Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
[૬૩]. આવે છે. દ્રાવિડ ને વારિખીલ્યજી એ વાકયમાં-દ્રવિડને ઉલ્લેખ છે. ભરત ઉપરથી ભારત નામ પડયું. એ તો પ્રસિદ્ધ જ છે. •
આ ઉપરથી પણ જૈનધર્મ ભારતને અને જગતને સૌથી પ્રાચીનતમ ધર્મ હતો, એમ કહી શકાય તેમ છે. વિદેશીય શોધની દરમ્યાનગીરી વિના તેને લગભગ દૂર રાખીને, સ્વતંત્ર રીતે ભારતીય પ્રામાણિક શોધ-પદ્ધતિ શરૂ થવી જોઈએ અને તેના અનુસંધાનમાં ભલે તેઓની પાસેના પણ ઉપયોગી પૂરાવાઓને પ્રમાણ તરીકે ઉપયોગ કરાય છે તે વાંધા ભરેલું નથી, પરંતુ તેઓએ ઈતિહાસને ય ગુંચવી જ નાખ્યો છે. કેમકે–પિતાના હેતુઓની દૃષ્ટિથી દુનિયાભરના ઇતિહાસમાં ઘણી ઘણી અવ્યવસ્થા અને ઉન્માદ દાખલ કરી દીધા છે. જેથી સત્ય તારવવું વધારે મુશ્કેલ બન્યું છે.
[ ૩ ] જૈનધર્મ-નામ: અને કારણું વાસ્તવિક રીતે-કેઈપણ નામ વગરનો મોક્ષાનુકૂળ આધ્યાત્મિક વિકાસ–માર્ગરૂપ શાશ્વતધર્મ તે અનાદિ અનંતકાલીન છે. તેની રચના કેઈએ કરી નથી. માત્ર તે શાશ્વત ધર્મ જ તે તે વખતે જિનપદિષ્ટ થાય છે. કેમકે-એમ ને એમ તે જનતાની જાણમાં આવી શકતું નથી. તેમજ તેને માટેની જિનસ્થાપિત અનુશાસનયુક્ત સંસ્થાકારા તેનું પાલન જયારે જ્યારે સુલભ થવાનું શરૂ થાય છે, આરાધના પ્રથમથી સુલભ થવા માંડે છે, ત્યારથી “ જૈનશાસન સ્થપાયું ને ધમ શરુ થયો.” એમ કહેવાય છે. તેથી શાસન સંસ્થા શ્રી સંઘશાસ્ત્ર અને ધાર્મિક સંપત્તિઓ પણ બળવાન સહાયક હોવાથી ધર્મ કહેવાય છે.
એ શાશ્વત ધમ જિનપદિષ્ટ હોવાથી જ જૈન-ધર્મ કહેવાય છે. જૈનધર્મ નામ પડવાનું બીજું કોઈપણ કારણ નથી. કેઈ વ્યક્તિના નામ સાથે તેને સંબંધ નથી. એ દૃષ્ટિએ તેની શાસન સંસ્થાની પ્રાચીનતા મૌલિકતા વગેરે કહેવામાં આવે છે.
ત્રિલેકપૂજ્યઃ યથાર્થતા અને વિષય-કવાયો, રાગ-દ્વેષ વગેરે ઉપર સર્વથા વિજય મેળવનારવિજયી-જિનઃ પિતાના સર્વરૂપણથી જાણીને, વિશ્વના કલ્યાણ માટે તેને ઉપદેશ આપે છે. માટે તે જિનપદિષ્ટ હેવાથી જિન-ધર્મ કે જૈન-ધર્મ નામ પામેલ છે. બીજું કોઈ કારણ નથી.
એટલા જ માટે-જૈનધર્મની આરાધના દ્વારા મોક્ષ પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાઓ માટે દેવઃ ગુરુ અને ધર્મની આરાધના કરવી એ ટુંકામાં ટુંકે–બાળક પણ સમજી શકે તે ઉપાય છે. તેમાં–
૧. દેવ તરીકે–તદ્દત રાગ-ઠેર–મેહ વગરના; સર્વજ્ઞઃ ત્રિલોકપૂજ્યઃ વિશ્વવત્સલઃ અને યથાર્થ 'ઉપદેશ આપનારા: તીર્થકર ભગવાન જ ઉપાસ્ય દેવ તરીકે માનવાઃ અને મોક્ષ પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી પિતાના આત્માને વીતરાગ કરવા માટે જ તેની સાલંબન ઉપાસના કરવાની હોય છે.
૨, ત્યાગીઃ તપસ્વી: સંયમીઃ શુદ્ધ પ્રરૂપકઃ છએ ય જીવનિકાયના રક્ષક: ઉપર જણાવ્યા તે દેવના વફાદાર ભક્તઃ ઘરબાર-કુટુંબકબીલા-લાડી-વાડી–ધન-સંપત્તિને કરચાકર વગેરે વગરનાર જેમ બને તેમ દેષરહિત ભિક્ષા ઉપર જીવન ચલાવનારા: વાહન-જોડાઃ વગેરેનો ઉપયોગ ન કરનારા અમઘમાંસાશીઃ પાંચ મહાવ્રતધારીઃ રાત્રિભોજન કદી ન કરનાર મુનિશધારી હેય, તેને ગુરુ તરીકે માનવા.
૩, પાપનો જેમાં ત્યાગ કરવાનું હોય, અને સમ્યગદર્શનઃ જ્ઞાન અને ચારિત્રની જેમાં આરાધના કરવાની હોય, એ ધર્મ અને ધર્મસંસ્થા પસંદ કરી, તે આશ્રયે તેનું આચરણ કરવું. તે ધમની આરાધના છે. આ ત્રણે ય તની આરાધના મોક્ષને ઉપાય છે. એમ ટુંકામાં સમજાવી શકાય. પાપો. એટલે પપસ્થાનકે તે અઢાર છે. (૧) હિંસા (૨) જુઠ (૩) ચોરી (૪) મૈથુન (૫) પરિગ્રહ (૬) ધ
(૭) માન (૮) માયા (૯) લેભ (૧૦) રાગ (૧૧) ઠેષ (૧૨) કલહ (૧૩) અભ્યાખ્યાન (જુડું આળ Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only