્મગુરુઓ અને ધાર્મિક પછી આડે આવી જ ન શકે.” આ મુખ્ય હેતુ હેય છે. આ બધું હવે આપણે વહેલીતકે સમજી લેવું જોઇએ અને શાસનના બંધારણીય મૂળભૂતતને વળગી રહીને તેનું સંચાલન સતેજ કરવું જોઈએ. અંગત માન્યતા. ખ્યાલો વગેરે તેના તેજને ટકાવવા વચ્ચે ન લાવવા જોઈએ. ૩. પાંચ વ્યવહારો, કલ્પો વગેરે તેના બંધારણીય શાસ્ત્રીય ઉલેખો છે. તેને આધાર લેતાં રહેવું જોઈએ. તેમજ પૂર્વાચાર્યોથી ચાલી આવતી પ્રવૃત્તિઓ, ઠરાવો વગેરેને ગ્ય રીતે સ્થાન આપતા રહેવું જોઈએ. તેની ઉપેક્ષા ન કરવી જોઈએ. એટલું જ નહીં પરંતુ શ્રી સંઘમાં કઈ પ્રવૃત્તિઓ એવી ચાલતી હેય, કે જેના શાસ્ત્રીય મુદ્દો કે પ્રવર્તક વ્યક્તિ કે ઇતિહાસ અપ્રાપ્ત હોય, તો પણ તેને ચાલુ રહેવા દેવા જોઈએ, તેની તરફ સામાન્ય જનતાને બુદ્ધિભેદ ન કરવો જોઈએ. છતાં કેઇ અનિષ્ટ દૂર કરવું હેય, તે શાસનની નીતિ-રીતિ, પદ્ધતિ, મર્યાદાથી દૂર કરવું જોઇએ. તથા મહત્ત્વના નુકશાનથી બચવા મદત્તરારેલું ને આશ્રય લઈને તેની છેડછાડ ન કરવી જોઈએ. નહીંતર જુદા જુદા અનેક માનસથી ઉઠતા વિકલ્પો પ્રમાણે શ્રી સંધ સૌને સ્થાન આપવા જાય, તો શ્રી સંધ જ ચુંથાઈ જાય, તેની નિયંત્રણશક્તિ જ હણાઈ જાય. આ પ્રમાણે સૌએ સમજવું જોઈએ. આજના વકીલ, બેરીસ્ટરો વગેરેને શાસનના બંધારણીય તને બિસ્કુલ ખ્યાલ નથી હોતો. પરંપરાઓ તથા પૂર્વાચાર્યોના ઠરાવો વગેરેને ખ્યાલ નથી હોતા. તેમજ વર્તમાન પ્રાગતિક આંતરરાષ્ટ્રીય કાયદાએ ધર્મ ઉ૫ર કેવી રીતે આખરે આક્રમણ કરનારા છે? તેને ખ્યાલ નથી હોતા. તેથી માત્ર વચલા ભાગ તરીકે તેની સાનુકૂળતાએ તેઓ આપણું સામે રજુ કરી શકતા હોય છે. અને આજે દરેક બાબતમાં તેઓની આગેવાની મુખ્ય થતી જાય છે અને ધર્મગુરુઓની ઘટતી જાય છે. કેમ કે રાજ્ય અને સતાતંત્રની એ જાતની ગોઠવણ છે. આ બાબત આપણે સમજી શકત્તા નથી. તેથી શાસન વ્યવસ્થાતંત્ર વધારે છિન્નભિન્ન થતું જાય છે. આ મોટામાં મેટો ભય અને અસાધારણ વિન આવી પડેલ છે. તેથી શાસનની રક્ષાની બાબતમાં કેવી કેવી રીતે ભયંકર મુશીબતો ઉપસ્થિત થઈ છે? અને થતી જાય છે? માટે નવા નવા સુક્કા અને બુદ્ધિભેદ કરનારા પ્રસંગો ન ઉભા થાય અને સામાન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223