Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૧૭૬ } વચ્ચે માથું મારવાનું રહેતું જ નથી, એ રીતે વ્યાપક સંસ્કૃતિ તંત્ર સર્વ રીતે બરાબર વ્યવસ્થિત ચાલતું હોય છે.
- ૨ ત્યારે, વર્તમાન ભૌતિક પ્રગતિના આદર્શોને વ્યાપક કરવા માટે તેની વિધિની એવી આત્મવાદની જીવન-સંસ્કૃતિને છિન્ન-ભિન્ન કરી, પ્રજાના જીવનમાંથી તેને દૂર કરવા, વિદેશીઓના ધંધાદારી અનેક પ્રયત્નોથી કાંઈક અંશે બેકારીને ભોગ બનેલા લોકોને પોતાનું આધુનિક શિક્ષણ લેવાયા બાદ નવા નવા ધંધા અને ડીગ્રીઓ વગેરેથી નવી પ્રતિષ્ઠા આપેલ છે, તેને ડીગ્રીધારીઓની દોરવણી અને આગેવાની નીચે આધુનિક બહુમતના નવા ધોરણોથી નવી નવી સંસ્થાઓ વિદેશીઓએ ભારતમાંયે સ્થપાવરાવી છે, જેને આદર્શ જગતની ખ્રીસ્તી ગોરી પ્રજાની સર્વદશામાં ઉન્નતિને અનુકૂળ છે તે દેશનો ઉદય કરનારી વર્તમાન અનાત્મવાદી ભૌતિક પ્રગતિને અનુકૂળ ધાર્મિક સામાજિકઃ રાજ્યકીય આર્થિક ઉન્નતિઃ કરવાનું છે. અર્થાત પરંપરાગત-ધાર્મિકઃ સામાજિક રાજકીયઃ આર્થિક ઉન્નતિને મૂળ આદર્શ જ ફેરવાવી નંખાવવાને છે.
આમ સાંસ્કૃતિક રચના અને પ્રાગતિક રચનાઃ એ બનેયના ઉદ્દેશ સ્પષ્ટ રીતે જ તદ્દન જુદાજુદા હોય છે, એકની પદ્ધતિઃ સર્વજ્ઞની આજ્ઞા પ્રધાન અભિપ્રાયયુક્ત કાર્ય કરવાની હોય છે. ત્યારે બીજાની પદ્ધતિ બહુમતના ધોરણના મતાધિકાર યુક્ત કાર્ય કરવાની તેનાથી તદ્દન જુદી હોય છે. એકમાં ઉપરના જવાબદાર અને જોખમદારનું નીચે નીચે પ્રતિનિધિત્વ હોય છે. ત્યારે પ્રાગતિક પદ્ધતિ નીતિમાં નીચે નીચેથી માત્ર સજ્ઞાન કે અજ્ઞાન લેકાના બહુમતના આધાર ઉપર ઉપર–ઉપર જતું પ્રતિનિધિત્વ હોય છે. એમ પ્રતિનિધિત્વને સિદ્ધાંત અને ધેરણ પણ તદ્દન જુદા જુદા પ્રકારના હોય છે.
૪ સાંસ્કૃતિકમાં હિત કરવામાં જ જવાબદાર અને જોખમદાર આગેવાનોનું નેતૃત્વ હેય છે, ત્યારે પ્રાગતિકમાં માત્ર બહુમતનું પ્રતિનિધિત્વ હિતકારક પરિણામ લાવવાની જોખમદારી રહિત પ્રમુખને કામચલાઉ સ્થાન હોય છે.
આમ છતાં ભારતમાં પ્રજાનું અને આગેવાનું માનસ ધર્મપ્રધાન હોવાથી પ્રથમ ધાર્મિક પ્રશ્નો ઉપાડવાથી અને ધાર્મિક આગેવાનોને પ્રમુખસ્થાન વગેરેનું માન આપી આગળ રાખવાથી નવી સંસ્થાને કાંઇક લોકપ્રિયતા મળતી હોય છે. ને તેને પાયો મજબૂત કરી શકાતો હોય છે. ખુબી તે એ હોય છે –“ ધાર્મિક આર્થિક રાજ્યકીય સામાજિક પ્રતિનિધિઓ વિના પણ માત્ર ધાર્મિક પ્રતિનિધિઓને અને તે પણ યોગ્ય ધોરણ વિના બોલાવીને ચારે ય પ્રકારના જીવન વિષે ઠરાવ કરાવી લેવાતા હોય છે. પરંતુ વાસ્તવિક રીતે વિચાર કરતાં ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓને તેવા ઠરાવોમાં અભિપ્રાયો આપવાનો અધિકાર પણ શો હોય છે? તેમજ પરંપરાગત ધાર્મિક સંધ સંસ્થાઓના જોખમદાર આગેવાનોને આ જાતની જુદા જ આદર્શો અને ધરણેની સંસ્થાઓમાં ભાગ લેવાનો અધિકાર પણ શે હેય છે?
એ જ રીતે, તદન આધુનિક નવા નવા ઉદેશેવાળી આધુનિક સંસ્થાઓઃ મંડળ સભાઓને પણ પરંપરાગત સંસ્થાઓના કેઈપણ કામના સંબંધમાં બલવાને પણ અધિકાર છે હોય છે? કશોયે ન હોવા છતાં, તેને પણ પ્રતિનિધિત્વ આપવામાં આવતું હોય છે. આ રીતે વિચારી જોતાં પ્રતિનિધિ શબ્દની કેટલી બધી ભયંકર વિડંબના? વળી, પિતા શ્રી સંધમાં ગમે તેટલી આગેવાની ધરાવતા હેય, છતાં તેને પ્રતિનિધિત્વ ન મળે. અને પુત્ર જે મેટ્રીક પાસ હોય, તે તે પ્રતિનિધિ તરીકે તે નવી સંસ્થામાં જઈ શ્રી સંઘના કાર્યોમાં પણ મતાધિકાર ધરાવી શકે. સદ્ભાગ્યે આવી હાસ્યાસ્પદ સ્થિતિ કોઈ કોઈ સંસ્થાએ બંધ કરી છે.
૬ પરંપરાગત સંસ્થાઓનીઃ અને નવી સંસ્થાઓનીઃ મિલ્કતો જુદી જુદી હોય છે-તદ્દન સ્વતંત્રઃ
સ્વતંત્ર હોય છે. તો નવી સંસ્થાઓને પરંપરાગત સંસ્થાઓની મિલકતો કે તેની કોઈપણ બાબતમાં Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org