Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
| [ ૧૩૪ ] ભેદ જ રહેવા ન પામે. એ આજની નવજાતિ અને નવરચનાને આદર્શ છે. અને તે તરફ સર્વની ગતિ થઈ રહી છે. બીજી તરફ શ્રી ભગવતીસૂત્ર વગેરેમાં શ્રી દુપરહરિ સુધી ચાલી પાંચમા આરાને છેડે પ્રભુ મહાવીરના શાસનનો વિચ્છેદ થવાનું જણાવ્યું છે.
આ પરિસ્થિતિમાં બેમાંથી ક્યું પરિણામ આવશે? તે બાબત શંકા પડી જાય તેવી સ્થિતિ છે, જો કે આજે હજી નવી સંસ્થાઓ નબળી હાલતમાં છે, પરંતુ પાંચ-પાંચવર્ષીય યોજનાઓ પછી શું થાય ? અને કયારે જોરમાં આવી જાય તે કહી શકાય નહીં. આ સ્થિતિમાં આપણા ભાઇઓને આવી સંસ્થાઓનું વિસર્જન કરવાને સમજાવવું જોઈએ તે પછી શંકા ન રહે. શ્રી શાસનની કાર્યવાહીમાં શ્રી સંઘમાં બેસીને તમામ ધાર્મિક હિતે કરી શકાય છે, કામ કરનારા તે એના એ જ હોય છે. છતાં પરંપરાગત પ્રભુની સંસ્થા સામે બીજી અને તે પણ સ્વતંત્ર સંસ્થાને મોરચો શા માટે ઉભો રાખવો? તે જ સમજાતું નથી. શ્રીસંઘની રીતે અને શ્રીસંઘના બંધારણ મુજબ શ્રી સંઘની પૂર્ણ સહાનુભૂતિથી શ્રી જૈનશાસનની પેટા સંસ્થા બનાવી દેવામાં આવે. તે પણ ખાસ વાંધો ન આવે. શ્રી સકળસંઘે સેપેલા પિતાને યોગ્ય કાર્યો આવી સંસ્થાઓ કરે. બીજી બાબતમાં માથું ન મારે તે યોગ્ય, અને ન્યાયસર છે.
ઉપસંહાર ભાઇ શ્રી નાગકુમાર આદિ બંધુઓને ખાસ જણાવવાનું ઉચિત છે, કે “ ભાઇઓ ! જે ચિંતામણિ સમાન જૈનધર્મ પ્રિય હોય, કલ્પવૃક્ષ સમાન જૈનશાસન તરફ વફાદારી હેય, શ્રી જૈન સંઘનું અનુયાયિપણું માન્ય હેય, શ્રી નાગમોની વિશ્વવિશિષ્ટતા સમજાઈ હોય અને ધમપ્રેરક ધાર્મિક સંપત્તિઓનું હાદિક રીતે રક્ષણ કરવાની બુદ્ધિ હોય તે નવી સંસ્થાઓની તદ્દન ઉન્માગતાના રહસ્યોનો વિચાર કરે. શાંતિથી-વિવેકથી વિચાર કરે. આવેશ, ગતાનુગતિકતા, પરપ્રત્યયને બુદ્ધિ અને અભિનિવેશઆગ્રહ વગેરે લાગણીઓ ક્ષણવાર દૂર રાખીને એકાંતમાં વિચાર કરે. ગચ્છાન્તર, સંપ્રદાયાન્તર અને ધર્માન્તરાથી પણ આવી સંસ્થાઓ આત્મવાદથી દૂર છે. કારણ કે-તે નવી સંસ્થાઓ કેવળ ભૌતિકવાદના આદર્શોની પોષક રીતે ઉત્પન્ન કરવામાં આવી છે. તે ધમ કરે છે, ધર્મની સેવા કરે છે, એ તો માત્ર લોકપ્રિયતા માટે કામચલાઉ નીતિ છે. ઘુસણનીતિને પ્રકાર છે. ધાર્મિક સંપત્તિ અને પરંપરાઓ ઉપર કબજો મેળવવાની પ્રાથમિક નીતિ છે. નીતિને એ તબક્કો પૂરો થયા પછી આત્મવાદના પ્રતિકને ભૌતિકવાદના પોષણ અને ઉપયોગમાં ફેરવી નાંખવાને મુખ્ય આદર્શ છે. વખત જતાં આજના પ્રમતિવાદીઓ કરતાં વધારે વધારે પ્રગતિવાદી યુવકેના સંચાલન નીચે જેમ જેમ એ સંસ્થાઓ આવતી જશે અને દેશમાં સામાન્ય જીવનધોરણ ઉપર પ્રગતિ જેમ જેમ આરૂઢ થતી જશે તેમ તેમ સંસ્થાઓ એ દિશામાં અસાધારણ પરિવર્તન ધારણ કરતી જશે.
એક વર્તમાન ઢબની સંસ્થાનો કટ્ટર અનુયાયિ શ્વેતામ્બર મૂર્તિપૂજક પરંપરાની માન્યતાને અનુયાયિ છતાં–તેનું સંસ્કૃતિની દૃષ્ટિથી સ્થાન ગચ્છાન્તરોસ્થાનકવાસી, તેરાપંથ, દિગંબર, સંપ્રદાયોથી બહાર સ્થાન ચાલ્યું જાય છે. એટલું જ નહિ, પરંતુ વૈદિક, બૌદ્ધ, ઇસ્લામ, ખ્રીસ્તી, શિંતે, તાઓ શીખ, યહુદી આદિમાંના કેઈપણુ આત્મધર્મના અનુયાયિથી પણ તેનું સ્થાન બહાર ચાલ્યું જાય છે. કારણ કે-એ ધર્મો આત્મવાદ અને ચાર પુરુષાર્થની ઓછે-વધતે અંશે પણ નજીક-માર્ગોનુસારી હોય છે. ત્યારે આ સંસ્થાઓની રચના અને ઉદ્દેશ ઉન્માર્ગાનુસારી હોય છે. વિદેશીયોને પોતાના સ્વાર્થી માટે તેની આવશ્યકતા છે. પિતાના સ્વાર્થી માટે તેની ઉત્પત્તિ કરવામાં આવી છે. માટે બહારથી તેને પોષણ અને પ્રતિષ્ઠા આપવામાં આવી છે. ન્યાયથી વિસંગત હાલના કાયદાથી તેને પુષ્ટ રાખવામાં આવે છે. આ
સત્ય રહસ્ય આપણે જાણવું જોઈએ. ૩૬૩ મતાન્તરે આત્મવાદીઓના છે. તે મિથ્યાત્વયુક્ત છે. માર્ગાનJain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org