Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[ ૧૩૮ ] ૨૪ આ બધા પ્રકારની હિંસા ઉપર મહાજન સંસ્થા દ્વારા જૈનશાસનનું પહેલા નિયંત્રણ હોવાથી જેટલા પ્રમાણમાં અહિંસા પળાતી હતી, તે સાચી અહિંસા હતી; આજે તેમાં સંકોચ થતું જાય છે.
મનઃ વચનઃ કાયાથી હિંસા કઈ પણ સૂક્ષ્મ કે સ્થૂલ ત્રસ કે સ્થાવર જીવોની ક્રોધઃ માનઃ માયાઃ લાભઃ પ્રમાદઃ ભય: લજજાઃ હાસ્યઃ અજ્ઞાન થી રાતમાં કે દિવસમાં: સુતાઃ કે જાગતાઃ જાણતાં કે અજાણતાં: એકાંતમાં કે બીજાની સમક્ષ વ્યક્તિગત કે સમૂહગતઃ વિગેરે રીતે કરવી નહીં કરાવવી નહીં: કરનારની અનુમોદના કરવી નહિં ? વિગેરે રીતે સીધી કે આડકતરીઃ દ્રવ્યઃ કે ભાવ: હિંસાને ત્યાગ કરી અહિંસાના પાલન કરવાની વ્યવસ્થા હોય છે.
ईदृग्-भङ्ग-शतोपेताऽ-हिंसा यत्रोपवर्ण्यते । सवींश-परिशुद्धं तत् प्रमाणं जिन-शासनम् ।।
અધ્યાત્મસાર-સમ્યફવાધિકાર: ૫૬ અર્થ:–“આવી સેંકડે વિકલ્પોથી યુક્ત અહિંસાની સમજુતી જેમાં આપવામાં આવેલી છે, (અને યથાશય રીતે અમલમાં મૂકાય છે.) તે સર્વ રીતે પરિશુદ્ધ જૈનશાસન જ પ્રમાણભૂત છે.
અધ્યાત્મસાર-સમ્યફવાધિકાર પ૬. ૨૫ જગતમાં કહેવાય છે, કે–“જેનેના જેવું અહિંસાનું પાલન કેઈથી પણ થઈ શકે નહીં.” એ વાત સંપૂર્ણ સાચી છે, છતાં આજે તેના ઉપર અનેક આક્ષેપ કરીને, તેને અવ્યવહારૂ તથા અનુપયોગી: ઠરાવવાના પ્રયત્નો થાય છે. તેથી યદ્યપિ સમગ્ર જગતને મહા ગેરલાભ સમાયેલું છે. હિંસા ઉપરન: ખરું નિયંત્રણ ચાલ્યું જતાં કે કમી થતાં, મહાહિંસાએ કેવી રીતે ફાલતી-ફલતી થઈ ગઈ છે? તેની હજી તે શરૂઆત છે, તે વધીને ભવિષ્યમાં કેવું ભયંકર સ્વરૂપ ધારણ કરશે? તેને ચિતાર અમે ઉપર આપે જ છે.
ખરી વાત તો એ છે, કે-જૈન-અહિંસા સમજવામાં જ મોટી ભૂલ થાય ખવાય છે. તે એટલી બધી ગહન છે, કે-ભલભલા વિદ્વાને પણ તેની વાસ્તવિક સમજ મેળવી શકતા નથી. અને “તેની લોકપ્રિયતા ઘટાડવાથી જનતા માટે કેવાં કેવાં માઠાં પરિણમે આવશે?” તેની તો કલ્પના પણ કરી શક્તા નથી હોતા. કેઈ અહિંસાને કાંઈ અર્થ કરે છે, અને કઈ વળી કાંઈ અર્થ કરે છે. એમ કરીને અહિંસાના સાચા સ્વરૂપને ચુથી નાંખવામાં આવે છે.
ભારતમાંના વૈદિકદશના વિદ્વાને અહિંસામાં માનતાં છતાં, જેની અહિંસાનું રહસ્ય બરાબર ન સમજી શકવાથી તથા યજ્ઞાદિની હિંસા તરફ જૈનેનો વિરોધ હેવાથી પરસ્પર સામાન્ય પ્રજામાં પણ ચર્ચાઓઃ વાદ-વિવાદઃ સામાન્ય રીતે ચાલતા હોય છે. તેનો લાભ લઈને આધુનિક હિંસામય અહિં સાના પ્રચારકોએ જૈનેતરને પક્ષમાં લઈ જૈન અહિંસાના વિરોધને મજબૂત બનાવી લેવાની તક સાધી લેવાની સગવડ મેળવી લીધી છે. અને ભારતના જૈનેતર વિદ્વાન જૈન તરફના વિચારભેદને લીધે વતન આ મહહિંસામય અહિંસાને અજાણતાં ટેકે આપવામાં સહાયક થઈ ગયા હોય છે. ને એ રીતે વર્તમાન અહિંસાના પ્રચારક બની જાય છે.
૨૬ તેના થડાક દાખલા નીચે આપીશું –
1 મમ કિશોરલાલ ઘનશ્યામ મશરૂવાળા જેવી શાન્ત પ્રકૃતિની ને સમજદાર ગણાતી વિદ્વાન વ્યક્તિને પણ જેન–અહિંસાની સમજ ન પડવાથી, તેમણે ગમે તેમ લખી નાખ્યું છે. અને
ને અહિંસાની ગંભીર ટીકા કરી છે, તેમાં “જૈન અહિંસાની ગેરસમજણ જ મુખ્ય કારણભૂત છે.”
એમ જૈન-અહિંસાને બરાબર સમજ્યા પછી કેઈનેય જણાયા વિના રહેશે નહીં. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org