Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૧૪૮] સો ખરીવાત એ છે, કે જેનાગોના અર્થો સારા પ્રમાણમાં નયનિક્ષેપાના જ્ઞાન વિના કરવાની શક્યતા જ નથી. પૂર્વાપરના સંદર્ભને ખ્યાલ હોય, પૂર્વ પરંપરાને ખ્યાલ હોય તેવા વિદ્વાન અને ગીતાર્થોને જ અર્થ કરવાનો અધિકાર છે. બીજાને તે આગમો હાથમાં લેવાનો પણ અધિકાર નથી. કાચા ઘડામાં ભરેલું પાણી, ઘડે પણ ફેડે છે, અને પોતે પણ નકામું વહી જાય છે. એમ બે રીતે નુકશાન કરે છે.
આગમોના અર્થ કેમ કરવા ? તેને માટે અનુગદ્વાર નામનું સ્વતંત્ર સૂત્ર છે. ત્યારે આજે માત્ર ન્યાય, વ્યાકરણ ભણેલા અર્થ કરવા લાગી જાય છે. “પૂર્વાપરના વિચારપૂર્વકના અનુસંધાને કરીને ગીતાર્થ પુરુષ જ શાસ્ત્રોની શુદ્ધતાની અખંડ રીતે પ્રસિદ્ધિ જાળવી શકે છે.” “બીજા વિના કારણ કલંકિત કરતા હોય છે.” [શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજ કૃત પ્રતિમા શતકમાં. ]
કૌ આમ છતાં, ઘણાં જૈન મુનિમહારાજાઓએ પોતાના ગ્રંથભંડારોમાં શ્રી પટેલના આગમોના ભાષાન્તરના ગ્રંથો રાખેલા છે. આગમોના મૂળ પાઠો ઉપર ટીકા ટીપ્પણઃ વગેરે થાય; પરંતુ આ મૂળ પાઠેના જ (ભાષાન્તર ) ભાષા-રૂપાન્તરે છે. જેને આપણે મા-બાપ પૂજ્ય: તરણતારણઃ માનીયે, તેને નગ્ન કરેલી સ્થિતિ જેવી સ્થિતિમાં સ્પર્શ પણ આપણે કેમ કરી શકીએ ? કેમકે એ અપમાન છે. કેટલી મોટી આશાતના આપણે જ હાથે થઈ રહેલી છે.? આગમોની આશાતના વવાની ઇચ્છાવાળા સૌને વિચાર કરવા આ નમ્ર વિજ્ઞપ્તિ છે. તેમાં વળી, ગુચ્ચમ વિના ગૃહસ્થને હાથે, અને તે પણ જૈનેતર ગૃહસ્થને હાથે, થયેલાં ભાષાન્તરઃ સ્પશને પણ યોગ્ય ન ગણાય, ત્યારે તેને પોતાના ગ્રંથસંગ્રહમાં સંગ્રહ કરવામાં સંકેચ ન થાય, એ કેટલા બધા ખેદનો વિષય ગણાય ? - પરમાત્માના શાસનની શિસ્તની દૃષ્ટિથી આ ખાસ વિચારવા જેવું છે. શ્રી આગમે બીજા સાહિત્યના પુસ્તકની જેવા માત્ર સાહિત્યના પુસ્તક હોત, તે જુદી વાત હતી. પણ આ તો તરણતારણ આગમા !! જગતભરમાં સદાચારના મહાન પ્રેરક આગમો, અને તેનું આ રીતે અન્યથા યોજન ? આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર મહારાજને આવા એક અનર્થ કરવા બદલ મહા પ્રાયશ્ચિત્ત લેવું પડયું હતું, તેમની રચનાને સામાન્ય ગણીને માત્ર વ્યક્તિગત અસૂત્રપાઠ જેવા સ્તુતિ, પૂજા થાય તેત્ર વિની આદિમાં બેલવાની માત્ર વ્યવસ્થા રાખેલી છે.
R ત્યારે કોઈ બચાવ કરશે, કે-“તેમાં શું છે?” “તેમાં શું ખોટું છે?” “તે જાણીને તેનું ખંડન કરવા માટે અમારા સંગ્રહમાં રાખેલા છે.” ખંડન કરવાનું કામ અધિકારી પુરુષોનું છે. તેથી તેઓ કદાચ રાખે, તો તે વાત જુદી છે. પરંતુ તે સિવાયનાને માટે ખાસ વિચારણીય અને દુઃખદાયક ગણાય. રાખનારામાંના કેટલાકએ ખંડન કર્યું? વળી, માબાપને નાગા કરાય, તો તેમના શરીર વિષેના આપણું જ્ઞાનમાં કદાચ વધારો થાય; પરંતુ સાચો સપૂત પુત્ર એ જોઈ શકે ખરો કે ? અને નાગા કરનારને અનુદી શકે ખરે છે ?
શુ આગમોના ભાષાંતર કરવાઃ એ શ્રી આગમરૂપી માબાપને નાગા કરવા, ઉપરાંત નચાવવા બરાબર
Iષાન્તરમાં તેના અર્થો પૂરા આવી શકે તેમ છે જ નહીં. ભલભલા આચાર્યો પણ વિવેચન કરવામાં ગભરાયા છે. તો પછી, આજકાલના ઉપરચેટીયા ભાષાન્તરકારની શી ગુજાઈશ ? ઉદ્ધત અને સ્વછંદ વિચારના ભાઈઓ વિષે તો શું કહી શકાય ?
જ આ ભાષાન્તરોએ આજે વધતી જતી હિંસામાં એક યા બીજી રીતે અસાધારણ સહકાર આપ્યો છે. તેથી હિંસાને સખ્ત વિરોધ કરનારા માનસવાળાના પણ તેને સંગ્રહ કરવાથી કેઃ ને
અનુમોદનાઃ તેમાં ચાલ્યા જાય છે. આ સૂમ રહસ્ય છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org