Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૧૪૧ ] મહાઅજ્ઞાની–મૂઢની અહિંસાઃ ને હિંસાઃ પણ હિંસામાં ભળે છે અને જાગ્રત મહાસંયમી જ્ઞાનીની હિંસાઃ અને અહિંસાઃ બનેય અહિંસાઃ ૩૫ હોય છે. આ રહસ્ય છે. એ જ પ્રમાણે સત્ય વગેરે વિષે પણ સમજવું.
(૧૧) આ રીતે હેતુઃ સ્વરૂપ અનુબંધઃ હિંસાઃ અહિંસાઃ દ્રવ્યઃ ભાવ: હિંસાઃ અહિંસા વગેરે સેંકડો વિકલ્પ છે. તે સમજવાથી હિંસાઃ અહિંસાનું સૂક્ષ્મતમ વિજ્ઞાનતત્ત્વજ્ઞાન સમજાય તેમ છે. ઉપર ઉપરથી કાંઈ એમ સમજાય તેમ નથી. આ કારણે ઘણા ઘણા વિદ્વાને આ બાબતમાં ગંભીર ભૂલથાપ ખાઈ જાય છે.
(૧૨) આજ કારણે-ઉપાધ્યાય મહારાજશ્રીએ એક સ્થળે જણાવ્યું છે. કે-“ જૈન પાંચેય આચારના તમામ વિધિઓ અને અનુષ્ઠાને અહિંસાને અમલમાં મૂકવાના પ્રતીકો છે, કેમકે-દરેકમાં અહિંસા વણાયેલી હોય છે.
(૧૩) જે કે- દરેક ધર્મો અને દર્શન માં અહિંસાઃ સત્ય વગેરે સમજાવેલા છે જ. પરંતુ જૈનશાસ્ત્રોમાં અહિંસાનું સવ બાજુનું સાંગોપાંગ નિરૂપણઃ પાલનપદ્ધતિ અને ઉપાય બતાવ્યા છે. તે બીજે નથી. માટે જૈનોની પરાકાષ્ઠાએ પહોંચેલી અહિંસા વખણાતી આવી છે. અને તેઓના સંપર્કથી બીજાઓ ઉપર પણ એ અહિંસાની અસર થવાથી ઘણું લેકે જેમ બને તેમ હિંસાથી દૂર રહેતા હોય છે. માટે અહિંસાની સર્વોત્કૃષ્ટ માત્રા ત્યાં જ છે.
(૧૪) ચાર પુરુષાર્થની ધ્વન સંસ્કૃતિ પણ અહિંસામાંથી જન્મી છે. અહિંસાનું પાલન કરાવે છે. ને ઓછામાં ઓચ્છી હિંસા થવા દઈ, હિંસા ઉપર અસાધારણ અંકુશ રાખે છે. જેને અહિંસાના સોમા ભાગનો વિચાર પણ બીજે જોઈ શકાય તેમ નથી. આ પરિસ્થિતિ છે. સાચી અહિંસા યથાશક્તિ પાળે, તે બાબત જૈનદર્શને વધારે વાધો ન લેતાં, અહિંસાની વ્યાખ્યા ફેરવી જગતને ઉધે રસ્તે દોરવવા સામે જૈનદર્શનને સખ્તમાં સખ્ત વાંધો છેઃ શ્રી મશરૂવાળા આ રહસ્ય સમજતા હોત તો-જૈન અહિંસા વિષેના તેમના ખોટા ખ્યાલ-અણસમજણ-દૂર થઈ ગઈ હત. ગૂજરાતઃ સૌરાષ્ટ્રના ઘણાખરા જૈનેતર પણ જૈન અહિંસા વિષે થોડું ઘણું જાણતા હોય છે. પરંતુ આધુનિક શિક્ષિત ઘણી રીતે અપરિચિત રહેતા આવતા હોવાથી અનેક પ્રકારની સાદી ભૂલે કરીને છબરડા વાળતા હોય છે. આ નવી મુશ્કેલી વધી છે. આજે તે અહિંસા શબ્દ ઉભે કરી, અહિંસક સંસ્કૃતિને ઉથલાવી નાંખી, હિંસક પ્રગતિને વેગ આપવા માટે અહિંસા શબ્દના પ્રચારને ખૂબ વેગ આપવામાં આવે છે. જેને “ રાજ્યકારી અહિંસા"નું નામ આપવામાં આવેલું છે. એજ સાબિત કરે છે, કે તે કામચલાઉ અને એકદેશીયનામની છે.
(૧) આ જાતની–કૃત્રિમ અહિંસા ફેલાવવાનો-વિદેશને ઉદ્દેશ હતો. અને તે ભારતના લોકો મારફતઃ ફેલાવવાનો પ્રયત્ન કરતા હતા.
(૨) વડોદરાના શ્રી સયાજીરાવ ગાયકવાડ પણ જેનોની અહિંસા સમજેલા હતા જ નહી અને વૈદિકધર્મના અનુયાયિ તરીકેની સામાન્ય વાસનાના આધારે જૈનો સામેના કાંઈક વિરોધમાં વર્તમાન અહિંસાને ખ્રીસ્તીધર્મની અહિંસા સમજી લઈ, આ જાતની હિંસારૂપ આધુનિક અહિંસાને ઈંગ્લાંડમાંની વિશ્વધર્મ પરિષદ વખતે તેઓએ આવકારી છે.-“અમારા દેશમાંના કેટલાક લોકે નાના જીવોને બચાવે છે, અને મોટા જીવોને ફેંસી નાંખે છે. તેથી અમારે અહિંસાનો અર્થ બદલાવીને- તમારા જેવખ્રીસ્તીઓ એવો રાખવો પડશે.” આ મતલબનું બોલ્યા છે. તેમ કરીને જૈની અહિંસા ઉપર થાય
કરી લીધો છે. જો કે તે પહેલાં જ આજની કૃત્રિમ અહિંસાને પ્રચાર ભારતમાં સન ૧૯૧૫ થી મેટા Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org