Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૧૮૫ ] જીવદયા –આ કામ પણ મહાજન સંસ્થાની તે ઉપરની પકડ ઢીલી કરાવવા ઈંગ્લાંડની હ્યુમેનીટી લેજના આદર્શોને વેગ આપવા તેની પદ્ધતિ ઉપર આ કામ કરાવવું તેઓને જરૂરી હતું. આપણા ધામિકમાં એ કામની લોકપ્રિયતા આ સંસ્થા મારફત કરાવવાનો હેતુ હતો. એકંદરે હિંસા વધી ગઈ છે. તે સૌ કોઈ જાણી તેમજ જોઈ શકે છે. શુદ્ધ દયાની ધાર્મિક પાંજરાપોળો પણ સાર્વજનિક સંસ્થાઓ મનાઈ રહી છે અને તેને ઉપયોગ દૂધના ધંધાને ઉત્તેજવા માટે કરવાની તૈયારીઓ ગોઠવાઈ ગઈ છે. દયાનો ધામિક હેતુ ગૌણ થતા જાય છે. અહિંસા એ પંચમહાવ્રતો તથા અણુવ્રતમાં પ્રથમ છે. તેથી તે શુદ્ધ ધાર્મિક કાર્ય છતાં તેને સખાવતી સંસ્થા કરાવવામાં આવે છે.
બેકારી નિવારણ –આ બાબત સ્વતંત્ર નેંધ લેવાઈ છે.
ધાર્મિક હિસાબ તપાસણી:–એ પબ્લીક ટ્રસ્ટ-એકટ કરતાં પહેલાનું પાછળના રાજ્યનું પ્રચાર કાર્ય હતું. તે બાબત ઉપર ઘણું લખાયું છે. ઠરાની ભાષા વાંચવા જેવી છે.
૧. આપણાં જૈનધર્મના સાર્વજનિક ખાતાઓ જેવાં કે-દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને સાધારણુદ્રવ્ય સંબંધિ ખાતાઓ બહુ જ ચોખવટવાળા રાખવાં.”
૨. ચાલુ જમાનાને અનુસરીને તે ખાતાઓના આવક-જાવકના હિસાબો અને સરવૈયા પ્રત્યેક વષે બરાબર તૈયાર કરવાં.
૩. “ અને બની શકે તો ખાતાંઓને હિસાબ પ્રગટ કરવા માટે દરેક શહેર તથા ગામના આગેવાનોને આ કોન્ફરન્સ ખાસ ભલામણ કરે છે.”
પબ્લીક-ટ્રસ્ટ-એકટની બાબતમાં આ સંસ્થાએ દોડાદોડી કરવાનો દેખાવ કર્યો છે. પરંતુ અમુક કલમો સિવાય કાયદાને ગૂઢ રીતે ટેકે જ આપ્યો છે. તેને કેસ ઠેઠ સુપ્રીમ સુધી તો બીજા જ લઈ ગયા હતા.
તીર્થરક્ષા–આ બાબતમાં સત્તાની નીતિ એ હતી, કે ધાર્મિક તીર્થભૂમિઓની જૈનશાસનની માલિકીઓમાં ત્રીજી પાર્ટી તરીકે માલિક તરીકે ઘુસવાની નેમ હતી. તે માટે જુદા-જુદા પક્ષકારો વચ્ચે વાંધા ઉભા થવા દઈ, તેના કેસો કેટે જવા દેવા વિદેશીને જરૂરના હતા. તે માટે લોકોને આવી વકીલની પકડવાળી સંસ્થાઓ જ કોલાહલ કરી કેસની દોરવણી કરી શકે. માટે આ પ્રશ્ન ઉપડાવવાની જરૂર હતી. એ વખતે તીર્થો વિષે “પ્રાણયારાં તીર્થો ” વગેરે શબ્દ વાપરવાથી જ લેક-લાગણી ઉશકેરાવીસંધની નહીં એવી સંસ્થાને ચાહતા કરી, સંધની મિલકત ઉપર ન પહોંચતું હોવા છતાં, તે સંસ્થાને અધિકાર પહોંચાડવા દેવાની પણ આ પ્રશ્નમાં ખુબીભરી ગોઠવણ છે. જેથી ભવિષ્યમાં “ આ સંસ્થાદ્વારા સવ ધાર્મિક મિલ્કતો પબ્લીકની અને તે દ્વારા સત્તાની કરાવી શકાય.” કેમકે-“ વ્યક્તિની નહીં, તે પબ્લીકની અને પબ્લીકની તે સરકારી.” આવા કઢંગા અર્થથી કઢંગી ગોઠવણ જોડાયેલી છે. પરિણામે નુકશાન કરનાર બાબતને, તાત્કાલીન નાના-મોટા ઘણું લાભો હોવા છતાં તે જતા કરવા જોઈએ. હાથીના કલેવરમાં રોજ માંસાહાર મળવાથી ખુશી થઈ તેમાં પડ્યાં રહેલા કાગડાને આખરે મરવું પડયું હતું. તેમ આમાં સમજવાનું છે.
- પુસ્તકેદ્વાર–ભંડારે માટે દ્વાદશાંગી આગમના આઠમા વિભાગમાં વિસ્તારથી લખેલું છે. વાંચે “જૈન” તા. ૨૧-૫-૬૦ પૃ. ૨૮૨. - યોજના રાજસ્થાન સરકારે રાજસ્થાનની ઓરીએન્ટલ રિસર્ચ ઇન્સ્ટીટયુટના માનવંતા નિયામક મુનિશ્રી *(2) જિનવિજયજીની દોરવણી હેઠળ જેસલમેરના જ્ઞાન ભંડારોમાં પ્રાચીન હસ્તપ્રતોની જાળવણી રાખવા, તથા પ્રકાશનની વ્યવસ્થા કરવાનું નક્કી કરેલ છે...”
કૌસમાં આપેલ પ્રશ્નાર્થ ચિહ્ન અમે કરેલું છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org