Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[ ૧૭ ]
કે તે મહાપાપ કરનારી નવી સંસ્થાઓથી મળતા ક્ષણિક લાભ જતા કરવા પડે તેમાં મહાપાપ ? બંધુઓ !' વિચારેક વિચારોઃ શાંત ચિત્તે વિચારોઃ પ્રમાણિકતા અને સત્યની ખાતર વિચારેઃ ધર્મ કે જૈનધર્મને નામે તેને જ ઉખેડીને ફેંકી દેનારા તમને તેની ઉન્નતિને નામે ફેંકી દેવાની કામગિરી કરવામાં કેટલું પાપ થાય? જે તમારા મનમાં મહાન ધર્મ કે શાસન તરફ થેડી પણ વફાદારીનું ઝરણું હેતું હેય. ગેરસમજથી ભૂલાવામાં પડીને ગમે તે થયું, પરંતુ હવે તે ચેતે !
૧૭ “વર્તમાનમાં તાત્કાલિન મળતા લાભમાં વિન નાંખવાનું પાપ કાઈ ન કરે.' તેને બદલે જે આપણે તે ભાઈઓને સમજાવી શકીયે, તે તેમની જ પાસે બોલાવી શકીયે, કે— વિશ્વવત્સલ મહાપુરુષના વિશ્વકલ્યાણ કરનાર મહાશાસનરૂપ મહાક૯પવૃક્ષની આશાતના અને તેને ભયંકર હરક્ત કરવાનું મહાપાપ કોઈ પણ સાધર્મિક બંધુઓ ન કરે.'
૧૮ પરંતુ, તેઓને સમજાવવાનું શક્ય એટલા માટે નથી કે—“તેઓના પોતાના પૂર્વાપરના સ્વતંત્ર વિચારથી તેઓ દોરવાયા નથી હોતા. તેઓ માનતા હોય છે, કે–પિતાના સ્વતંત્ર વિચારો” પરંતુ તેઓ “માત્ર બીજાઓથી અંધ અનુકરણરૂપે’ દેરવાયા હોય છે. તેથી આ સ્થિતિમાં તેઓની દયા ખાવા શિવાય, તેઓનું પણ ભલું ઇચછવા શિવાય ને તેઓનું અજ્ઞાન જલદી દૂર થાય તેવો આશીર્વાદ આપવા શિવાય આપણું બીજું કર્તવ્ય રહેતું નથી. બીજો ઉપાય રહેતો નથી.
૧૯ કરાવામાં–(૧) જે સાંસ્કૃતિક દૃષ્ટિથી મહત્ત્વના ન હોય, પ્રાગતિક દૃષ્ટિથી મહત્ત્વના હોય તેવી બાબતોને આગળ લાવવામાં આવતી હોય છે, ને તેના ઠરાવોની બાહ્ય રચના સંસ્કૃતિ અને ધાર્મિક પારિભાષિક શબ્દોથી ગુથાયેલી હોય છે. પરંતુ ખરી રીતે સંસ્કૃતિની દષ્ટિથી મહત્ત્વની બાબતને તે યાદ પણ કરવામાં આવતી નથી હોતી. મુનિ મહાત્માઓને કે સાધ્વીજી મહારાજાઓને શી અગવડ હોય છે? તેને યાદ પણ કરવાનું તો નહીં, પરંતુ બનતી રીતે કોઈ કોઈ ઠરાવમાં તે તેમના કામોની ટીકા હેય, ત્યાં તેમને અર્થશન્ય શીખામણ આપવાની હેય. અથવા તે ગર્ભિત નિંદા હેય છે.
૨૦ કરાવાની વાક્ય રચના –સાંસ્કૃતિક પક્ષમાં હાનિ પહોંચાડનાર અને પ્રાગતિકમાં સહાય કરનારી હોય છે. તેના દૃષ્ટાંત તરીકે એકાદ દાખલે આપી શકાય, કે-“આપણું મહાન જ્ઞાન ભંડારોનું પ્રકાશન યુગાનરૂપ પદ્ધતિ અનુસાર થવું જોઈએ.” “તેના લિસ્ટ થવા જોઈએ. જેથી સરકારને તેને કબજે કરી તેને પોતાની રીતે ઉપયોગ કરવામાં અનુકૂળતા રહે. “ઘણું મંદિર અને પ્રતિમાઓની પૂજા પણ થતી નથી અને આશાતના પણ ટાળી શકાતી નથી. માટે આશાતના ન થાય તેવા પ્રયાસો કરવા જોઈએ.” અર્થાત “ નવા મંદિરે અને પ્રતિમાઓ ન ભરાવવા જોઈએ. તેના ઉપર પ્રતિબંધ મૂકાવો જોઈએ. અને એ રીતે, તે ન હોય તો પછી તેની આશાતના શી રીતે થાય ? એમ તેની આશાતના ટાળવી.” આ જાતનું એ ઠરાવની પાછળ રહસ્ય હોય છે. મેટા શહેરોમાં સરકાર નવા મંદિરે બનાવવાની પરવાનગી આપતા નથી. તે હેતુને આ રીતે મદદ પહોંચાડાય છે.
જે મનિ મહારાજાઓ સારા વિદ્વાન હોય તેમને જરૂર પદવી આપવી જોઈએ.” તેને આડકતરી અર્થ એ થાય કે- “વિદ્વાનમુનિ મહારાજાઓને જ આપવી જોઈએ. પરંતુ જે પદવીઓ ચારિત્રના પાલનની યોગ્યતા સાથે સંબંધ ધરાવે છે, તે ન આપવી જોઈએ. અને એમ કરીને જાહેરમાંથી ધાર્મિક ચારિત્રપાત્ર મુનિવર્ગનું સ્થાન સરકતું જવું જોઈએ. માત્ર વ્યાખ્યાતા અને વિદ્વાનનું વિધાન તરીકેનું સ્થાન ટકી રહેવું જોઈએ. ચારિત્રપાત્ર તરીકેનું નહીં.” આવા ગર્ભિત અર્થ છે. જે પ્રાગતિક સરકારના હેતુઓમાં સમાવેશ પામે છે.
“ નિ મહારાજાઓએ સમયાનુકૂળ વ્યાખ્યાને રાખવા જોઈએ.” એટલે કે–પ્રાચીન શાસ્ત્રોના Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org