Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૧૫૪] જગતમાં કોઇપણ કાર્ય સંસ્થા વિના ચાલી શકે નહીં; પ્રચાર પામી શકે નહીં. ઉદ્દેશ: અને આદશઃ સિદ્ધ કરી શકાય નહીં. તેના વિના એક ડગલું પણ ચાલી શકાય નહીં. તત્વજ્ઞાન અને પાંચ આચારમય શાશ્વત ધમઃ શાસન સંસ્થા વિના સામુદાયિક રીતે સીધી રીતે અમલમાં આવી શકે નહીં”
(૧) બંધારણીય તંત્ર (૨) સંચાલક વર્ગ અને (૩) નિયમાવળી શાસ્ત્ર એ ત્રણેય જુદા જુદા હોય છે. નિયમ ભલે શાસ્ત્રમાં હોય, તેને અમલ કરનાર ભલે તેનું સંચાલક બેડ હેય, પરંતુ નિયમેના અમલથી ઉત્પન્ન થયેલી એક વ્યવસ્થા તંત્રરૂપ સંસ્થા વિના નિયમાવળી કે સંચાલક સંબંધ વિનાના બની રહે છે. માટે સંસ્થા વિના ચાલે નહીં એ નક્કી છે. તો પછી જેન-ધર્મ સંચાલન ચલાવનાર તંત્રરૂપ સંસ્થા હોવી જ જોઈએ? કે નહીં ? અને હેય, તે તેનું શું સ્વરૂપ છે ? તેને માટે શાસ્ત્રમાં કયા શબ્દો છે? જે શબ્દો હેય, તેને ઉપયોગ કરીયે પરંતુ કાંઈક તે જોઈશે જ. અને તે વસ્તુસ્થિતિરૂપે હોય, છતાં આપણે તેની ઉપેક્ષા કરીયે, કે “તે નથી. તેવું કંઈ હોઈ શકે નહીં.” એમ માનીને વર્તીએ, તે કેટલે અનર્થ થાય? સમ્યગદર્શન ગુણ મૂળથી તૂટી પડે. એ સ્વાભાવિક છે. માટે શાસન સંસ્થાનું અસ્તિત્વ અનિવાર્ય રીતે સ્વીકાર્યા વિના ચાલે તેમ નથી જ,
[ ] વર્તમાન જૈન–શાસનની મૂળ ઉત્પત્તિ અને પ્રવાહ ૧ જેમ પેટી બનાવનાર સુતાર પેટીનું તૈયાર સ્વરૂપ મનમાં કલ્પી રાખીને, પ્રથમ તેના દરેક નાના-મોટા અંગો તૈયાર કરે છે. ને પછી દરેક અવયઃ સાંકળઃ નકુચાઃ મજાગરા વગેરે જોડીને, આખી બરાબર સાંગોપાંગ તૈયાર કરી રંગી, ને ગ્રાહક આગળ સુરેખ પેટી રજુ કરે છે. તેમ આદિઈશ્વર૦શ્રી ગષભદેવ પ્રભુએ પ્રથમ અર્થ અને કામઃ પુરુષાર્થને પ્રચલિત કર્યો. અને બાહ્ય બળનું જરૂર પૂરતું નિયંત્રણ રાખી ઉદ્ધત લોકે પાસે તે બે પુરુષાર્થની મર્યાદાઓ જળવાવનાર રાજ્યતંત્રને અર્થ પુરુષાર્થ સાથે જોડયું. ને પોતે રાજય વ્યવસ્થા પ્રથમ રાજા બનીને અમલમાં મૂકી ધમપુરુષાર્થના વ્યવસ્થિત માર્ગનુસાર પ્રાથમિક અને એ રીતે તૈયાર કરેલા છે. શિલ્પાદિક ધંધાઓઃ કામ પુરુષાર્થમાં સદાચારનું રક્ષણ કરનાર વિવાહાદિક આચાર વગેરેની નિયામક સામાજિક વ્યવસ્થા વગેરેની વ્યવસ્થા સ્થાપેલ છે, અને મુનિમણે દીક્ષિત થયા બાદ મોક્ષના અનન્ય કારણમય પાંચેય અંગારૂપ ધર્મ પુરુષાર્થ સંસ્કૃતિને મુખ્ય આત્મા જેડી દઈ ચાર પુરુષાર્થની સંપૂર્ણ સાંગોપાંગ માનવ જીવન વ્યવસ્થા લોકોમાં અમલમાં આવેલ છે. તેના પેટામાં તમામ ધંધાઓ, કારીગરીઓ, પુરુષને બહેતર અને સ્ત્રીને એસઠ કળાઓનું સાંગોપાંગ શિક્ષણ અઢાર લિપીઓઃ ભાષાઓઃ વિવાહ વગેરે જીવનઘડતરના પ્રસંગે રાજ્યના સર્વ અંગે વગેરે વગેરેનું શિક્ષણ આપેલ છે. પ્રજાના જીવનમાં અમલમાં આવેલ છે.
૨ આ સર્વ કાર્ય કરવામાં તેનું પૂર્વ ભવનું જ્ઞાન કામ આવેલું છે. સંસ્કૃતિબદ્ધ પ્રજાયુક્ત દેશમાં પૂર્વભવમાં જીવન જીવવાથી સર્વ પ્રકારનું અનુભવજ્ઞાન તેમને મળેલું હતું. આત્મા અને તેના છ સ્થાનેનું તત્ત્વજ્ઞાન તેમના ધ્યાનમાં હતું, કારણ કે-મતિજ્ઞાન: મૃત-શાસ્ત્રજ્ઞાન અને અવધિજ્ઞાન: એ ત્રણ જ્ઞાન તેમને પૂર્વભવથી સાથે જ આવેલા હોવાથી આ જન્મમાં પણ જન્મથી જ હતા. એટલે જ તેઓ માનવજીવન માટે એક સુરેખ ને સાંગોપાંગ જીવનવ્યવસ્થા, મહાસંસ્કૃતિ ઉપજાવી શક્યા હતા. ભલે પહેલા અર્થ અને કામ પુરુષાર્થ સ્થાપિત કર્યા, અને ધર્મ અને મોક્ષ પુરુષાર્થ પછી સ્થાપિત કર્યા. પરંતુ તેમના લયમાં ચારેય પહેલેથી હતા.
૩ જે તેઓએ આમ ન કર્યું હતું, તે દિવસે ને દિવસે કથળતી જતી લેકની નીતિ મહાઅન્યાય અને મહા અનર્થ નિપજાવત! મ ગલાલ ન્યાય પ્રવતત અને સુલેહ શાંતિઃ વ્યવસ્થા મર્યાFor Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International