Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૧૯૦ ] આ નવી સંસ્થાના આદર્શો વર્તમાન અનાત્મવાદી ભૌતિક પ્રગતિના સ્વરૂપમાં બધું ફેરવી નાંખવાના છે. આજની નવરચના કાંઈ એમ ને એમ આવી પડી નથી. તેના સર્જન માટે બહાર થતા પ્રયાસને જુવાળ ભારતમાં પણ ફરી વળેલો છે. તેના પરિણામે પરંપરાગત પ્રવાહની સામે નવા નવા જુથે, મંડળો, સભાઓ, સંસ્થાઓ, સમિતિઓ, કમિટીઓ વગેરે નામે ઉભા થયા છે. અરે ! ઉભા કરવામાં અને કરાવવામાં આવ્યા છે. સુધારણાને નામે ઉથલપાથલ કરાવવાની હિલચાલને વેગ આપવામાં આવ્યા છે.
૨૧ પરંપરાગત ધર્મ, સંધ અને શાસનમાં કાળક્રમે આવી પડેલી ખામીઓ દૂર કરવારૂપ સુધારણા કરવા સામે તે કોણ વાંધો લઈ શકે ? પરંતુ સુધારણા શબ્દ કામ ચલાઉ જ રાખવામાં આવેલો છે. ખરી રીતે મુખ્ય આદર્શ તો મૂળથી જ ઉથલાવી નાંખનારી ક્રાંતિ કરવાનું છે. અને હવે સ–મૂળ ક્રાંતિ શબ્દ પ્રચલિત પણ થતું જાય છે. પરંતુ પ્રથમ વખતે એ શબ્દ વાપરવાથી લોકોને સંસ્થા અપ્રિય થઈ પડે તેમ હતું. એટલે તાત્કાલીન યુક્તિ પૂરતે સુધારા અને સુધારણ શબ્દ રાખવાની પોલીસી વિદેશીય લોકોએ રાખેલી હતી, તેનું અનુકરણ કરવામાં આવેલ છે.
૨૨ જો કે–સાચા અર્થમાં ઉપર જણાવી તે રીતે સુધારણું પણ શક્ય નહોતી, કારણ કે-જે સ્થિતિ હતી. તે કાળક્રમે કુદરતી રીતે સહજ રૂપમાં હતી. પ્રાચીન ઉરચ કક્ષા ઉપર લઈ જવાનું અશક્ય અને બજારૂપ થાય તેમ હતું. અને નવા આદર્શો પ્રમાણે પરિવર્તન તે મૂળ માગથી જ પતનરૂપ છે. આમ બંને ય રીતે સાચા અર્થમાં પરિવર્તન બિનજરૂરી હતું.
૨૩ પરંતુ વિદેશીયોની ઇરછા સુધારણને નામે સર્વ કાંઈ પલટાવી પરિવર્તન કરી નાંખવાની છે. તે માટે દરેક ધર્મોની, ધાર્મિક સંપ્રદાયોની જ્ઞાતિઓ વગેરેની આવી સંસ્થાઓ સ્થપાવરાવી છે. આ મુખ્ય રહસ્ય છે. અંગ્રેજી ભાષામાં નામ, બંધારણીય પારિભાષિક શબ્દ, ઉપરાંત ધાર્મિક અને જૈન ધાર્મિક પારિભાષિક શબ્દો તથા વ્યવહારોના ઉલટા-સુલટા અર્થો, વ્યાખ્યાઓ, ઉપયોગ વગેરેને એટલો વિચિત્ર ખીચડે છે કે-કેટલાક વિધાને વાંચતાં જ હસવું આવે તેમ છે. ને તેને માટે સખેદ આશ્ચર્ય થાય, એ સ્વાભાવિક છે.
૨૪ આ રીતે આપણું જ ભાઈઓ-જૈન શાસનના અનુયાયિઓ-જૈન શાસનના જ પાયા ઉખેડનારી સંસ્થાને ટેકો આપે, અને તેમ કરીને વિદેશના હથિયાર બને. તથા વિદેશીયોના હથિયારરૂપ સંસ્થાને ચલાવી, વેગ આપી, તેના ઉદ્દેશો અને આદર્શોને વેગ આપે. ને પરિણામે શાસન, સંધ, ધર્મના સિદ્ધાંતો, પાંચ આચાર, ધાર્મિક મિલ્કત-શાસ્ત્રજ્ઞાઓ વગેરેને છિન્નભિન્ન કરવામાં સીધી કે આડકતરી સહાય આપે, તેના જેવી દુઃખદ બીજી કઈ ઘટના ગણી શકાય?
રપ આ રહસ્યો તે સંસ્થાએ અધિવેશનમાં કરેલા ઠરાવો અને તેની દિઅર્થી ભાષાના રહસ્યો ઉકેલવાથી એકદમ ધ્યાનમાં આવે તેમ છે. પરંતુ વિસ્તાર ભયથી અમે તે કરાશે અને તેના ઉપરની સમાલોચના અહીં કરવા અશક્ત છીએ. તો પણ નમુનારૂપ કંઈક કંઈક જણાવીશું ને સાદી સમાલોચના કરી બતાવશું.
૨૬ ગામેગામના શ્રી સ સકળ ચતુર્વિધ સંઘની પેટા સંસ્થાઓ છે. જ્યારે કોન્ફરન્સ નહીં હોય, ત્યારે શું શ્રી તીર્થંકર પ્રભુથી માંડીને આજ સુધી શ્રી સકળ સંધને વહીવટ જ બંધ હશે ? તેનું કામકાજ થતું જ નહીં હૈય? એવી કલ્પના પણ સંભવિત છે? શું સકળસંઘનું અસ્તિત્વ જ નથી ? માત્ર ગામેગામના સંઘનું જ અસ્તિત્વ છે?
ર૭ ધાર્મિક કાર્યોમાં મર્યાદિત શ્રી સંઘે સામાજિક, રાજકીય વગેરે કરવામાં પ્રતિનિધિત્વ શી રીતે કરી શકે?
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org