Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૧૨૯ |
આ જ ધોરણે એકેન્દ્રિાદિકની હિંસા કરતાં અધિક વિકસિત જીવોની હિંસા વધારે મોટી હેય છે. એટલા જ માટે પંચંદ્રિય જીવની હિંસામાં મોટી હિંસા વ્યવહારનયથી જણાવી છે.
“તે પછી કંદમૂળના છેવો નિગોદના છેવો હેવાથી ઘણું જ ઓચ્છા વિકસિત હોય છે. તેથી તેની હિંસા સૌથી ઓછામાં ઓછી ગણાવી જોઈએ?”
“આ વાત બરાબર છે, છતાં તેની હિંસા બીજા એકેન્દ્રિય છે કરતાં વધારે છે. તેનું કારણ એ છે, કે તેમાં એક નાના શરીરમાં અનંત અનંત છ હોય છે. તેથી તેની હિંસા વધી જાય છે. માટે તેને ત્યાગ સૌથી પ્રથમ કરાવાય છે. સર્વ પાપમાં પ્રધાન હિંસારૂપ પાપને પ્રાથમિક કક્ષાને ત્યાગ અનંતકાયને કરાવીને ધર્મમાણમાં બાળજીને પ્રવેશ કરાવાય છે. અને સર્વ આરાધનાઓમાં પ્રાથમિક આરાધના શ્રી જિનદેવના દર્શન-પૂજન દ્વારા શરૂ કરાવાય છે.
આજની પ્રગતિ ભવિષ્યમાં ભારતીય આર્ય મહાપ્રજાના માનવોની કૃત્રિમ હિંસામાં પરિણમે, તે તે કેટલી બધી વાસ્તવિક મહાહિંસા ગણાય ? તે વાચક મહાશયો વિચારશે. કરડે વર્ષ અને કરડોના આત્મભોગે ઘડાયેલા સંસ્કારથી સંપન્ન એક પણ પ્રજાજનની હિંસા કેટલી બધી હિંસા ગણાય ?
૧૩ આવી મહાહિંસા ભવિષ્યમાં મોટા પાયા ઉપર પ્રવર્તે, છતાં જનતામાં અને ભારતમાં મોટે ક્ષોભ ન થાય ” માટે ફરીથી જુદા જ ગૂઢ રીતે રાખેલા અર્થમાં અહિંસા શબ્દને વ્યાપક પ્રચાર કરવામાં આવ્યું છે. જેથી જાહેરમાં અહિંસા શબ્દને રણકાર થયા જ કરે અને તેના પડદા પાછળ હિંસાઃ અસત્યઃ વિગેરે ખૂબ ખૂબ જોરદાર રીતે આગળ આગળ વધતા જ જાય. સાચી અહિંસાઃ સત્યઃ વિગેરેની હાંસી મશ્કરી થતી રહે, તેની અપ્રતિ થતી રહે છે. સંજોગો અનુસાર હિંસા પણ અનિવાર્ય રીતે અહિંસારૂપે મનાતી જાય માટે તેવા સંજોગો પણ આર્થિક શેષણ વિગેરે દ્વારા ફેલાવાતા જવાય છે. કેમ કે શેષિત જનતા આજીવિકા અને બીજે જીવન વ્યવહાર મુશ્કેલ બનતા અનિવાર્ય સંજોગોમાં તે હિંસાને પણ અહિંસા માનતા થાય.
૧૪ એટલું જ નહીં, પરંતુ “સાચી અહિંસાના પ્રણેતાશ્રેષ્ઠ શ્રી ભગવાન મહાવીર પ્રભુ વિગેરેની પણ અહિંસા અને આજની અહિંસા એક જ છે.” એવો ભ્રમ ઉભો કરીને તેઓના નામે પણ આજની અહિંસાને વ્યાપક કરવાના પ્રયાસો થાય છે. એ તો અસત્યની ગજબની પરાકાષ્ઠા જ ગણાય. અર્થાત્ “તે મહાપુરૂષને નામે પણ આજની જ હિંસામય અહિંસા પિષણ પામે.” તેવી ઘટના કરી લેવામાં, ગોઠવી લેવામાં પાશ્ચાત્યેની વ્યવસ્થા શક્તિની પરાકાષ્ટા ગણી શકાય. તે અજબ-જનાશક્તિના વખાણ આપણે એટલા માટે કરી શકતા નથી, કે તેના પરિણામો સાથે મહાહિંસા જોડાયેલી છે એ જ શકિત તેઓએ જે મહાપુરૂષોની ઉપદેશેલી સાચી અહિંસાના પિષણમાં વાપરી હોત તે આજે જગત ખરેખર અર્થમાં અહિંસક સ્વર્ગ હેત.
આજે સભાઓ મોટે ભાગે અજ્ઞાન એવા જૈન બંધુઓ જ શ્રી સંઘથી જુદા પડીને પ્રગતિ અને જમાનાને નામે યોજતા હોય છે. જેમાં વર્તમાન રાજ્યતંત્રના આગેવાન વ્યકિતઓને પ્રમુખ તરીકે બેલાવે છે. તેઓ પ્રભુ મહાવીર દેવની અહિંસાને વર્તમાન અહિંસાના સ્વરૂપમાં સમજે છે. અને તે પ્રમાણે પ્રભુને પગલે ચાલીને જૈનેને એ અહિંસાને જીવનમાં ઉતારવાનો ઉપદેશ આપે છે, કેમ કે આધુ
નિક અહિંસાના તે ઉપદેશકે, પ્રણેતા, પ્રચારકે એને જીવનમાં અમલ કરનારા હોય છે. અથવા ગણાય 1 છે. તેથી તેઓની દષ્ટિમાં એ રીતે જૈનો જ વધારે હિંસક ભાસતા હોય છે. તેથી તેઓ એ શ્રોતાજેનોને
એ જાતને ઉપદેશ આપતા હોય છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org