Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[ ૧૪૩ ]
પણ તેમાં હિંસા ન માનનારઃ બૌદ્ધધર્મની અહિંસાની માન્યતા ક્યાં? પરંતુ બૌદ્ધધર્મ તરફની અતિભક્તિમાં તેમણે ગળઃ અને બાળક ને સરખા કરી નાંખ્યા. આ રહસ્ય કોણ સમજાવે? કેમકે–તેમની જાણ પ્રમાણેના જૈન પંડિત તો તેમને આ સત્ય વસ્તુ સમજાવી શકવાને અશક્ત હતા, કે જેઓએ કૌશાંબીજને જૈનશાસ્ત્રના પાઠો બતાવ્યા હતા. કૌશાંબીજી તો આ બાબતમાં ખરી રીતે અજાણ હતા.
(૩) કોઈ પણ પ્રસિદ્ધ જૈનાચાર્યોને મળીને સત્ય સમજવાની કોશીશય કરી નથી. જે સ્થાનકવાસી બેજ જૈન મુનિઓને મળ્યાં, તેમાંના એક વિદ્વાન મુનિએ આ જાતના લખાણ માટે તેમને ઠપકે જ આવ્યો છે. ત્યારે બીજા એક મુનિએ “ આવા પાઠે જૈન આગમોમાં આવે છે.” એમ કહીને કાંઇક સમર્થન કર્યું. છતાં, એક ઉપરથી કૌશાંબીજીએ અનેક જૈન મુનિઓને પોતાના કથનમાં સમ્મત માની લીધા ને પોતાના એ પુસ્તકમાં બહુવચન વાપર્યું છે. હવે તેને કેણ સમજાવે? .
(૪) ખરી રીતે, જૈન આગમો સૈકાલિક અને સર્વક્ષેત્ર માટેની હકીકત આપતા હોય છે. તેથી વ્યાપક દૃષ્ટિથી; તેમાં અનેક વાતો આવે, એ સ્વાભાવિક છે. પરંતુ તે ક્યા આશયથી છે ? ક્યા સંદમાં છે ? તે નયસાપેક્ષપણે સમજ્યા વિના ઘણા લેકેની ઘણી રીતે ગેરસમજણો થાય જ છે.
પક્ષપણે સમજ્યા વિના જૈન આગમોમાં ગેરસમજ ઉભી થાય તેવા ઠામઠામ સ્થળો છે. કેમકેતેની એ શૈલી છે. એક જ વાત એક કારણે એક નયની અપેક્ષાએ અમુક રીતે હોય છે ત્યારે બીજા નયની અપેક્ષાએ એ જ વાત બીજે ઠેકાણે બીજી રીતે હોય છે. તે પછી, કૌશાંબીજી જેવાનું તો એ સમજવાનું ગજું જ શું ?
(૫) એ પાઠેના સંબંધમાં શ્રી મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ બત્રીશીઓમાંની ધર્મદ્રાવિંશિકામાં સૂક્ષ્મ વિચાર કર્યો છે. અને તેનું વ્યવસ્થિત સમાધાન આપીને “જૈન મનિઆનું સ્વરૂપ જ અમઘમાંસાશિતા ” તરીકેનું છે.” તે બરાબર છે. એમ બરાબર બતાવી આપ્યું છે. આ સ્થળ કૌશાંબીજીએ સમતાથી જોયું હોય તો પણ આ જાતનો છબરડે વળવાનો તેમને હાથે પ્રસંગ ન આવત.
(૬) આમાં કૌશાંબીછ કરતાં તેને આવા પાઠો બતાવી, તેનું એકતરફી સમજાવનારાઓનો મેટો દેશ છે. વળી “વિદેશીય તંત્રને ઉદ્દેશ ભારતમાં માંસાહાર મોટા પાયા ઉપર ફેલાવવાનો હતો. તેથી આવી બાબતોને અનેક રીતે વધારે ઉત્તેજન આપવામાં આવે છે.” તે બાબતની પણ તે પાકે બતાવનારાઓ દીર્ધદષ્ટિ રાખી શક્યા જ નહીં. એ કારણે જેમ બને તેમ જૈન અહિંસાને ભારતમાં હલકી પાડવાના ગૂઢ પ્રયત્ન ચાલુ છે. તે પણ વિદ્વતાની પોતાની પ્રશંસાથી ઉત્સાહમાં આવી ગયેલા તે ભાઇઓ સમજી શકયા નહીં. “ જેના સિવાય આ જગતમાં હિંસાના પ્રબળ વિરોધ કોઈને પણ ન હોય ને નથી” એ સ્વાભાવિક છે. છતાં જ્યારે જૈન સાધુએઃ અને તેને એકાદ તીર્થંકરના પણ માંસાહાર કર્યા હોવાના સાચા કે બેટા મુદ્દા તેના જ શાસ્ત્રોમાંથી જાહેરમાં રજુ કરવામાં આવે, તે સ્થિતિમાં જેને પછી શી રીતે વિરોધ કરી શકવાના છે?” ને એ જાણ્યા પછી ભારતમાં માંસાહારના પ્રચારને છુટ્ટો દોર આપવાના ચક્રો ગતિમાન થાય, તેમાં તે પૂછવું જ શું? “ જોઈતું હતું ને વૈદ્ય બતાવ્યું.” વડોદરાના દિવાનના પ્રમુખપણામાં ડો. મુંજેઓ માંસાહારની આવશ્યક્તા ઉપરના ભાષણમાં જેનોની અહિંસાની અને વૈષ્ણવોના પ્રેમની ટીકા કરી હતી.
() સરકાર પોતાની સાહિત્ય એકેડમી સંસ્થા દ્વારા તે પુસ્તકને છપાવીને પોતાની રીતે એવા કેઈ ઉદેશથી પ્રચાર કરે છે અને માંસાહારના ફેલાવવામાં તેને ખાસ ઉપયોગ જરૂરી મનાયેલો છે. જે
એ પાઠો બતાવનાર ભાઈઓ પાપ-પુણ્યને માનતા હોય, તો તેઓ વિચારી જેશે કે-“હવે જડવાદના
પ્રચાર સાથે માંસાહારનઃ મચ્છીક અને ઇંડાનો પ્રચાર જે થશે, તેનું પરિણામ ક્યાં જઈને પહોંચશે? Jain Education International For Private & Personal Use Only
WWW.jainelibrary.org