Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[ ૧૮૧ ]. હેય. પછી ભલેને પાછળ રહીને વકીલો વગેરે આધુનિક આદર્શના અઠગ પક્ષકારો બધી કાર્યવાહી ચલાવતા હોય. લગભગ બધું નાટકની પૂર્વ તૈયારી જેમ નાટકીય રીતે ચાલતું હોય છે. ભાષણે અને ઠરાવો પણ બીજાના જ લખેલા ઉભા કરેલા પાત્રને કેટલીવાર વાંચી જવાના હોય છે. અને છાપામાં ' નામ પણ ભાષણકાર–ઠરાવ મૂકનાર અને અનુમોદનકાર તરીકે તેના જ છાપામાં પ્રસિદ્ધ થાય કે જે લેકે સામાન્ય રીતે પ્રસિદ્ધ હોય.
૨૬ અંદરથી ગમે તેવી ગોઠવણ થઈ હોય, પરંતુ સરકારી તંત્ર એ જ આડી નજરથી બધું તપાસતું રહેતું હોય છે કે-“આપણે ભવિષ્યમાં જે જાતના કાયદા અને વલણ લેવાનું છે, તેને અનુકૂળ ઠરાવો વગેરે કાર્યવાહી ધર્મને નામે પણ તે ધર્મના કે સમાજના અનુયાયિઓ પ્રતિષિત જાહેર સંસ્થાના રૂપમાં કેટલા આગળ આવી રહ્યા છે?” પછી તેના આધાર ઉપર બહુ જ દૂરથી વિદેશીય સરકાર અને તેની ઉત્તરાધિકારી સરકાર કે તેના અંગ-પ્રત્યંગે અને ડીપાર્ટમેન્ટ નજર નાંખીને પિતાની ધીમી મક્કમ કાર્યવાહી આગળ ચલાવતી રહેલી હોય છે. વિદેશીય પ્રચારક સંસ્થાઓ આગળ-આગળની યોજનાઓને લેકપ્રિય બનાવરાવતી હોય છે.
૨૭ આ આવી સંસ્થાઓના અસ્તિત્વ અને પ્રતિષ્ઠાની પાછળના ખાસ રહસ્ય છે.
૨૯ આ જાતની સંસ્થાઓ સ્થપાવી તે દ્વારા તે તે ધાર્મિક સંપ્રદાયો અથવા સામાજિક સંસ્થાઓ વગેરેમાં આધુનિક આદર્શો પ્રચારવાનો સરકારનો મૂળથી જ ઉદ્દેશ હતો. એ વાત “અમે જ કહીએ છીએ તેમ નથી. પરંતુ પબ્લીક ટ્રસ્ટ એકટ (મુંબઈ) ની ૫૫-૫૬ મી કલમથી “એ જાતને ઈરાદે સરકારનો પહેલેથી હતા.” એમ પૂરવાર થાય છે.
ઉપરાંત-કેન્દ્ર સરકાર તરફથી નિમાયેલા કમીશન મારફત બહાર પડાવાયેલી ધાર્મિક મિલકતો વિષેની પ્રશ્નાવલીમાંના પાછળના પ્રશ્નો વાંચતા પણ એ સરકારને મૂળથી હેતુ હોવાનું પૂરવાર થાય છે.
પ્રશ્નાવલીને બીજા ભાગમાંના બધાં પણ ૧૮ થી ૨૯ સુધીના તે પ્રશ્નો એવી જાતના ખાસ છે, કે-જેથી પાછળની સરકારે સ્થાપેલા આ વિષયના ખાતાને આગળ વધારવામાં શા શા ઉ દેશે રાખવામાં આવેલા છે, તે ઉદ્દેશનો પ્રથમ સાદે પ્રચાર કરીને આધુનિક શિક્ષિતના હાથ નીચેની આવી સંસ્થાઓ મારફત અવિધિસર પ્રચારમાં મૂકાયા હોય છે. તે શિક્ષિતોને પણ ખબર નથી હોતી કે “ આવા ઠરાવો આપણી પાસે કરાવીને તેને લાભ સરકાર પોતાના પ્રાગતિક હેતુઓમાં લઇ સાંસ્કૃતિક હેતુઓને નબળા પાડવા ઈચ્છે છે.”
તેમને એક પ્રશ્ન આ છે-(ગુજરાતી ભાષાંતર)
“૨૪ વિજ્ઞાન: ઉદ્યોગ: ટેકનોલોજી વગેરે જ્યારે આટલા આગળ વધતા જાય છે, ત્યારે તમને લાગે છે, કે બદલાતા જીવનના મૂલ્ય માટે હવે પ્રાચીન ધર્મની મહત્તા ઘટતી જાય છે?”
ઉદ્યોગને માટે ખરે શબ્દ યંત્રવાદ છે. તે સધળાને ઈરાદાપૂર્વક સંસ્કૃતિને તેડવા માટે આગળ વધારવામાં આવે છે–કેમકે તે સવની ઉત્પત્તિ વેતપ્રજાના જ સ્વાર્થ માટે કરવામાં આવી છે. તેથી તેમાં આડે આવનારી સંસ્કૃતિ કે જે ધમપ્રધાન છે, તેને તેડવી જ જોઈએ. માટે શિક્ષણમાં નવી ઉછરતી પ્રજાને તેની વિરુદ્ધ ઉશ્કેરવામાં અને તેના જ્ઞાનથી વંચિત રાખવામાં આવે છે. ઉપરાંત તે વિષે ખોટી અફવાઓ અને ગેરસમજે ફેલાવવામાં આવે છે. - ૨૮ જે દિવસોમાં ભૂમિકાને આ વિશ્વશાસન વિષેને વિષય લખાઈ રહ્યો હતો, ત્યારે જ ભાઈ શ્રી નાગકુમાર મકાતી બી. એ; એલ; એલ; બી. એ તૈયાર કરેલ “શ્રી જૈન વેતામ્બર કોન્ફરન્સને ઈતિહાસ' પુસ્તક મળી આવતાં તે વાંચી જવાની તક મળી. શાશ્વત ધર્મ: શાસનઃ શ્રીસંધઃ શાસ્ત્ર:
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org