Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૦૩] સંખ્યાબંધ આજે પણ મળતા હોવાના હેવાલો વર્તમાનપત્રોમાં પૂરી તપાસ અને યોગ્ય ધખોળ પછી સાબિત થયેલાં વધતાં જાય છે. આથી નિત્ય આમા
(૧) તૈજસ (આહાર પચાવવાની ગરમી પૂરી પાડનાર જઠરરૂ૫) શરીર સાથે અને (૨) પૂર્વના કર્મોના જત્થારૂપ કામણ શરીર સાથે ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થતાંની સાથે જ દારિકાદિ શરીર નામકર્મના ઉદયથી મળેલા તે શરીરની વગણના જથ્થારૂપ જન્મ પામવા યોગ્ય જનન સ્થાનમાંથી મળી શકે તે આહારને ગ્રહણ કરતાં જ તૈજસ-જઠરાગ્નિના બળથી પચાવીને એક જ સમયમાં શરીર બાંધવાની શરુઆત કરી દે છે. એટલું જ નહિ પરંતુ તે જ વખતે શરીર ભવિષ્યમાં છ જાતની જીવનશક્તિએ ચલાવી શકે માટે પહેલે જ સમયે છ ભાગમાં વહેંચાઈ જાય છે. જેમાંથી અનુક્રમે ૧ મરણ સુધી ખોરાક લેવાય ને પચે. ૨. અને શરીર બને. ૩. તેમાંથી ઇંદ્રિ પણ બને. ૪. ચોથા ભાગમાં એવું સામર્થ્ય પેદા થાય છે તેથી જીવનભર શ્વાસોચ્છવાસ લઈ શકાય. ૫. પાંચમાં જસ્થામાં એવી શક્તિઓ તૈયાર થાય કે જેથી ભાષાના પરમાણુઓના જWા ખેંચી શકાય. ભાષા બોલવાને ગ્ય બનાવી શકાય. અને ભાષા તરીકે બોલવામાં ઉપયોગ કરીને પાછા ફેંકી દઈ શકાય. ૬. એ જ પ્રમાણે વિચાર કરવામાં ઉપયોગી થાય તેવા મન બનાવવા કેમ્પ પરમાણુઓના જત્થા ખેંચી શકાય, તેનું મન બનાવી શકાય, તેનાથી વિચાર કરી લઈ શકાય અને પાબ ફેકી દઈ શકાય. એટલા બધા કામ કરવાની શક્તિઓ શરીરમાં પ્રાપ્ત થાય છે. જેને આધારે પ્રાણી પોતાની છ જીવનક્રિયાઓ ચલાવી શકે છે. ખેરાકની, શરીર રચવાની. ઈદ્રિયોનું સર્જન કરવાની, શ્વાસ લેવાની, બલવાની અને વિચાર કરવાની આ છ સિવાય સાતમી કે જીવનક્રિયા નથી. હવે તે આત્માનું શરીર કેવી રીતનું બંધાય છે ? તે પ્રશ્ન થશે.
તેમાં બે વારસા કામ કરે છે. ૧. પૂર્વના કર્મોનો વારો આત્મા ભવાન્તરથી કેટલાયે ભને વારસો લેતે આવ્યો છે.
૨. અને બીજો વારસે જ્યાં ઉત્પન્ન થાય છે તે જન્મ આપનારા કારણ સંજોગોના દ્રવ્ય-ક્ષેત્રકાળ અને ભાવ અને ભવનો પરંપરાગત વાર પ્રાપ્ત થાય છે. જો કે તે પ્રાપ્ત થવામાં ત્યાં આવવામાં પણ મૂળ કારણ તે પોતાના પૂર્વના કર્મો જ હોય છે. અને એવા કર્મો મળે છે. તેમાં પણ સંસારચોગ્યતા સ્વભાવની વિવિધતામાં સમાવેશ થાય છે.
ઉત્પત્તિ ૧. જનનસ્થાનમાં બીજ અને ભૂમિકામાંના જનક તત્ત્વોના સંયોગોથી થતા જન્મ આપનારા કારણોમાં પિતા-માતાની શારીરિક રચના-રંગ-ઉંચાઈ–જાડાઈ-આકાર-ચપળતા-ખાનપાન-મૈથુન પદ્ધતિ, સ્વ-રક્ષણ શક્તિ, જિજીવિષા વગેરે સંખ્યાબંધ તને સમાવેશ થઈ જાય છે. એટલું જ નહિ, પરંતુ યે ય જીવનક્રિયાઓ અને તેના ચલાવનારા ધ્યેય સાધનો વિચાર–સમજ-સગુણ-દુગુણ વગેરેને ય તેમાં સમાવેશ થાય છે. તે ઉપરાંત કેટલીયે પૂર્વની પેઢીઓથી ચાલ્યા આવતા ઉપર જણાવેલા તને પણ સમાવેશ થાય છે.
૨. આથી પિતાના કે માતાના વિચારેને વારસો પણ સંતાનમાં પણ જોવામાં આવે છે. કારણ કે-વિચાર કે ભાષા શરીરની મદદથી જ ચલાવી શકાય છે. માતા-પિતાની વિચાર કરવાની રીત કે ભાષા બેલવાની શક્તિ તેમના શરીરને આધારે ચાલતી હોય છે. કેમકે તેમના શરીરનો તે જાતના ગોઠવાયા હોય છે. સવિચાર કે કુવિચાર, સારી ભાષા કે ખરાબ ભાષા બેલવાનું તો પૂર્વના કર્મથી પ્રાપ્ત થાય છે, એ ખરૂં. પરંતુ, શારીરિક રચના પણ પૂર્વના કર્મના યોગે એવી જ તૈયાર થાય છે. મનના અણુ જOા ગ્રહણ કરનારને વિચારમાં સહાય પણ એવી જ રીતે વારસામાં ગોઠવાય છે, એ જ પ્રમાણે ભાષા
વગેરેમાં સમજવું. Jain Education International For Private & Personal Use Onty
www.jainelibrary.org