Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
( ૧૨૫ ]
૨. અહિંસા એ રીતે સભવે છેઃ-૧. વ્યવહાર નયથી અને નિશ્ચય નયથી:
વ્યવહાર નયથીઃ—જેમ બને તેમ શુક્લ લેસ્યાની અભિમુખ જીવન જીવવું: એટલે ત્યાગઃ તપઃ સ'યમઃપૂર્ણાંક દીર્ધીયુજીવન જીવી શકાય તેવુ જ્વન રાખવું: તે પણ અહિંસા છે.
નિશ્ચય નયથી:આત્મભાનમાં પરમ જાગૃતિઃ અસ્ખલિત જાગૃતિ માટેની સાવચેતી: તે પશુ અહિ`સા છે. એટલે કે-રત્નત્રયીની સાધના: એ મુખ્ય અહિંસા છે. તેનાથી નિરપેક્ષ એવા જીવનમાં– હિંસા પણુ હિંસા: અને અહિં ́સાઃ પણ હિંસા: રત્નત્રયી ( સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ) ની સાધના સાપેક્ષ જીવનમાં–હિંસા પણુ અહિંસાઃ અને અહિંસા પણુ અહિંસા છે. એ જ પ્રમાણે-તેથી નિરપેક્ષ જીવનમાં–સત્ય અને અસત્ય બન્ને ય અસત્યઃ છે. અને તેથી સાપેક્ષ જીવનમાં સત્ય તે પણ સત્ય અને અસત્ય પણુ સત્યઃ છે. એ પ્રમાણે ખીજા દરેક ગુણો વિષે સમજવું. આ એક સૂક્ષ્મ બુદ્ધિથી સમજવા યેાગ્ય તત્ત્વ છે. માટે, તથા–પ્રકારના અધિકારી પુરુષા પાસે હિંસા-અહિંસા તથા સત્ય-અસત્યનુ રહસ્ય સમજવું જોઈએ. માત્ર-આધુનિક શબ્દોથી દોરવાઇ ન જવુ જોઇએ.
પ્રમત્ત-ચોપાત પ્રાળ-ચપરોવÎ fist-૭-૮। સૂત્રમાં વ્યવહાર નયનીઃ અને નિશ્ચય નયની: એમ બન્નેય પ્રકારની હિંસાનું વર્ણĆન થયું છે. પ્રાણવ્યપાપણઃ પ્રાણવિયેાગઃ એ વ્યવહારથીઃ હિંસા છે. અને પ્રમત્ત યેાગ: એ નિશ્ચયથીઃ હિંસા છે. દેખીતી રીતે હિંસા ન કરવા છતાં પ્રમત્તયોગ-હિંસારૂપે પરિણમે છે. અને હિંસા થઇ જાય, છતાં અપ્રમત્તયાગ: અહિસાપણે પરિણમે છે. આ રહસ્ય છે.
૩. આ વિચાર કરવાની અહીં આજે એ મુદ્દા ઉપર જરૂર છે, કે—આજે માનવીએની અને માનવેતર પ્રાણીઓની હિંસા છડેચોક અસાધારણ મેાટા પાયા ઉપર વધી રહી છે. અસત્ય અને અપ્રામાણિકતા વધી રહ્યાં છે. માનવતા અને સરળતાના ધાત વધી રહ્યો છે. માયાઃ પ્રચઃ વગેરે એક રાજીદા સાદા વ્યવહાર જેવા બનતા જાય છે. કેમકે-આજની પ્રગતિ એ પાયા ઉપર જ વિકસે છે. છતાં અહિંસા: સત્યઃ માનવતાઃ પ્રામાણિકતાઃ નિખાલસતાઃ સેવાઃ દયાઃ નીતિ: પ્રેમઃ વગેરે શબ્દોના વપરાશ અને પ્રચાર ખૂબ ખૂબ મોટા પ્રમાણમાં વધતો જ જાય છે. જો કે-આજે વાસ્વવિક રીતે ખંડનગર્ભિત છતાં: રચનાત્મક રીતે એવા ઘણા ઘણા નૈતિક અને ધાર્મિક શબ્દોના છુટથી ઉપયોગ થાય છે. પરંતુ, તેના અર્થની પિરભાષા આજે તદ્દન જુદી જ ધડવામાં આવી હેાય છે. તેથી, શબ્દો તે જ ફેલાય, અને અથી તેના જુદા અર્થો વ્યવહારમાં તે ફળરૂપે પ્રચારમાં: આવતા જાય, ને પરિણામેા પણ જાહેરમાં જુદા જ આવતા જાય, તેવી મેાટા પાયા ઉપર ગાડવા થઇ છે. આવી રીતે વિપરીત અથ ના લક્ષ્યથી વપરાતા એટલે 3–દ્વિઅર્થી રીતે વપરાતા શબ્દના એક નાનકડા કાશ થાય તેમ છે. પરંતુ તે વિસ્તારથી સમજાવવાના અહિં અવકાશ નથી, તેથી પચશીલ: વગેરે રચનાત્મક અને સુંદર શબ્દોથી જરાપણુ સભ્યદ્રષ્ટા વિચારક્રાએ ભ્રાંતિમાં પડવાની જરૂર નથી.
૪. વિશ્વવત્સલ: વીતરાગઃ સર્વાંતઃ તીર્થંકરા જેવા મહા પરમ સતાએ પેાતાના જીવનમાં-આત્મામાં મહા-અહિંસા સિદ્ધ કરીને, તેનેા લાભ જગને આપવા માટે, તેઓએ મહાધર્મ-શાસનની તીની– સ્થાપના કરી છે. દ્વિવિધ ધર્માંને ઉપદેશ આપ્યા છે. અને એ રીતે ધર્મારાધનાઃ ધર્માચરણઃ પાંચ આચારઃ રૂપે મહા અહિંસામય જીવન ધેારણુ:ની વ્યાપક સ્થાપના કરી છે. જેએથી તે પ્રમાણે મહા અહિંસાને માગે એકાએક ન જઇ શકાય, તેઓને માટે ૧. આવિકા માટે ધાવાર ઠરેલી નીતિયુક્ત ધંધાઃ અને ૨. પાંચે ય ઇન્દ્રિયાના વિષયેાપભાગ કરવાની વૃત્તિઓને નિયમમાં રાખવા સદાચાર યુક્ત સાંસારિક જીવન વ્યવસ્થાઃ ગાડવી આપ્યા છે. તેના નામ અનુક્રમે અ: અને કામ: પુરુષાર્થ આપવામાં આવ્યા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org