Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[ ૧૫૧ ]
તરો જળ-ધરાન કરતથા સવિતુર્વરમ્ . संस्थाप्य, द्वादशा-ऽङ्गी चाऽर्थाप्य तीर्थ प्रवर्तयेत् ।। १३३ ॥
३ श्रीकाल लोकप्रकाश તે કેવળજ્ઞાન પામીને– દેવો અને મનુષ્યો (વિગેરેની બારી સભામાં– (૧) મુનિઓ અને શ્રાદ્ધોને ઉચિતઃ એમ બે પ્રકારને ધમ ઉપદેશે છે. (૨) ત્યારપછી ગણધરની ગચ્છની અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે, ને પછી– (૩) શ્રી દ્વાદશાંગીને અથથી સમજાવે છે. (૪) એ રીતે શાસન-તીર્થ–પ્રવર્તાવે છે.
[૧] શાસન સંસ્થાનું અસ્તિત્વ ૧ ધમ પુરુષાર્થના ચાર અંગે તે ઉપર પ્રમાણે લેક પ્રકાશમાં બે લોકોમાં સ્પષ્ટ રીતે બતાવ્યા છે. અને સાતક્ષેત્રાદિ ધાર્મિક સંપત્તિરૂપ પાંચમું અંગ અર્થથી-ઉપલક્ષણથી આવી જાય છે. કેમ કેતે વગર કેઈપણ સંસ્થા સંભવી શકે નહીં. એ નકકી છે. માટે તે અવિના-ભાવિ–સંબંધે સાથે હોય જ છે. મૂનિઓના ઉપકરણો પણ છેવટે ધાર્મિક દ્રવ્યઃ તે છે જ. તેને સ્વીકાર ગ્રહણઃ ઉપયોગ: ત્યાગઃ વિગેરે વિષે વિચાર અનિવાર્ય રીતે જ જોડાયેલું રહે છે. માટે પાંચમું અંગ આવી જાય છે.
ધર્મ પુરુષાર્થનાં પાંચ અંગ (૧) શાશ્વત-ધર્મ, (૨) બંધારણીય વ્યવસ્થા તંત્ર-શાસન-તીર્થ (૩) તેને સંચાલક શ્રમણપ્રધાન ચતુર્વિધ સંધઃ (૪) માર્ગદર્શક નિયમાદિરૂપ દ્વાદશાંગી શાસ્ત્રઃ (૫) પાંચ દ્રવ્યઃ સાત ક્ષેત્ર વિગેરે શ્રી સંઘના સંચાલન નીચેના શ્રી જૈન–શાસનની ધાર્મિક સંપત્તિઓઃ આ પાંચ રૂપે ધર્મ પુરુષાર્થ એટલે જૈન-ધર્મ છે.
૨ તેમાંના ચાર વિષે તો યથાશય અહીં જ આગળના વિષયોમાં નિર્દેશ કરી ગયા છીએ. આ વિષયમાં બીજા અંગ બંધારણીય-પરંપરાગત ચાલ્યા આવેલા-શાસન સંસ્થા તીર્થ: વિષે યથાશકય નિદેશ કરીશું. કેમ કે બીજા ચારનું એ ભાજન છે, આધારશિલા છે, ધારક પાત્ર છે, તે બાકીના ચારનું વાહક છે. ચાર પાયો છે, સમ્યગદર્શનની ભૂમિકારૂપ છે, તે વિના એ ચાર અંગે પોતાનું કાર્ય કરી શકતા નથી. માત્ર તેની મુખ્યતાની અપેક્ષાએ અહીં તે વિષે લક્ષ્ય ખેંચીશું.
૩ જો કે પાંચેયમાંના પ્રત્યેકની મુખ્યતા અને બીજા ચારની ગણતા હોઈ શકે છે. તેથી જેની– જેની મુખ્યતા હોય, તેના નામ બાકીના ચાર ગૌણને લાગુ પડે છે, તેથી એકજના જુદા જુદા નામો એ સ્યાદવાદ શૈલિથી સંગત હોય છે. એમ ૨૫ ભેદે પણ થઈ શકે છે.
તીર્થ એટલે સંસ્થાઃ પરંતુ સંઘઃ શાસ્ત્રઃ સંપત્તિ અને ધર્મને પણ તીર્થ કહી શકાય છે.
પ્રવચન:–એટલે શાસ્ત્ર: છતાં, બાકીના ચારેયને પ્રવચન કહી શકાય છે, પ્રવચન સંઘ વખાણીયે” સંધઃ અર્થમાં. અને “ પ્રવચન ઉડ્ડાહ નિવારવો.” અહીં શાસનઃ સંસ્થાઃ અર્થમાં પ્રવચન શબ્દ વપરાયેલ છે.
એ જ પ્રમાણે પાંચેયને ધર્મ: કહી શકાય છે. પાંચેયને સંઘ: કહી શકાય છે. પાંચેયને ધાર્મિક સંપત્તિ-ભાવ તથા દ્રવ્ય સંપતિઓરૂપે કહી શકાય છે. “મો વઢા સાત ” માં શાશ્વત-ધર્મ
શબદ દ્વાદશાંગી શ્રુતજ્ઞાન માટે પણ વપરાય છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org