Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૧૪]
અને ભવભવમાં તેઓના આત્માને કેટલા પાપના ભાગીદાર બનાવશે? પરંતુ જે તે ભાઈઓ પાપપુણ્યને જ ન માનતા હોય, ભવ-ભવાન્તર ન માનતા હોય, તે તે બાબતમાં તેમને કાંઇ પણ કહેવાનું રહેતું નથી. લાખો મહત્યાગીઓના આત્મભેગોને પરિણામે અહિંસાનું કેટલેક અંશે પણ જે ઘડતર થયું છે, તે આમ નાની ભૂલને પરિણામે વેડફાઈ જાય અને તેનો પસ્તાવોયે ન થાય, તે માનસ કેવું ગણાય? અસ્તુ.
(2) હજી પણ તેઓના આત્મા આવા પાપથી ધ્રુજતા હોય તેમ જણાતું નથી, એ દુઃખનો વિષય છે. નહિતર, તેઓની લાગવગ એવી છે, કે તેઓ આ અપ્રામાણિકતા ધરાવતું પ્રકરણ સરકાર પાસેથી સરળતાથી કઢાવી નાંખી શકે તેમ છે.
(૯) વર્તમાન સરકારને ફાવતી આ વસ્તુ છે માટે તેને વળગી રહેવાને આગ્રહ તે છેડી શકતી નથી. નહીંતર, વાંધા ભરેલા પુસ્તકને સ્થાન ન આપતાં તેના ઉપરથી નવું પુસ્તક તૈયાર કરાવીને બુદ્ધ ચરિત્ર તરીકે છપાવી શકે છે. પરંતુ ખાનગી સંસ્થાઓ છપાવે, તે તે જુદી વાત છે. સરકાર એ જાહેર સંસ્થા છે. તેણે આવા વિસંવાદી પુસ્તકે ન છપાવવા જોઈએ. એમ સરકાર સમજે પણ છે. પરંતુ પિતાને હેતુ સરે છે. માટે આંખ આડા કાન કરે છે. પુસ્તક સારું હોય, તે તેમાંથી વિસંવાદી ભાગ બાદ રાખીને કે સ્વતંત્ર ઉતારે કરાવીને કે નવું લખાવીને સ્વતંત્ર પુસ્તક તરીકે છપાવી શકે છે. જેથી મૂળ ગ્રંથકારના સંદર્ભમાં તેડતાડ કરવાનો આરોપ પણ સરકાર ઉપર ન આવે, અને કામ સરે. પરંતુ માંસાહારની જન શાસ્ત્રોને લગતી ચર્ચા પૂરતું તે પુસ્તકનું સરકારને મન ઘણું જ મહત્ત્વ છે.
વળી, કૌશાંબીજીએ એ પ્રકરણમાં જેટલે અંશે એ વિષેની લંબાણ ચર્ચા ઉપાડી છે, તે પણ તે પુસ્તકના સંદર્ભ પ્રમાણે વધારે પડતી છે. એમ કંઈપણ ગ્રંથરચનાના નિષ્ણાતો ને જણાયા વિના રહે તેમ નથી. કે “ વિસ્તાર વધુ પડતું છે.” તેની ઇચ્છા માત્ર બૌદ્ધ-ધર્મની અહિંસાને નીચે ન પડવા દેવાની હતી. તેથી તે પ્રકરણ વિના પણ બીજો ઉતારો કરાવી સરકાર બુદ્ધ ચરિત્ર તરીકે સ્વતંત્ર પુસ્તક બહાર પાડી શકત, પરંતુ આજે તે સાચાને નામે ખોટું કરવાનો પ્રવાહ છે. તેમાં કેને રોકી શકાય ?
વિસ્તાર ભયથી અમે તે શાસ્ત્રપાઠ ઉપર ચર્ચા કરી નથી. તે શ્રી બત્રીશીની ટીકામાં જોઈ લેવી.
હું (૧) શ્રી ભગવતી સૂત્રમાંના ભગવાન મહાવીર સ્વામિના ઔષધ વિષેના પાઠનો ભાઈ શ્રી ગપાળદાસ પટેલે જે અર્થ કર્યો છે તે તો ઘણે ઠેકાણે તદન ખોટે જ છે, કે જે “ભગવાન બુદ્ધ ના પુસ્તકમાં મૂકવામાં આવ્યો છે.
(૨) તેમજ, ટીકાકાર શ્રી અભયદેવસૂરિજીના કરેલા અર્થને તે જરાપણ નિર્દેશ કર્યા વિના તેને તો સદંતર ત્યાગ જ કરવામાં આવેલ છે. શા માટે એકતરફી અર્થ ટીકાકારથી જુદા પડીને કરવામાં આવ્યો ? ને છેવટે ટીકાકારને અર્થ પણ સાથે સાથે બતાવી દેવો જરૂરી હતો, તે પણ કેમ નહીં બતાવ્યો હોય ?
(૩) શ્રી ટીકાકારે “કઈ યથા શ્રુત પ્રમાણે અર્થ કરે છે.” એવી ટુંકી નેંધ લીધી છે. તેનેજ પટેલે ભારે મહત્ત્વ આપી દીધું છે. હવે, તે રીતે “યથાશ્રુત પ્રમાણે” અર્થ કરનાર કોણ છે? જો પ્રાચીન ટીકાકાર હેત તે શ્રી અભયદેવસૂરિજી તેવો ઉલ્લેખ કરત જ. અથવા “પ્રાચીન ટીકાકાર' એવો કાંઈક ઉલેખ કરત જ. તેવું કાંઈ પણ ટીકાકારે કરેલું નથી. દિગંબરાચાર્ય શ્રી પૂજ્યપાદ સ્વામિએ એ પ્રમાણે અર્થ કરીને પરંપરાગત આગમને એ જાતના પાઠેને હાને લોકોત્તર મિથામૃત તરીકે કરાવવાની તક સર્વાર્થસિદ્ધિ ટીકામાં લીધી છે. પ્રસિદ્ધ આગમોને પ્રમાણભૂત ન માનનાર દિગંબરા
ચાર્ય તે એવું વલણ રાખે, તે સહજ છે. તેમની એ રીતે અર્થ કરવાની રીતની શ્રી ટીકાકારે શ્રી Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org