Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[ ૧૭ ]
છે, કે “ભારતના બહારના લેકે જેને બાવા આદમ તરીકે ઓળખાવે છે, તે આ બાવા આદિમ પહેલા રાજાઃ પહેલા મુનિ અને પહેલા તીર્થસ્થાપક શ્રી ઋષભદેવ પ્રભુ છે.” એ સંકેત આદિમ શબ્દ વાપરવામાં કેમ સુચિત ન કર્યો હોય?
૩ આધુનિક સંશોધકે “ પ્રથમ માનવો જંગલી હાલતમાં હતા અને પછી ધીમે ધીમે સુધર્યા છે.” તેને માટે જુદા જુદા કાળના જુદા-જુદા હપતા બતાવે છે. પત્થર યુગ, લેહ યુગ, વિગેરે. અને મળી આવેલા પ્રાચીનકાળના ફેસિલો: વગેરે સાધનો: માનવીય હાડપીંજરો તથા, બીજા અવયવો: ઉપરથી એ બધુ સમજાવે છે. તે ઉપરથી એટલું નક્કી થાય છે, કે આજના કરતાં પ્રાચીનકાલમાં માનવ શરીર ઘણું મોટા સંભવિત હતા. બીજા પ્રદેશમાં જંગલી હાલતમાં માન હોય, એ પણ સંભવિત માનવામાં હરકત નથી. પરંતુ ભારતમાં તે પ્રાચીનકાળથી જ સંસ્કારી માન હોવાના પ્રમાણે જગતભરના ધર્મશાસ્ત્રો અને “ભારત તરફથી નિડર થાલ કાળમાં જે લોકે યુરોપ તરફ ગયા, તે સંસ્કારી હતા” એ જાતની લગભગ એચ. જી. વેલ્સની નંધ: ઉપરથી “ ભારતમાં સંસ્કારી માનવા પ્રાચીનકાળથી હતા” એમ કહી શકાય તેમ છે. આધુનિક લેખકે પ્રાચીન ઇતિહાસ વિગેરેની શરૂઆત ભારતથી ન કરતાં ગ્રીક: રોમઃ અને બીજા પાશ્ચાત્ય પ્રદેશથી કરે છે. એટલે સાચી વાત જ ને મળતાં દરેક બાબતમાં વિકૃત અને ભૂલ ભરેલી હકીકત રજુ થાય છે, અને તે ફેલાય છે. કેમકે ભારતના વ્યક્તિત્વને ભાવિ પ્રજાના માનસમાં જરાપણ સ્થાન ન પામવા દેવાનું મજબૂત વલણઃ તેઓને આ જાતના વિધાન કરવા કાયમ માટે પ્રેરણા કરતા હોય છે. પરંતુ ભારતના નેતૃત્વ નીચે ચાર પુસ વ્યવસ્થિત સંસ્કૃતિ ભારત અને બહારના લોકોમાં અને જીવનમાં વ્યવસ્થિત રીતે વણાયેલી, ગુંથાયેલી, આજે પણ વિદ્યમાન છે. એ કોઈ પણ એક મહાદીર્ધ–દષ્ટિ વ્યક્તિની રચના શિવાય બીજી રીતે સંભવિત નથી. અને દરેક ધર્મોના પ્રાચીન ધર્મશાસ્ત્રોમાંની નોંધ એના પૂરાવામાં છે. “પ્રથમ વાંદરા હતા, તેમાંથી મનુષ્ય રૂપે તે વિકસિત થયા.” વિગેરે વાતે બુદ્ધિગ્રાહ્ય નથી. ને સાથે જ આધુનિક સંશેધકેએજ એવી વાતોને લગભગ ખોટી અને હાસ્યાસ્પદ ઠરાવી દીધી છે.
જૈન ધર્મ અને તેની વ્યવસ્થા વિગેરેને બાદ રાખીને, તેને એક નવી ચીજ ગણુને, તેની ઉપેક્ષા કરીને, આજના સંશોધકે સ્વતંત્ર રીતે વિધાન કરતા હોય છે. તેથી સાચા જવાબ, સાચી હકીકત આપવાની તેઓના વિધાનમાં શકયતા જ નથી. “પરંતુ જે મુખ્ય અને મૂળ વસ્તુ છે, તેને બાજુએ રાખવામાં જ ગંભીર ભૂલ થાય છે.” તે સત્ય ન રવીકારવામાં જ આધુનિક સંશોધકને દુરાગ્રહઃ અને અયોગ્ય ફટા–ટપઃ બાલીશઃ અને ઉપેક્ષ્ય છે. અને જંગતને ઉંધે માર્ગે દોરવવાની કલુષિત મનોવૃત્તિ સ્વાભાવિક રીતે જ ગહણીય ઠરે તેમાં આશ્ચર્ય શું ? સદ્ વિદ્વાન પુષે વધારે સચોટ રીતે આ વિષયને વિચાર કરશે, એવી આશા છે.
[ ] શાસનમાં ધર્મની આવશ્યક વ્યાપતા ૧ “યુગલિકપણુમાં સહજ છતાં તગ્ય-ધર્મમર્યાદાનિષ્ઠ માનવજાતિઃ કાળક્રમે અને કાળા જંગલીપણું તરફ ન ધસી જાય ” એ માટે પ્રજાને રાજ્યધર્મ વિવાહધર્મઃ કુળ-કુટુંબ ધર્મ ગ્રામધમ: વગેરે એટલે કે માર્ગાનુસારી આચાર મર્યાદાઓ રૂપ ધર્મ વગેરે તથા સે ધંધાઃ સે કારીગીરીઃ ૭૨ ને ૬૪ કળાઓ વગેરે શીખવ્યા” એમ જૈન શાસ્ત્રકારો કહે છે. અર્થાત્ પોતપોતાના પ્રદેશમાં રહેલી પ્રજા ચાર પુરુષાર્થને હરકત ન આવે તે રીતે કુદરતી વસ્તુઓને જરૂરી ઉપયોગ સૌ કરી શકે છે, એટલું જ નહિ, પરંતુ સવની માર્ગનુસારપણે આત્મા છે, કર્તા છે, વગેરે છ સ્થાન ઉપર એવી વ્ય
વસ્થા કરી કે જેથી માર્ગનુસારી ધર્માનુકૂળ જીવન લગભગ પ્રજાના મોટા ભાગનું જળવાઈ રહે, અને Jain Education International For Private & Personal Use Only
• www.jainelibrary.org