Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૧૨૭ ] પણ જેમ બને તેમ સદાચારપૂર્વક જીવનારે અને બીજાઓને દાખલા રૂપ બને તે એક નાને પણ આદર્શ અહિંસક વગર જગતમાં અસ્તિત્વ ધરાવતે આવે છે. એટલે કે-જૈનધર્મના અનુયાયિઓ જેમ બને તેમ અહિંસક રીતે જીવન જીવતા હોય છે. એટલું જ નહીં, પરંતુ તેઓની આજુબાજુમાં પણ તેઓની એવી અસર પડી છે, કે–બીજા લોકો પણ જેમ બને તેમ અહિંસક તરીકે જીવવા કેશીષ કરે છે. ક૨૭: કાઠીયાવાડ: ગૂજરાતઃ મારવાડ: માળવાઃ મેવાડ: ના પ્રદેશોમાં આ પરિસ્થિતિનો સાક્ષાત દૃષ્ટાંત છે. અને બીજા પ્રદેશમાં પણ મહાજનના આગેવાન તરીકે રહી જેટલી અસર પહોંચાડી શકાય તેટલી અહિંસાની અસર પહોંચી હોય છે. જ્યારે જગતમાં ચારેય તરફ હિંસા-હિંસા જ દેખાય તેમ છે, ત્યારે ઉપર જણાવેલા પ્રદેશ અગાધ હિંસાને ખારા સમુદ્રમાં શીતળ મીઠા પાણીના બેટા જેવા જણાશે. એ સઘળો અહિંસાનો વિજય છે. ને હિંસા ઉપર નિયંત્રણના પ્રતીકે છે. આથી ગુજરાતઃ સૌરાષ્ટ્ર ના માનવોના જીવન સંસ્કારને તેલે દુનિયાના કોઈપણ માનવનું જીવન આવી શકતું નથી. તેનું મુખ્ય કારણ આ છે છતાં, જગના પ્રામાણિક અને સબળ નેતા ગણાતા જૈનમાં છેલ્લા ૧૫૦ વર્ષોથી કેટલાક લેકમાં જે સ્થિતિ થઈ છે, તે તે બહારની હિંસાવૃત્તિ અને વાર્થવૃત્તિના સંપર્કનું પરિણામ છે.
(૬) આવું સાંસ્કૃતિક જાહેર જીવન રાખવાથી પ્રજાઃ અને પ્રજામાંના વિશિષ્ટ લોકેઃ જ્ઞાનઃ ધ્યાનઃ તપ: સ્વાધ્યાયઃ ત્યાગઃ પરોપકાર ચિંતનઃ મનનઃ માં લાગેલા રહે છે. સન્માર્ગને શુદ્ધ કરે છે. સંસ્કૃતિના એવા આદર્શ પ્રતીકે જેવા દ્રવ્યઃ ક્ષેત્ર: કાળ: ભાઃ ઉત્પન્ન કરવાનો અવકાશ મેળવી શકે છે. તે મોટામાં મોટી અહિંસાઃ અહિંસક સંસ્કૃતિનું મોટામાં મોટું ફળઃ જગતને પ્રાપ્ત થાય છે.
(૭) બીજા પ્રદેશમાં પણ “જેમ બને તેમ હિંસક જીવન ન જીવવું.” એવો માનસિક સંસ્કાર તો કેઈપણ ધર્મના સંપર્કને લીધે હેવાથી, ઓછા-વધતા પ્રમાણમાં અહિંસક ભાવના જગતભરમાં જીવતી જાગતી કૂરાયમાનપણે રહેતી હોય છે.
(૮) હિંસાથી જીવવામાં ઘણાને સંકોચઃ લજ્જા માનસિક ક્ષેભઃ પણ રહેતા હોય છે. “ છૂપી રીતેઃ કે નટપણું શિવાય, હિંસા વિના જીવી લેવાય તો સારું.” એવી મનોવૃત્તિ જાહેરમાં જાગતી હેય છે. તે પણ અહિંસાને થોડેઘણે પણ વિય તે સૂચવે જ છે.
૬ યદ્યપિ હિંસાથી જીવનારાઓની સંખ્યા જગતમાં કાયમ માટે મોટી હોય છે અને મોટી હોય, એ સ્વાભાવિક છે. છતાં તેઓની મનોવૃત્તિ ઉપર એ જાતની મોટે ભાગે અસર રહ્યા કરતી હોય છે, કે-“આપણે જે કરીએ છીએ તે સારું નથી. સારા લોકે તે પસંદ કરતા નથી. તેઓની દષ્ટિમાં આપણું કામ “નિંદનીય છે.” અને વાસ્તવિક રીતે પણ આપણું કામ નિંદનીય છે.” એવો વ્યક્ત કે અવ્યક્ત સંસ્કાર મનમાં સૌને મોટે ભાગે રહ્યા કરતો હોય છે. એનેય અહિંસાનો વિશ્વવ્યાપી વિજયડંકે સમજવું જોઈએ. અને મહાવિશ્વવત્સલ મહાપુરુષોની અહિંસા ભાવનાને પડે પણ એને સમજવો જોઈએ.
છ દરેક ધર્મોએ અહિંસાને એક યા બીજા રૂપે મુખ્ય સ્થાન આપ્યું જ છે. પરંતુ છકાયની સમજ: અને તેની અહિંસાઃ તે પણ અનેક રીતે એ તે જૈન ધર્મના ઉપદેશઃ અને આચરણની જ પરાકાઈ છે. પરાકાષ્ઠાએ પહોંચેલી તેની અસર છે. તેને લીધે સત્યઃ અચોરીઃ અવ્યભિચારઃ સંતોષઃ વગેરે ગુણોને વેગ મળતો રહે, એ સ્વાભાવિક છે. ન્યાયઃ નીતિઃ સદાચારઃ પ્રામાણિકતાને વેગ મળે, એ સ્વાભાવિક છે. અને તેથી મહા સાત વ્યસને (ચારી વ્યભિચાર વેશ્યાગમનઃ શિકાર માંસાહારઃ જુગારઃ મદ્યપાનઃ) ઉપર સામાન્ય પ્રજાના જાહેર જીવનમાં પણ અસાધારણ નિયંત્રણ રહેતું આવે છે. એ રીતે પણુ અહિંસાનો વિજ્ય ડંકે અવ્યક્ત રીતે પણ વાગતું હોય છે.
૮ વ્યાપાર ધંધાઃ ખેતીઃ રાજ્યતંત્ર ન્યાયતંત્રઃ અર્થતંત્ર મનોરંજનઃ કળા કારીગરીઃ સામા
જિક વ્યવસ્થાઃ લગ્નાદિક ઉત્સઃ બીજા જાહેર ઉત્સર વગેરે પણ જેમ બને તેમ સંસ્કૃતિ પ્રતિબદ્ધ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org