Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[ ૧૩૧ ] પરંતુ, અંગ્રેજ થયે, તેથી શું થયું ? એના દેશમાં જે નીતિની કલ્પનાઓ પ્રચલિત હય, તે જ લઈ આવેને? તે વખતે યુરોપના તત્ત્વોના મગજમાં પ્રગતિની કલ્પનાઓનો સંચાર થયો હતો, તે જ પ્રગતિની કલ્પના તેઓ અહિં લાવ્યા. અને અહિંના સ્વયંમન્ય નેતાઓ-એટલે સર્વથી વધુ બુમરાણ કરનારાઓએ તે કલ્પના માન્ય કરી, અને હજુ પણ કરે છે ! પ્રગતિ શબ્દ બધાની જીભ પર નાચવા લાગ્યો. અને હજુપણ નાચે છે. પરંતુ એ “પ્રગતિ” શબ્દથી આગળ કોઈએ વિચાર કર્યો જણાત નથી......”
પ્રગતિ થવાની છે તે કોની?” “યેય કયું ?” કે “એકસરખી પ્રગતિ જ થતી જવાની?” આજે જે પ્રગતિની વાતો થઈ રહી છે, તેને નથી દિશા કે નથી ધ્યેય ! “તે પ્રગતિનો માર્ગ કે ? તે માગથી અષ્ટસિદ્ધિ થશે જ, એનું પ્રમાણુ શું ?
“જેટલું યુરોપની સમાજરચનાની પદ્ધતિને મળતું, તેટલું હિતકારકઃ સુધરેલું અને પ્રગતિકારક” એવું સંભળાવા લાગ્યું.
“ સમાજના પ્રવાહમાં જે તણાત જશે, તે પ્રગતિપ્રિય!” તેવી આજની પરિસ્થિતિ છે અને “તે પ્રવાહને જે વિરોધ કરે તે રૂઢિચુસ્ત ” અથવા અર્થસૂચક દૂષણરૂપ મનાએલા શબ્દમાં કહીએ તે “સનાતની છે.”
મનુષ્ય સુધર્યો” એટલે શું થયું ? “શું એ શારીરિક દષ્ટિએ વધુ સુદઢ અને સુંદર બને ? શું એના મગજની વૃદ્ધિ થઈ? શું એની નીતિકલ્પનાઓની શક્તિ વધુ છે?” વગેરે સર્વ દૃષ્ટિથી માનવનું પરીક્ષણ થવું જોઈએ. તેની સાથે “પ્રગતિ કેને કહે છે?” “તેની કલ્પના શી હતી ? અને શી છે? તે તત્ત્વચિંતકો પણ જાણે છે ખરા ? ” એ બધું સમજી લેવું જોઈએ. ખરેખર તે આજના સમાજમાં જોઈએ તો કોઈ પણ વિષયના બે ચાર જંગી અને ભવ્યાભાસિ શબ્દો વાપરવા સિવાય વધુ વિચાર કેઈએ કર્યો જણાતો નથી.
કેવળ શારીરિક દૃષ્ટિએ પણ “આજને માનવવંશ ૨૦૦૦૦ વર્ષો પહેલાં થઈ ગયેલા માનવવંશ કરતાં વધુ સુદઢ છે અને સુંદર છે” એમ કહી શકાશે નહીં.”
ભૌતિક સુધારણાથી અલંકૃત થએલા માનવની પચેડિયેની શક્તિ આગળના માનવવંશની શક્તિ કરતાં દેખીતી રીતે ઓછી છે.”
બૌદ્ધિક શક્તિ વિષે પણ તેવું જ છે. બૌદ્ધિક વિષયોની અને સંગ્રહ કરેલા જ્ઞાન (additive knowledge ) ની વૃદ્ધિ થયેલી દેખાય છે, પણ મૂળભૂત શક્તિઓનો વિકાસ થયેલે લાગતું નથી. શ્રી દેશમાં અલ્પકાળમાં પુષ્કળ શ્રેષ્ઠ બુદ્ધિના પુરુષો થઈ ગયા, ત્યારે વધુ નહિં તે તેની તોલે આવે
એવા લોકો આજના સમાજમાં દેખાવા જોઈએ.” • “કાલીદાસ અગર શેકસપીચર કરતાં જ્યોર્જ બર્નાડ શે કે હેન્રી ઈબસન વગેરેના મગજ વધારે શક્તિમાન છે” એમ કહી શકાશે ખરું ?
૧ શરુઆતમાં–“ યુરોપના પોતાના રીત-રીવાજો અહીં દાખલ કરવા તેઓ ઈચ્છે છે. અને તે સારા છે એ ભાસમાત્ર કેટલાક અહિંની પ્રજાજનોના મનમાં કરાવ્યો હતો. ખરી રીતે આખા જગતના તમામ દેશની પ્રજાઓની સમાજરચનાઓ ફેરવી નાખીને, પોતે કલ્પના કરીને દોરેલા સ્વરૂપની સમાજરચનામાં દરેકને ખેંચી જવાની ગોઠવણ ઘણા વખત પહેલાની છે. “ ભવિષ્યમાં પોતાનું જ સર્વોપરિણું કાયમ થાય, અને પિતાનું જ વ્યક્તિત્વ અને અસ્તિત્વ સદાને માટે અખંડ રહે” એ રીતે પરિવર્તન કરાવાય છે. For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International