Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૧૮૮ ] હતા, કે-“ તમારે ભૂંડે હાલે ભાગવું પડશે. કેમકે–તમે આજની વકીલી આંટી-ઘૂંટીઓથી અપરિચિત છે. વગેરે” અને બન્યું પણ તેમજ. આવી-આવી ઘણી બાબતે છે. વધારે લખવાને અહીં અવકાશ નથી.
આ સંસ્થાને ધાર્મિક સંસ્થા શી રીતે ગણી શકાય? શ્રી સકળ સંઘની પ્રતિનિધિ શી રીતે ગણી શકાય? કઈ રીતે ગણું શકાય તેમ નથી. છતાં તેને શ્રી જૈન-શાસન અને શ્રી સંધના ધાર્મિક કાર્યો વિષે ધાર્મિક મિલકતો વિષે કાંઈ પણ સારે કે ખોટો અભિપ્રાય આપવાને, તેને વિષે સારૂં કે ખોટું કરવાનો અધિકાર છે? કશો યે અધિકાર સંસ્થા તરીકે કરવાનો પહોંચતા જ નથી. વિદેશીય આદર્શોના લાભના તો ગમે તેમ માને અને ગણે, પરંતુ આપણાથી તેને લાભ કેમ ઉઠાવાય? અને તેમ કરીને જૈનશાસનને હસ્તક કેમ પહોંચાડાય ? - શ્રી સંધની સભામાં ધાર્મિક હિત વિષે કોઈપણ વે. મૂળ જૈનને શ્રી શ્વેતામ્બર મૂતિ–પૂજક જૈનશાસનના અનુયાયિ તરીકે પ્રભુઆજ્ઞા મુજબના હિતકારી અભિપ્રાય આપવાનો શિસ્ત મૂજબ સંપૂર્ણ અધિકાર છે. પરંતુ શ્રી સંઘની બેઠકમાં. પરંતુ એક જુદી જ સ્વતંત્ર સંસ્થાને તેમ કરવાનો કશે અધિકાર હોઈ શકે નહીં, અને નથી જ.
એ જ પ્રમાણે સામાજિક સંસ્થાની સભામાં અને એ જ પ્રમાણે રાજ્યકીય, આર્થિક, વિચારણાની પરંપરાગત આગેવાનોની હાજરીની સભામાં જઈ ત્યાં પોતાના હિતકારી અભિપ્રાય આપવાનો અધિકાર છે. પરંતુ તે સંસ્થાઓથી દૂર રહી તેમના રીતસર પ્રતિનિધિઓ વિના સામાજિક રાજ્યકીય, કે આર્થિક બાબતોને અભિપ્રાય આપવાનો અધિકાર શી રીતે પહોંચે છે? જેમ વિદેશી આખા જગતમાં ધરાર પટેલ થઇને વાલી તરીકે, હિતચિંતક તરીકે, ઘુસી જઈ, પક્ષો પાડીને પિતાના સ્વાર્થો સાધી લે છે, તે પ્રમાણે આવી વિદેશી ના ભલા માટેની સંસ્થાઓ પણ વિદેશની એ જ નીતિને અનુસરીને તેઓના જ હિતઃ આદર અને હેતુઓને સીધી કે આડકતરે ટેકે આપે છે. આ સ્પષ્ટ અને નિર્ભેળ રીતે સિદ્ધ બાબત છે. છતાં આવી સંસ્થાને, ઉન્નતિ કરનારી સંસ્થા, શી રીતે કહેવામાં આવે છે ? તે કોઈ બંધુ સમજાવશે ? અંધકારને જ ઝળહળતે હજાર કિરવાળે સૂર્ય કહેવા જેવી આ બાબત છે. આટલું પણ હજી આપણે ન સમજી શકીયે તે ભાવિકાળે થનારી આપણી અવનતિથી બચવાને વિચાર કરવાને પણ આપણને શું અધિકાર છે? આને નિન્દા સમજનારાની ને આને અવળો અર્થ કરનારાઓની બુદ્ધિ જ વિકૃત થયેલી હોવાનું માનવા સિવાય બીજો ઉપાય જ નથી રહેતો. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ-“ધને સૂક્ષ્મ બુદ્ધિથી સમજવામાં ન આવે, તો ધર્મબુદ્ધિથી ધમને જ હાનિ પહોંચે છે.” એમ કહે છે. આવા આવા ઘણાં કારણથી અમદાવાદના તે વખતના શ્રી નગરશેઠે તે સંસ્થાને શ્રી સંઘની સંસ્થા તરીકે સ્વીકારી નહતી. તેમજ અમદાવાદના શ્રા વિશાશ્રીમાળી જ્ઞાતિએ તેમાં ભાગ ન લેવાને ઠરાવ કર્યાનું પ્રસ્તુત પુસ્તકના પૃષ્ઠ પાંચ ઉપર જ છે. અર્થાત તે વખતના ઘણા આગેવાને આ સંસ્થાના શ્રી શાસન માટેના માઠા પરિણામેથી શકિત હતા જ. તેના એ પૂરાવા છે. પાછળથી લોડ–કજન વગેરેની નીતિથી નગરશેઠ વગેરે પરંપરાગત આગેવાનને બાજુએ કરી દેવા માટે અમદાવાદના મીલમાલેકે વગેરેને આગળ લેવામાં આવ્યા હતા. અને તેઓ અર્ધ સુધારક જેવા હતા. તેથી તેઓના બળથી અમદાવાદમાં કેન્ફરન્સ ભરાઈ છે. અને અમદાવાદના સંઘની મર્યાદાની દૃષ્ટિથી શ્રી ચિમનલાલ લાલભાઈને સ્વાગત પ્રમુખ બનાવી દેવાયા હોવા જોઈએ. ત્યાર પછી અમદાવાદ અધિવેશન બોલાવેલ નથી. વ્યક્તિગત શિવાય તેમાં શ્રી સંધ તરફને રીતસર સહકાર આપ્યાનું જાણવામાં નથી. બીજી નાની-મોટી સંસ્થાઓ અથવા વ્યક્તિઓએ કાંઈ કર્યું હોય, તેને બંધારણીય ગણી લેવામાં ન આવે તે
સ્વાભાવિક છે. તેમજ કેન્ફરન્સના ઠરાવોને અમદાનાદને શ્રી સંધ પિતાને બંધનકર્તા માનતા પણ નથી, Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org