Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૧૪૨ ] પાયા ઉપર શરુ થઈ ગયો હતો. શ્રી ગાયકવાડ સરકારની તે પ્રચાર ઉપર મહેર છાપ મારવાની આ વાત તે સને ૧૯૩૩ લગભગની છે. [ આ હકીકત તેમના ભાષણના બે ભાગ છપાયા છે. તેમાંથી તે પરિષદમાંના એક ભાષણમાંથી મળે છે.].
(૧) આ નવી અહિંસામાં પરિણામે માનઃ અને માનવેતર પ્રાણીઓની હિંસા ગોઠવાયેલી છે. તેના બનાવોના હવાલે અહિંસા પ્રચારક વર્તમાન પત્રોમાંથી વાંચવા મળે છે. મેટા મોટા પ્રથમ કક્ષાના કતલખાના કરવાની પ્રથમ કક્ષાના શહેરોમાં શરૂઆત થઈ ગઈ છે. પછી બીજા અને ત્રીજઃ નંબરના શહેરોમાં શરૂ થતાં-છેવટે-શ્રી પાલીતાણા જેવા–સિદ્ધક્ષેત્ર જેવા પવિત્ર ધામ સુધી પહોંચી જતાં યે શી વાર ? તેને શી રીતે બચાવી શકાશે ? કેમકે–મહાજનનું નિયંત્રણ કરવા મ્યુ. થપાવવામાં પ્રથમ જૈનોને જ ઉપયોગ કરવામાં આવ્યો છે.
(૨) નિશાળ-શાળા-કોલેજોના પાઠ્યપુસ્તકોમાં પણ હવે ઘણું ઘણું ચિત્રો સાથેના માંસઃ મચ્છીઃ ઇંડાના આહારને પોષક પાઠદ્વારા ધમધેકાર શિક્ષણ અપાય છે. તથા તે રાંધવાના શિક્ષણ ઉપર પણ ભાર દેવાની શરુઆત થઈ છે. ભૂગોળના પાઠ્યપુસ્તકમાં તેને લગતી ઉત્પત્તિઃ આયાત-નિકાસઃ કારખાનાઃ વપરાશા વગેરેની વિશાળ પાયા ઉપર માહિતીઓ અપાતી હોય છે. દૂધના પાઉડર અને વનસ્પતિ ધીને વપરાશઃ યાંત્રિક ખેતી અને વાહન વ્યવહાર પશુઓની આવશ્યકતા ઘટાડે. એ સ્વાભાવિક છે.
(૩) તેથી એક વર્તમાનપત્રમાંના હેવાલ પ્રમાણે છે તેના કરતાં પણ-૩૦ થી ૫૦ ટકા પશુધન ભારતમાં ઓછું કરી નાંખવા માટે પ્રચાર કરવા અંગ્રેજી વર્તમાન પાને-ફઈ ફાઉડેશન-યોજના તરફથી સહાય તરીકે રકમ આપવાની.” હકીકત ઉક્ત છાપામાં જણાવી હતી.
(૪) એટલે હાલની વધતી જતી હિંસા ઈરાદાપૂર્વક આંતરરાષ્ટ્રીય દેરી સંચારથી અહિંસાના પડદા પાછળ પલ્લવિત થતી જાય છે. શ્રી મશરૂવાળાને કે શ્રા ગાયકવાડ સરકારને તે વખતે આ જાતની હિંસા વધી જવાની કલ્પના પણ નહીં હોય. લેખંડી ચોકઠાના વહીવટમાં જ તેને માટેની ગોઠવણ અંગ્રેજો પહેલેથી જ ગોઠવતા ગયા છે, આજે વિકાસ પામી રહી છે. - રૂ (૧) શ્રી ધર્માનંદ કૌશાંબીજીએ “ભગવાન બુદ્ધ નામના પુસ્તકમાં પણ વગર સમયેજ જેની અહિંસાની ટીકા કરી છે, ને “માંસાહાર” ના તે જ પ્રકરણમાં સૂત્રકારોના આશયે સમજ્યા વિના જૈન મુનિઓ ઉપર ચાલુ રીતે માંસાહાર કરવાના અયોગ્ય રીતે આપો મૂક્યા છે.
(૨) ખરીરીતે, નવીન જાતના અહિંસાના શબદની પ્રસિદ્ધિ સને ૧૯૧૫ પછી ખૂબ ખૂબ થઈ, એટલે બૌદ્ધ સાધુ એવા તેમના મનમાં અહિંસાનો વિજય થતે ભા; અને “શ્રી બુદ્ધ ભગવાને પણ ભારતમાં અહિંસા ફેલાવી હતી.” તે જાતની ચાલતી આવતી વાત આગળ કરવાની ઇચ્છા તેમને થાય, એ સ્વાભાવિક હતું. પરંતુ તેમના મનમાં શ્રી સિદ્ધાર્થ બુદ્ધ ખુદના માંસાહારની તથા તેમના સાધુઓના માંસાહારની વાત ખટકે એ સ્વાભાવિક હતું. આથી જૈનધર્મની સૂય જેવી તેજરવી પરંપરાગત વિશુદ્ધ અહિંસાની ભારતભરમાં પ્રસિદ્ધ ચમક ગુજરાત વગેરેમાં પ્રબળ સ્વરૂપની તેમની સામે હતી જ. આ સ્થિતિમાં જૈન અહિંસા કરતાં બૌદ્ધ અહિંસા ઉતરતી નથી.” એ ઠસાવવા જૈન આગમોમાંની માંસને લગતી બાબતે તેમને બીજાઓ પાસેથી જાણવા મળી. તેથી બુદ્ધ ધર્મ તરફના અધિક સન્માનથી પ્રેરાઈને “જૈન સાધુઓ પણ બૌદ્ધ સાધુ જેવા માંસાહારી હતા.” એમ લખવામાં તેમને સંકોચ ન થયો. છ કાયના રક્ષક જૈન સાધુઓ કયાં? મન, વચન કાયાથી કરવા, કરાવવા અને અનુમોદનારૂપેય હિંસાને ત્યાગ કરનારા જૈન સાધુઓ કયાં? તથા છ કાયને જેને ખ્યાલ નથી તથા માત્ર મનથી કરેલી હિંસાને હિંસા ન માનનારા અને મન વિના માત્ર શરીરેથી હિંસા થઈ જાય, તે
am Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org